જલ્સા કરોને જેંતીલાલ

મેટાલિક ફ્લોરલ લૂકમાં ઇશા અંબાણી લાગી એકદમ ગ્લેમરસ, મોમ નીતા અંબાણી પણ પડ્યા સાવ ઝાંખા, PICS

મેટાલિક ફ્લોરલ લૂકમાં ઇશા અંબાણી લાગી એલિગન્ટ અને ગ્લેમરસ

મુકેશ અને નીતા અંબાણીની મોટી દીકરી ઇશા અંબાણી તેના એલિગન્ટ લૂક માટે જાણીતી છે. તેણી હંમેશા કોઈ પણ ઇવેન્ટમાં એલીગન્ટ લૂકમાં જ જોવા મળે છે. 28 વર્ષિય ઇશા અંબાણી ક્યારેય લોકોને ઇમ્પ્રેસ કરવાં નિષ્ફળ નથી જતી.

થોડા સમય પહેલાં ઇશા અંબાણીએ એક ફોટોશૂટ કર્યું હતું જેના માટે તેણીએ એક સુંદર એલિગન્ટ ગાઉન પર પસંદગી ઉતારી હતી અને તેણીના આ લૂક પરથી તમારી નજર નહીં હટે. ઇશાએ ફોટોશૂટ માટે એક સુંદર મેટાલીક કન્ટેમ્પરરી ગાઉન પસંદ કર્યો હતો જે જાણીતા ડિઝાઈનર મોનિક લ્હુલીઅર દ્વરા ડીઝાઈન કરવામાં આવ્યો હતો.

આ ગાઉન પર ફ્લોરલ પ્રિન્ટ હતી અને તેની ડિઝાઈન એક રેપ ગાઉન જેવી હતી અને આ ગાઉન ખાસ કરીને એટલા માટે અલગ અને એલિગન્ટ લાગતો હતો કારણ કે તે મેટાલીક લૂક ધરાવતો હતો. મેટાલિક સિલ્કના મિશ્રણવાળા આ જેકાર્ડ ડ્રેસમાં શીમરી ગોલ્ડ ફ્લાવર્સ હતા, અને સુંદર ઝૂલો હતી, અને તેની સ્લિવ પણ અનોખી હતી. અને આ ગાઉન પાછળની તરફથી થોડો લાંબો હતો જે તેને એક રૉયલ લૂક આપતો હતો.

આ ગાઉનના સુંદર ઢળતા મટિરિયલે તેમાં ઓર વધારે એલિગન્સ ઉમેર્યું હતું. આ ડ્રેસ સાથે ઇશાએ પમ્પ્સ સ્ટેટમેન્ટ રીંગ્સ અને હૂપ ઇયરીંગ્સ પહેર્યા હતા.

તેણીના વાળ તેણીએ ખુલ્લા સ્ટ્રેઇટ રાખ્યા હતા. સામાન્ય રીતે તેણી ખુલ્લા વાળ રાખવાનું જ પસંદ કરે છે.

તેણીના મેકઅપની વાત કરીએ તો તેણીએ ન્યૂડ બ્રાઉન લીપ કલર યુઝ કર્યો હતો, અને આંખો પર પણ વસ્ત્રોને અનુરૂપ જ મેકઅપ કરવામાં આવ્યો હતો. તેણીને બોલીવૂડની ફેવરીટ સ્ટાલીસ્ટ અમિ પટેલ દ્વારા સ્ટાઇલ કરવામાં આવ હતી. તેણીના વાળ અને મેકઅપ તન્વી ચેમ્બુરકર અને તાન્યા મેહતા દ્વારા કરવામાં આવ્યા હતા.

image source

તમે જણાવી દઈ કે આ વર્ષની હોળીમાં ઇશાએ એક મોટી હોલી પાર્ટી આપી હતી જેમાં બોલીવૂડની જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી અને એક રીપોર્ટ પ્રમાણે આ પાર્ટી ખાસ કરીને પ્રિયંકા અને નીકજોનાસ માટે તેણીએ હોસ્ટ કરી હતી. આ પાર્ટીની વિડિયોઝ તેમજ તસ્વીરો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થયા હતા.

image source

તમને એ પણ જણાવી દઈએ કે ઇશાએ-આનંદ પિરામલ સાથે લગ્નજીવનનું એક વર્ષ પુરું કરી લીધું છે. જો કે તેનું કોઈ ભવ્ય સેલીબ્રેશન નહોતું કરવામાં આવ્યું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ

Exit mobile version