શું ઠંડુ પાણી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ?આ પ્રશ્ન મનમાં છે તો વાંચો આ ઉપયોગી માહિતી…..

શું ઠંડુ પાણી તમને બીમાર પાડી  શકે છે ? શું ઠંડુ પાણી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે ?

ફ્રીજની શોધ ખાસ કરીને ખોરાકને લાંબો સમય સુરક્ષીત રાખવા માટે કરવામાં આવ્યી હતી. તેને બહારની આબોહવાની અસર ખોરાક પર ન પડે તે માટે તૈયાર કરવામાં આવ્યા હતા. જ્યારે રેફ્રીજરેટરની શોધ થઈ અને જ્યારે તેને વેચવા માટે વિસ્તૃત ધોરણ પર એડવર્ટાઇઝમેન્ટ થતી ત્યારે ઠંડા પાણીની બોટલ તરીકે પીવાનું પાણી જાણે ધંધાદારી ઉત્પાદન બની ગયું હતું અને ગ્રાહકોનો જાણે આખો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો. ઠંડુ પાણી ચોક્કસ બધાને ગમતું જ હોય તેમાં કોઈ જ શંકા નથી, પણ શું તમને ખબર છે તે ધીમે ધીમે તમારા શરીરને નુકસાન પહોંચાડે છે ?

આજે સામાન્ય લોકો માટે ઘરમાં કે રેસ્ટોરન્ટમાં ઠંડુ પાણી પીવું એક સાવ જ સામાન્ય વાત થઈ ગઈ છે. પણ આપણે આપણા સ્વાસ્થ્યની સંભાળ લેવી જોઈએ અને આપણા શરીરની કુદરતી જરૂરિયાતો પર ધ્યાન આપવું જોઈએ.

ઠંડુ પાણી તમારા શરીરને કેવી રીતે હાની પહોંચાડે છે ?

  1. તમારી રક્ત શીરાઓ સંકોચાય છેઃ

જ્યારે તમે ઠંડુ પાણી પીવો છો ત્યારે તમારી રક્ત શીરાઓ સંકોચાય છે કારણ કે ઠંડા તાપમાનનો એ સ્વભાવ છે કે તે દરેક વસ્તુને સંકોચે. આમ થવાથી તમારા શરીરનું રક્તપરિભ્રમણ ધીમું પડશે. તેમ થવાથી શરીરના જુદા જુદા અંગોમાંનો લોહીનો પુરવઠો અસંતુલીત થશે.  અને આમ થવાથી તમારા શરીરમાં પાણીનું એક નાનકડું ખાબોચીયું બની જશે. રક્ત શીરાઓ સંકોચાવાના કારણે લોહીની નસોમાં બ્લોકેજ થવાની શક્યતાઓ વધી જશે, જે ઉચ્ચ કોલેસ્ટેરોલ ધાવતા લોકો માટે યોગ્ય નથી.

  1. પાચન સાથે છેડછાડ

ફ્રીજનું ઠંડુ પાણી પીવાથી ગંભીર કબિજયાત થઈ શકે છે. ઠંડુ પાણી તમારા મોટા આંતરડાને સંકોચે છે જેના કારણે કબજિયાત અને અપચા સાથેની અન્ય સમસ્યાઓ ઉભી થાય છે. માત્ર એટલું વિચારો કે જો ઠંડુ પાણી તમારા મોટા આંતરડા (કે જે તમારા શરીરમાંથી કચરો તેમજ ઝેરી તત્ત્વો બહાર કાઢવાનું મહત્ત્વનું કામ કરે છે)ને સંકોચે છે, તો પછી તે તમારા સાર્વત્રીક સ્વાસ્થ્ય પર કેવી માઠી અસર કરતું હશે ?

  1. ઓર્ગન ફેલીયરનું જોખમ

જ્યારે તમે ઠંડુ એટલે કે ચીલ્ડ પાણી પીવો છો ત્યારે અચાનક તમારા પેટના સમાન્ય તાપમાનમાં ઘટાડો થાય છે. તે તાપમાન પર, તમારા પેટ માટે ખોરાક પચાવવો અઘરો પડે છે. પરિણામસ્વરૂપ, પેટ તેમાંના પાણીના તાપમાનને વધારવાનું શરૂ કરે છે અને તેને શરીરના સામાન્ય તાપમાન પર લાવે છે. આમ કરવા માટે પેટને વધારાની ઉર્જાની જરૂર પડે છે જે તમારા લોહીમાંથી આવે છે. અને આ લોહી તમારા શરીરના અન્ય ભાગો તરફથી પેટ તરફ આવે છે, જે તમારા શરીરના અન્ય ભાગોમાં લોહીની ખેંચ ઉભી કરે છે.  અને જો આ પ્રક્રિયા એકધારી ચાલુ રહેશે તો દર વખતે પેટને આ જ રીતે ઉર્જા મેળવવી પડશે અને તેમ થવાથી તમારા અન્ય અંગોને નુકસાન પહોંચી શકે છે અને તે ખોટકાય તેવી પણ શક્યતા રહેલી છે.

  1. તમને મેદસ્વી બનાવે છે

જો તમે તમારા ખોરાક સાથે ઠંડુ પાણી લેતા હોવ અથવા તો જમ્યાના તરત બાદ ઠંડુ પાણ પીતા હોવ તો પાણીનું તે ઠંડુ તાપમાન તમારા ખોરાકમાંની ચરબીને નક્કર બનાવશે. અને તેમ થવાથી શરીર માટે તે વધારાની ચરબી જે તમે તમારા ખોરાકમાંથી મેળવી હતી તેનું પાચન કરવું મુશ્કેલ બનશે. છેવટે આ પચ્યા વગરની ચરબી શરીર કોઈ પણ ભાગમાં જમા કરશે અને આમ થવાથી તમે મેદસ્વી બનશો.

  1. તમારી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થશે

ઠંડુ પાણી તમારા શરીરની પોષણ શોષવાના કુદરતી રીતમાં દખલ કરશે, જેના કારણે તમારું શરીર કુપોષિત થશે અને તેમ થવાથી તમારી રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો થશે. શુષ્ક ગળુ તેમજ અન્ય વાયરલ ઇન્ફેક્શન થવાની સમસ્યાઓ વધવા લાગશે.

કેટલાક લોકોની એવી દલીલ હોય છે કે જ્યારે તમે ઠંડુ પાણી પીવો છો ત્યારે તેને પાચન કરવા માટે વધારે એનર્જીની જરૂર પડે છે અને તેમ કરીને તમારી વધારે કેલરી બળે છે, પણ તે કેલરી બાળવાનો અત્યંત અકૂદરતી રસ્તો છે કારણ કે તેમાં આપણું પાચન તંત્ર કુદરતી રીતે કામ નથી કરતું.

આપણે આપણા શરીર માટે હંમેશા બને તેટલી સરળતા રાખવી જોઈએ જેથી કરીને આપણું શરીર યોગ્ય રીતે લાંબો સમય કામ કરી શકે.

જ્યારે તમે ઓરડાના તાપમાન પર પાણી પીવાની ટેવ પાડશો, તમે નોંધશો કે તમારી પાચન ક્રિયામાં કેટલો મોટો તફાવત આવશે અને તે રીતે તમારા શરીરને પણ જમ્યા બાદ રાહત રહશે.

માટે હવે જ્યારે તમે ક્યાંય પણ બહાર જાઓ કે ઘરમાં હોવ માટલાનું પાણી પીવાની જ આદત રાખો.

તેમ છતાં ઘણા લોકો એવા હોય છે જે ઠંડા પાણી વગર રહી જ નથી શકતા. તેમને ઠંડુ પાણી પીધા વગર પોતાની તરસ છીપાવાની ફીલીંગ નથી થતી, તો તેવા લોકો માટે અહીં એક ઉપાય જણાવવામાં આવ્યો છે. આપણા ભારતમાં તો માટલાનું પાણી જ સામાન્ય રીતે પીવાતું આવ્યું છે. જે ફ્રીજ જેટલું ઠંડુ પાણી નથી હોતું પણ શરીર તેમજ મનને ઠંડક આપે તેવું શીતળ હોય છે. અને માટલાનુ પાણી સ્વાસ્થ્ય માટે ઉત્તમ હોય છે. તે નથી તો વધારે ગરમ હોતું કે નથી તો વધારે ઠંડુ હોતું.

લેખન.સંકલન : નિયતિ કાપડિયા 

સ્વાસ્થ્યને લગતી સચોટ માહિતી વાંચવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ …

 

http://www.wholesomeayurveda.com/2016/10/22/is-refreshing-cold-water-making-you-ill/

 

ટીપ્પણી