IRCTC Packageની ફરવા માટે છે જોરદાર ઓફર, આટલા બધા દિવસ ફરવા માટે આનાથી સસ્તુ પેકેજ ક્યારે નહિં મળે તમને

14 દિવસનો પ્રવાસ અને 12 ધાર્મિક સ્થળ એ પણ ફક્ત 16 હજારમાં, આનાથી સસ્તું ક્યાં મળશે.

આપના દેશમાં તીર્થયાત્રા કરવાની પરંપરા છે અને યાત્રા કરવાથી આપના મનને શાંતિ અને સૂકુંન મળે છે. આપણે આ સૂકુંન માટે કેટલો બધો ખર્ચ કરી નાખીએ છીએ. પરંતુ જો ઓછા ખર્ચમાં તમારે યાત્રા કરવી હોય તો થઈ જાવ તૈયાર.

image source

IRCTC સમય સમયે આવી યાત્રા ની જાહેરાત કરે છે અને એનો લાભ પણ ઘણા લોકો લે છે. ભરત દર્શન દ્વારા irctc ફરી એક વખત લઈને આવ્યું છે “રામાયણ યાત્રા.” આ યાત્રામાં ભગવાન રામના 12 લગતા ધર્મસ્થળ ને આવરી લેવામાં આવ્યા છે.

image source

આ પેકેજ ખુબજ સસ્તું અને સુવિધાયુક્ત છે. તમેજ વિચારો કે 16 હજાર રૂપિયા અને એ પણ 12 ધાર્મિક સ્થળ અને 14 દિવસ માટે. આટલું સસ્તું બીજે ક્યાં મળે. આવો જાણીએ આ ખાસ પેકેજ વિશે.

image source

IRCTCના આ પેકેજમાં 14 દિવસ અને 13 રાત્રી છે, જેના માટે ફક્ત 15 હજાર 990 રૂપિયા જ ચૂકવવાના રહેશે તમારે. આ યાત્રામા રામના જન્મસ્થળ અયોધ્યાથી લઈ ને સીતામાતાના જન્મસ્થળ જનકપુર (નેપાળ) સુધી યાત્રા કરાવશે. યાત્રા દરમિયાન લોકો 12 ધર્મસ્થળ ના દર્શન કરશે.

image source

આ યાત્રા મા નીચેના સ્થળો પર લઈ જશે. 1) હંપી 2) નાસિક 3) ચિત્રકૂટ ધામ 4) વારાણસી 5) બકસર 6) રઘુનાથપુર 7) સીતામઢી 8) જનકપુર (નેપાળ) 9) અયોધ્યા 10) નંદીગ્રામ 11) અલ્હાબાદ 12) શ્રુગવેરપુર. આ સ્થળ પર તમને ટ્રેનમાં લઈ જશે.

IRCTCની આ યાત્રામાં લોકો ચેન્નઈ અને મદુરાઈ ઉપરાંત દિદીગુલ, કરુર, ઇરોડ, સલેમ, જોલપેન્ટઈ, કાતપાડી, નેલ્લોર, વિજયવાડા વગેરે જગ્યાએથી બેસી શકશે.

image source

ક્યારથી ક્યાર સુધી આ યાત્રા છે. કઈ તારીખે ઉપડશે અને કઈ તારીખે પાછી આવશે.

આ યાત્રા આવતા માર્ચ મહિનાની 5 તારીખથી શરૂ થઈ ને 18 માર્ચે સમાપ્ત થશે. પાંચ માર્ચે ટ્રેન મદુરાઈ સ્ટેશનેથી ઉપડશે અને પછી બીજા સ્ટેશનના યાત્રી ને લઈ ઉપડશે. રિટર્નમાં પણ 18 માર્ચે દરેક સ્ટેશને પેસેન્જરને ઉતારતી ઉતારતી પાછી 18 માર્ચે પાછી મદુરાઈ સ્ટેશને આવશે.

image source

સ્લીપર કલાસમાં યાત્રા અને ખાવાનું પણ આમાં સામેલ છે. બીજી કઈ કઈ સુવિધા મળશે.

આ યાત્રામાં દરેક વ્યક્તિએ 15990 રૂપિયા ચૂકવવાના રહેશે. આ યાત્રામાં સ્લીપર ક્લાસમાં યાત્રા કરવા મળશે અને સાથે દરેક જગ્યાએ રહેવા માટે હોટેલ સ્ટે પણ આ પેકેજમાં સામેલ છે.

image source

આ ઉપરાંત ત્રણ ટાઈમ ખાવાનું પણ આ પેકેજમાં સામેલ છે. જ્યારે કોઈ પર્યટન સ્થળમાં એન્ટ્રી કરવા માટેની ફી પોતાને ચૂકવવી પડશે. બીજા કોઈ પણ ખર્ચ યાત્રીએ પોતાને ચૂકવવાના રહેશે. IRCTCની વેબસાઈટ પર ઓનલાઈન બુકીંગ કરવી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ