જલ્સા કરોને જેંતીલાલ

ધ સ્કાય ઇઝ પિંકના પ્રિયમર પર પ્રિયંકા ચોપરા રડી પડી ! આંખમાં આંસુ સાથે ફરહાન અખ્તર અને ડીરેક્ટર શોનાલીને ભેટી પડી

ઘણા લાંબા સમય બાદ પ્રિયંકા ચોપરાની હિન્દી ફિલ્મ રિલિઝ થવા જઈ રહી છે. જેનું ટોરોન્ટો ઇન્ટરનેશન ફિલ્મ ફેસ્ટિવલ 2019માં ગઈ કાલે પ્રિયમર યોજાયું હતું. જે ભારતમાં 11મી ઓક્ટોબરે રિલિઝ થવા જઈ રહી છે.

જ્યારથી ધ સ્કાય ઇઝ પિંકનું ટ્રેલર રિલિઝ થયું છે ત્યારથી ફિલ્મ વિષેની ચર્ચાએ જોર પકડ્યું છે કારણ કે ઘણા લાંબા સમય બાદ પ્રિયંકા હિન્દી ફિલ્મમાં જોવા મળી રહી છે અને ફિલ્મનું ટ્રેલર લોકોને તેની સ્ટોરી લાઈનને લઈને ખુબ જ અપિલ કરી રહ્યું છે. આ ફિલ્મ એક અત્યંત લાગણીસભર ફિલ્મ છે.

ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રિયંકા ચોપરાએ રેડકાર્પેટ પર શાનદાર એન્ટ્રી મારી હતી. તેણીએ બ્લેકએન્ડ વ્હાઇટ બાટીક પ્રિન્ટવાળું ફ્રીલવાળું ગાઉન પહેર્યું હતું જેમાં તેણી અત્યંત આકર્ષક લાગી રહી હતી. અને આ ફિલ્મ ફેસ્ટિવલમાં ધ સ્કાય ઇઝ પિંક ફિલ્મનું પ્રિયમર યોજવામાં આવ્યું હતું જેની બાદની એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહી છે જેમાં પ્રિયંકા ચોપડાં રડી રહી છે અને ફરહાન અખ્તર તેમજ શોનાલી બોઝને ભેટી રહી છે.

ફિલ્મના પ્રિયમર બાદ લોકોએ જ્યારે ચીચીયારો મારીને ફિલ્મને વધાવી લીધી ત્યાર બાદ પ્રિયંકા ભાવુક બની ગઈ હતી અને આંખમાં આવેલા આંસુ લુછી રહી હતી. અને ત્યાર બાદ ફિલ્મની ડીરેક્ટર શોનાલી બોઝને થોડી ક્ષણો સુધી ભેટી પડી હતી.

તેણીએ ફિલ્મના પ્રિયમરમાં આવતાં પહેલાં પોતાની સ્ટારકાસ્ટ સાથેની એક તસ્વીર પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર શેયર કરી હતી જેમાં ફરહાન અખ્તર, રોહિત સરાફ અને ડીરેક્ટર શોનાલી બોઝ તેમજ તેણી પોતે પણ હતી. જેમાં તેણીએ લખ્યું હતું, “આજે રાત્રે ટોરેન્ટોના રોય થોમ્પસન હોલ ખાતે અમે ધી સ્કાઈ ઇઝ પિંકને વિશ્વ સમક્ષ રજુ કરવા જઈ રહ્યા છે. અત્યંત આનંદદાયી ક્ષણ છે… મને આ ફિલ્મ માટે ઘણો ગર્વ છે. આજે રાત્રે અમે તમને મળવા જઈ રહ્યા છીએ ??!”

ફરહાન અખ્તર અને પ્રિયંકા ચોપડાને મહારાષ્ટ્ર પોલીસ તરફથી મળી ચેતવણી

ફિલ્મના એક ડાયલોગ “એક બાર આઈશા ઠીક હો જાયે ના, ફિર સાથ મેં બેંક લૂટેંગે” પર મહારાષ્ટ્ર પોલીસે એક રમુજી ટ્વિટ કર્યું છે જેમાં તેમણે આ ડાયલોગ વખતની ફ્રેમ શેયર કરી છે અને ટ્વીટ કરીને પ્રિયંકા અને ફરહાનને ચેતવ્યા છે કે આઈપીસી સેક્શન 393 હેઠળ તમને 7 વર્ષની સજા થઈ શકે છે !

પ્રિયંકા ચોપરા તેના લગ્ન બાદ હંમેશા ચર્ચામાં રહે છે. ક્યારેક પોતાની ફિલ્મોના કારણે તો ક્યારેક પોતાના પતિના કારણે. થોડા સમય પહેલાં એક ઇન્ટરનેશન મ્યુઝિક અવોર્ડ ફંક્શનમાં તેણીનો પતિ નિક જોનાસ અને તેના ભાઈઓ એટલે કે જોનાસબ્રધર્સે હાજરી આપી હતી અને તેમાં તેના બે ભાઈઓની પત્નીઓએ પણ હાજરી આપી હતી પણ પ્રિયંકા હાજર નહોતી રહી જેના પર નિક જોનાસ પર ઘણા બધા મિમ્સ બનાવવામાં આવ્યા હતાં પણ પ્રિયંકાએ પોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર એક એડિટેડ તસ્વિર શેયર કરી હતી જેમાં તે ઇવેન્ટમાં નીકના ભાઈઓની પત્ની સાથે તેણી પણ હાજર હતી.

તસ્વીરમાં તેણીએ લખ્યું હતું. નીક જોનાસ હું હંમેશા તારી સાથે છું. અને સાથે સાથે જોનાસ બ્રધર્સને અભિનંદન પણ પાઠવ્યા હતા.

તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પ્રિયંકાને નિક જોનાસ સાથેના લગ્નજીવન વિષે પ્રશ્નો પુછવામાં આવ્યા હતા તેમાં તેણીએ જણાવ્યું હતું કે “નિક જોનાસ સાથેના લગ્નજીવનમાંના ટુડુ લિસ્ટમાં મારા અને તેના બાળકોનો પણ સમાવેશ થાય છે.” એટલે બની શકે કે નજીકના ભવિષ્યમાં પ્રિયંકા નિકના બાળકોની માતા બનવાનું પ્લાનિંગ કરે.

આશા રાખીએ કે ઘણા સમય બાદ પ્રિયંકા બોલીવૂડ તરફ પાછી ફરી રહી છે તો તેની આ ફિલ્મ સુપરહીટ જાય અને ફરી તેના અભિનયનો ડંકો બોલીવૂડમાં વગાડી દે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version