વડોદરાના કિંગ ઇરફાન પઠાણના સંઘર્ષના દિવસો ભલભલાને ધ્રુજાવી મૂકે, આજે છે કરોડોનો માલિક, જાણો કુલ સંપત્તિ વિશે

આજે વાત કરીએ એક એવા વ્યક્તિની જેને પોતાના નામની સાથે સાથે વડોદરાનું પણ નામ રોશન કર્યુ છે. ૨૭ ઓક્ટોબર ૧૯૮૪ના દિવસે ઈરફાનનો જન્મ એક મુસ્લિમ પરિવારમાં થયો હતો. એક ગરીબ પરિવારમાં જન્મેલા ઈરફાન તેમના મોટા ભાઈ યુસુફ સાથે વડોદરાની એક મસ્જિદમાં મોટા થયા. તેમના પિતાએ મસ્જિદમાં એક મુએઝિન તરીકે સેવા આપી હતી. બાળપણથી જ ક્રિકેટમાં રુચિ ધરાવનાર ઈરફાન એ મસ્જિદના એ નાના મેદાનથી ક્રિકેટની શરૂઆત કરી હતી.

image soucre

ક્યારેક પરિવાર સાથે વડોદરાની એક મસ્જિદ પાછળ નાના ઘરમાં રહેતો આ ખેલાડી આજે કરોડોનો માલિક છે. ઇરફાન પઠાણે એક સમયે દૂધ ખીચડી ખાઇને દિવસો કાઢ્યા હતા. ઇરફાને કહ્યુ કે અમે કુવાના દેડકા જેવાં હતાં ત્યારે એ અમારી દુનિયા હતી, એ વખતે પણ અમે અમારી દુનિયાના કિંગ હતા અને આજે પણ છીએ.

image source

ઇરફાન પઠાણના કરિયરની વાત કરવામાં આવે તો તેણે ટીમ ઇન્ડિયા માટે 29 ટેસ્ટ રમી છે, આ દરમિયાન 31.57ની એવરેજથી 1105 રન કર્યા, જેમાં 1 સેન્ચુરી અને 6 હાફ સેન્ચુરી છે. પોતાના નામે 32.26ની એવરજેથી 100 વિકેટ છે, જ્યારે બેસ્ટ બૉલિંગ 59 રન આપીને 7 વિકેટ લીધી છે.

image source

વન ડે કરિયરમાં આ ઑલરાઉન્ડરે 120 મેચ રમી, જ્યારે 173 વિકેટ પણ પોતાના નામે કરી. ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઇરફાન પઠાણે શાનદાર રમત રમી હતી. ઇરફાન પઠાણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો છે. તેણે તેની રમવાની પ્રતિભાના આધારે ખૂબ જ ટૂંકા સમયમાં વિશ્વ ક્રિકેટમાં પોતાનું સ્થાન બનાવ્યું હતું, જોકે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી લાંબું ટકી શક્યું ન હતું.

image source

સફળતા બાદ, મહેસાણામાં ક્રિકેટ એકેડમી ઓફ પઠાન્સ કેપનું ઈરફાન પઠાણ દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. લોંચ કરતા પહેલાં ૨૦૦થી વધુ રજીસ્ટ્રેશન થયા હતા. તેમજ પાંચ પ્રતિભાશાળી બાળકોને વિશેષ સ્કોલરશીપની પણ ઓફર આપવાનુ પણ તેમણે કહ્યુ હતુ. યુવા પ્રતિભાઓને બેસ્ટ ક્રિકેટ કોચીંગ પ્રદાન કરવા માટે તેમજ પ્રોત્સાહન મળી રહે તેવા ઉદ્દેશ્યથી ઈરફાન ક્રિકેટ એકેડમી ઓફ પઠાન્સ કેપનો પ્રારંભ કર્યો હતો.

image source

આજે આપણે ઝડપી બોલરની કુલ સંપત્તિ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. એક સમાચાર મુજબ, ઇરફાન પઠાણની કુલ આ પૂર્વ ભારતીય સંપત્તિ $ 7 મિલિયન યુ.એસ. એટલે કે લગભગ 51 કરોડ રૂપિયા છે. તેની આવકનો મુખ્ય સ્રોત ક્રિકેટ જ જાણવા મળ્યો છે. તેણે વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ક્રિકેટ મેચ અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) થી મોટી રકમ મેળવી છે. કપિલ દેવ પછી ઇરફાન પઠાણને ભારતનો આગામી સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર જાહેર કર્યો હતો.

image soucre

મળતી માહિતી મુજબ, ઇરફાન પઠાણ ગુજરાતના વડોદરામાં લક્ઝરી ડિઝાઇનર હાઉસ ધરાવે છે. તેના ઘરની હાલની કિંમત 6 કરોડ રૂપિયા જાણવા મળી છે. વાત કરીએ જો ઇરફાન પઠાણના કાર કલેક્શનની તો તેની યાદી ઘણી નાની છે. તેની પાસેની કાર બ્રાન્ડ્સમાં મહિન્દ્રા સ્કોર્પિયો, ટોયોટા ફોર્ચ્યુનર, મર્સિડીઝ જેવી મોંઘી બ્રાંન્ડની કારોનો સમાવેશ જોવા મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ