જલ્સા કરોને જેંતીલાલ

IRCTCની ખાસ ઓફરમાં મળે છે આ સુવિધાઓ પણ, જાણો બુકિંગની તારીખ અને ખર્ચ પણ

IRCTC આપના માટે ખાસ ઓફર લાવ્યું છે. આ ઓફરમાં આપને લેહ- લદ્દાખ ફરવાનો અવસર મળશે. આપને એના માટે ફક્ત ૩૨ હજાર રૂપિયા ખર્ચ કરવાના રહેશે.

જો આપ પણ આવનાર દિવસોમાં ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આપના માટે સારો અવસર છે. ઈન્ડીયન રેલ્વે (Indian Railways) આપને લેહ- લદ્દાખ (Leh- Ladakh)સહિત ૬ જગ્યાઓએ ફરવા જવાનો અવસર આપી રહ્યા છે. એના માટે આપને ફક્ત ૩૨ હજાર રૂપિયા ખર્ચ કરવાના રહેશે. આપને જણાવી દઈએ કે, આ પેકેજની શરુઆત અમદાવાદથી થશે શરુ એટલે કે, આપ પોતાની યાત્રા અમદાવાદથી શરુ કરશો. irctctourism.com ના જણાવ્યા મુજબ, મુંબઈથી લેહની યાત્રા ઈન્ડીગો દ્વારા થશે. આ યાત્રામાં અમદાવાદ, લેહ, નુબ્રા, તુતુર્ક, પૈંગોગ, લેહ, અમદાવાદ જેવા વગેરે ડેસ્ટીનેશન સામેલ છે.

image soucre

આપને જણાવી દઈએ કે, અમદાવાદ એરપોર્ટ પરથી આપની મુસાફરી શરુ થશે. અહિયાથી આપને હોટલમાં ચેકઈન કરવાનું રહેશે. ત્યાર પછી જ આપની યાત્રા અહિયાથી શરુ થશે.

IRCTCએ કર્યું ટ્વીટ.

IRCTCએ ટ્વીટ કરીને આ પેકેજ વિષે જાણકારી આપી છે. આ ટુર પેકેજની શરુઆત તા. ૨૭ ઓગસ્ટ, ૨૦૨૧થી અમદાવાદથી શરુ થશે. એના સિવાય વધારે જાણકારી મેળવવા માટે આપ IRCTC પર્યટનની વેબસાઈટ irctctourism.com પર પણ ડીટેલ્સ ચેક કરી શકો છો.

પહેલો દિવસ.

image soucre

યાત્રા અમદાવાદ એરપોર્ટથી શરુ થશે. અહિયાથી આપ સીધા જ લેહ પહોચશો અને હોટલમાં ચેકઈન કરશો.

બીજો દિવસ.

image socure

બીજા દિવસે સવારમાં નાસ્તો કર્યા પછી આપની મુસાફરી શરુ થઈ જશે. ત્યાર બાદ આપ લેહ- શ્રીનગર હાઈ વે પર દર્શનીય સ્થળોની મુસાફરી કરતા આગળ વધશો. અહિયાં આપને હોલ ઓફ ફેમ, કાલી મંદિર અને ગુરુદ્વારા પથ્થર સાહિબ પર ફરવા જવાનો અવસર મળશે. ત્યાર બાદ શાંતિ સ્તૂપની મુસાફરી અને લેહ પેલેસ જોવાનો અવસર મળશે.

ત્રીજો દિવસ.

image soucre

હવે નાસ્તા બાદ આપ ખારદુંગલા દર્રે થી નુબ્રા ઘાટી માટે રવાના થશો. આ રસ્તાને સૌથી સારો રોડ માનવામાં આવે છે. રસ્તામાં ખારદુંગલા દર્રેની આસપાસ ક્યારેય પણ સમાપ્ત નહી થનાર પર્વત શ્રુંખલાઓના શાનદાર દ્રશ્યો પણ જોવા મળી શકે છે. અહિયાં આપ શિવિરમાં ચેક- ઈન કરો. ત્યાર બાદ આપ બપોરના ભોજન બાદ અહિયાથી આગળ વધશો.

ચોથો દિવસ.

સવારના નાસ્તા બાદ આપ તર્તુક ઘાટી જોવાનો અવસર મળશે. રાતના સમયે આપ નુબ્રા વેલીમાં આરામ કરશો.

પાંચમો દિવસ

જલ્દીથી નાસ્તા બાદ આપ પૈગોગ માટે આગળ વધશો. આપને જણાવી દઈએ કે, પૈંગોગ ઝીલ ૧૨૦ કિલોમીટર લાંબી અને ૬- ૭ કિલોમીટર પહોળી ખારા પાણીની ઝીલ છે. પૈગોગ ઝીલમાં આપને કુદરતી દ્રશ્યો કમાલના છે. અહિયાં આપ કુદરતને ખુબ જ નજીકથી અનુભવ કરી શકો છો. અહિયાં આપ રોકાણ કરવાનો અવસર મળશે.

છઠ્ઠો દિવસ.

image soucre

સવાર સવારના આપને ઝીલ પર સૂર્યોદય જોવાનો અવસર મળશે. નાસ્તા બાદ, આપ લેહ પાછા આવી જશો. રસ્તામાં થીકસે મઠ અને શે પેલેસની મુસાફરી કરશો. હોટલ પહોચીને આપ સાંજના ખાલી સમયમાં બજારમાં ફરવા માટે જરૂરથી જવું.

સાતમો દિવસ

સવારના નાસ્તા બાદ હોટલ માંથી ચેકઆઉટ કરો અને અમદાવાદ માટે લેહ એરપોર્ટ પર પહોચવાનું રહેશે.

નહી મળે આ સુવિધાઓ.

image soucre

આપને અમદાવાદમાં એરપોર્ટ ટ્રાન્સફરની સુવિધા નહી મળે. મુસાફરોને અમદાવાદ એરપોર્ટ સુધી જવા માટે જાતે જ વ્યવસ્થા કરવાની રહેશે. એના સિવાય નુબ્રા વેલીમાં ઊંટની સવારીની સુવિધા પણ મળી મળે. હોટલ, ટીપ્સ, ટેલીફોન ચાર્જ, કપડા ધોવાના અને પર્સનલ ઉપયોગની કોઇપણ સુવિધા નહી મળે. એના માટે આપને જાતે જ વ્યવસ્થા કરવાની રહેશે. કોઇપણ વિડીયો કેમેરા ચાર્જ, સ્મારકો માટે એન્ટ્રી ફી પણ એમાં સામેલ નથી. એના સિવાય કોઈ પણ એક્સ્ટ્રા મીલ માટે આપને પોતાના પૈસા ખર્ચ કરવાના રહેશે.

Exit mobile version