જલ્સા કરોને જેંતીલાલ

શ્લોકા, ઇશા અને નીતા અંબાણીનો આ ડાન્સ વિડિયો તમે ક્યારેય નહીં જોઈ હોય

શ્લોકા ઇશા અને નીતા અંબાણીની આ ડાન્સ વિડિયો તમે ક્યારેય નહીં જોઈ હોય

image source

2019ના ઓક્ટેબરમાં જાણીતા સેલિબ્રીટી લાઇફ કોચ અને ઇમેજ કન્સલ્ટન્ટ છાયા મોમાયાના દીકરા ધીર મોમાયાએ પોતાની સાથી ફિલ્મ મેકર દારીયા ગાઇકાલોવા સાથે લગ્ન કર્યા હતા. જો કે આ લગ્નમાં નજીકની વ્યક્તિઓને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેનું સેલિબ્રેશન મુંબઈની તાજ લેન્ડ્સ એન્ડમાં રાખવામાં આવ્યું હતું.

image source

આ યુગલે પરંપરાગત લગ્નવિધીથી લગ્ન કર્યા હતા, જેમના રિસેપ્શનમાં દેશની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. આ જાણીતી હસ્તીઓમાં અંબાણી કુટુંબનો પણ સમાવેશ થતો હતો.

પણ આજે આટલા મહિના બાદ શા માટે આ લગ્નની વાત થઈ રહી છે ? તો તમને જણાવી દઈએ કે આ લગ્નમાં ઇશા, શ્લોકા અને નીતા અંબાણીએ એક ખાસ ડાન્સ પર્ફોમન્સ આપ્યું હતું.

image source

આ લગ્નની રંગીન તસ્વીરો જોઈ તમે પણ અભિભૂત થઈ જશો. બ્રાઇડે લગ્ન મંડપમાં મોર આકારની પાલખીમાં પ્રવેશ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ દુલ્હન મૂળે યુક્રેનની છે. તેણી ભારતમાં થિયેટર શીખવવા આવી હતી.

અને ત્યાર બાદ તેણી જુગાડ મોશન પિક્ચર્સમાં પોતાના પતિ મોમાયા સાથે કામ કરી રહી છે. દુલ્હને પોતાના લગ્નના જોડા માટે જાણીતા ફેશન ડિઝાઈનર રોહીત બાલ પર પોતાની પસંદગી ઉતારી હતી. તેણીએ પોતાની મહેંદી સેરેમની માટે મોરપીંછ રંગના ચણિયાચોળી પર પસંદગી ઉતારી હતી.

image source

અને લગ્નના વસ્ત્રોની વાત કરીએ તો દુલ્હા દુલ્હને ડિઝાઈનર રાઘવેન્દ્ર રાઠોર અને રોહીત બાલ પર પસંદગી ઉતારી હતી. દુલ્હાએ લીલા રંગની શેરવાની પહેરી હતી તો દુલ્હને પણ સુંદર આઉટફીટ પસંદ કર્યો હતો.

image source

પણ તાજેતરમાં એક ખાસ વિડિયો વાયરલ થઈ રહી છે જે આ જ લગ્નની છે જેમાં અંબાણી કુટુંબની ત્રણે લેડીઝ તેમજ રાધીકા મર્ચન્ટ અને છાયા મોમાયા મહેંદી સેરેમની દરમિયાન સ્ટેજ પર પર્ફોમન્સ આપી રહ્યા છે. જેમાં તેઓ સુભાષ ઘાઈ દ્વારા દીગ્દર્શીત કરવામાં આવેલી ફિલ્મ કિશ્નાના ટાઇટલ સોંગ વો કિશ્ના હૈ પર ડાન્સ કરી રહ્યા છે.

તો બીજા એક વિડિયોમાં ઇશા, આનંદ પિરામલ, આકાશ અંબાણી અને શ્લોકા શાહરુખ ખાન દ્વારા અભિનિત ફિલ્મ મે હું ના ફિલ્મના ગીત ગોરી ગોરી પર ઠુમકા મારી રહ્યા છે. અને તેમની સાથે દુલ્હા-દુલ્હન પણ જોડાયા છે.

આ પ્રસંગે અંબાણી કુટુંબે સંપૂર્ણ ટ્રેડીશ્નલ રહેવાનું નક્કી કર્યું હતું. ઇશા અંબાણીએ અનારકલી સ્ટાઇલ આઉટફીટ પસંદ કર્યો હતો જ્યારે લગ્નમાં તેણીએ પિંક સાડી પર પસંદગી ઉતારી હતી, અને શ્લોકા અંબાણીની વાત કરીએ તો તેણીએ લહેંગા ચોલી પહેર્યા હતા.

image source

જ્યારે નીતા અંબાણીએ સંગીત માટે લાલ રંગનો લહેંગો પસંદ કર્યો હતો જેની સાથે તેણીએ લાંબો બ્લાઉઝ પહેર્યો હતો અને રીસેપ્શન માટે તેણીએ પેસ્ટલ ગ્રીન રંગ પસંદ કર્યો હતો. જ્યારે આકાશ અંબાણી અને આનંદ પિરામલે કૂર્તા પહેરવાનું પસંદ કર્યું હતું.

image source

આ લગ્નમાં અંબાણી ઉપરાંત બીજી ઘણી બધી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. જેની કેટલીક તસ્વીરો થોડા સમય પહેલાં તાજ લેન્ડ્સ એન્ડ, મુંબઈ દ્વારા શેર કરવામાં આવી હતી. આ તસ્વીરોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી યજમાનના કુટુંબીજનો સાથે જોઈ શકાય છે.

image source

તો બીજી તસ્વીરમાં ઇશા અંબાણી લગ્ન વિધિ દરમિયાન કોઈક વિધી કરતી જોઈ શકાય છે. આ ઉપરાંત લગ્નમાં અપારશક્તિ ખુરાના, મમતા દલાલ (નીતા અંબાણીની નાની બહેન), નીના કોઠારી, એક્ટર જીમ સર્ભ, કોકીલાબેન અંબાણી વિગેરે જોઈ શકાય છે.

image source

અહેવાલોની માનવામાં આવે તો બીજા કેટલાક દિગ્ગજ બોલીવૂડ એક્ટર્સે પણ આ લગ્નમાં હાજરી આપી હતી જેમાં જેકી શ્રોફ, રાહુલ ખન્ના, કુવૈતના રોયલ કુટુંબના કેટલાક સભ્યો, કંગના રનૌત, ડબ્બુ રતનાનીએ પણ હાજરી આપી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version