IRCTC ePayLaterની આ સુવિધા છે જોરદાર, જાણો અને ઉઠાવો લાભ…

IRCTC epay later: રેલવે ટિકિટના પૈસા ૧૪ દિવસ પછી ચૂકવી શકાય છે ચાલો જાણીએ કેવીરીતે?…

રેલવે epay laterની સુવિધા અર્થશાસ્ત્ર ફિનટેક પ્રા. લિમિટેડની મદદથી આપી રહી છે.

image source

ભારતીય રેલવેએ epay laterની સુવિધા શરૂ કરી છે. આ સુવિધાનો ઉપયોગ કરનારને તરત ટિકિટ બુક કરીને તેની ચુકવણી પછીથી કરી શકે છે. આ સુવિધા યાત્રીઓને તત્કાલિક ટિકિટમાં પણ મળી શકે છે. ભારતીય રેલવે આ સુવિધા અર્થશાસ્ર ફિનટેક પ્રા. લિમિટેડની મદદથી આપી રહી છે. આ સુવિધા હેઠળ રેલવે યાત્રીઓને ઓનલાઇન ટિકિટ ખરીદવા પર ૧૪ દિવસ સુધી વગર વ્યાજની મુદત આપવામાં આવે છે, જેમાં યાત્રીએ ટિકિટના પૈસા ૧૪ દિવસમાં ચૂકવી દેવાના હોય છે.

image source

તાત્કાલિક રિઝર્વેશનમાં પણ આ સુવિધા મળવાથી યાત્રીઓને ટિકિટ બુકીંગની ચિંતાની સાથેજ ગેટવે પેમેન્ટ ફેલ થવાની પણ ચિંતા રહેતી નથી. બુકીંગ અમાઉન્ટ કન્ફર્મ કરીને ટિકિટ બુક કરી શકે છે અને પેમેન્ટ પછી પણ કરી શકે છે. જો તમે પણ રેલવેની આ સુવિધાનો લાભ લેવા ઇચ્છતા હોવ તો તેની પ્રક્રિયાની પુરી જાણકારી મેળવી લઈએ.:

image source

– આપણે સૌપ્રથમ epay letar પર સાઈન અપ કરવાનું રહેશે. નવું એકાઉન્ટ બનાવવા માટે ઉપયોગકર્તાને ફોન નંબર, ઇમેઇલ આઈડી અને પાનકાર્ડ નંબરની જરૂરિયાત રહેશે. આનાથી ઉપયોગકર્તાને ઓટીપી મળશે.

– હવે આપણે ભારતીય રેલવેની વેબસાઈટ irctc. co. In પર જવાનું રહેશે. ત્યારબાદ ટિકિટ બુક કરી લેવી. ત્યારપછી પેમેન્ટ કરવાના વિકલ્પમાં epay laterના વિકલ્પને પસંદ કરવો. આનાથી આપને epay later ની વેબસાઈટ પર આગળ દોરી જવામાં આવશે. અહીંયા આપને આપનો મોબાઈલ નંબર અને ઓટીપી સાથે લોગઇન કરવાનું રહેશે.

image source

– આમ, epay later આપના તરફથી irctc ને પેમેન્ટ કરી દેશે અને આપની ટિકિટ બુક થઈ જશે.

– બસ આપને એ જ વાતનું ધ્યાન રાખવાનું છે કે ટિકિટ બુક થયાના ૧૪ દિવસની અંદરજ ટિકિટના પૈસા ચૂકવી દેવાના રહેશે. આ માટે આપને epay later તરફથી ઈમેલ અને મેસેજ દ્વારા એક પેમેન્ટ લિંક મોકલી આપવામાં આવશે, જેના પર કિલક કરીને આપ પેમેન્ટ કરી શકો છો.

image source

– ખાસ ધ્યાન રાખવા બાબત, કે આપે ૧૪ દિવસની અંદર ટિકિટ બુકનું પેમેન્ટ ચૂકવી દેવું . જો એમ ન થાય તો આપની ઉપર ૩૬% વાર્ષિક વ્યાજના દરથી પીનલ ઇંટ્રેસ્ટ લગાવવામાં આવશે. ત્યાંજ બીજી બાજુ ટિકિટ કેન્સલેશન કે પછી ઉપયોગકર્તાને નિષ્ક્રિય કરવાના વિકલ્પને પણ અપનાવવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ