આમિરની દીકરી ઇરા ખાને રિલેશનશિપને લઇને કરી એવી વાત, કે જાણીને તમને પણ લાગશે નવાઇ

આમિર ખાનની દીકરી ઇરા ખાને પોતાના પ્રેમ-સંબંધ વિષે મિડિયા સાથે કરી ખુલીને વાત

image source

આમિર ખાનની દીકરીએ હજુ સુધી બોલીવૂડમાં પ્રવેશ નથી કર્યો પણ નાટ્ય દીગ્દર્શક તરીકે તેણીએ મનોરંજન જગતમાં પ્રવેશ કરી લીધો છે. જો કે તેણી બોલીવૂડમાં પ્રવેશે તે પહેલાં જ તેણીના સોશિયલ મિડિયા અકાઉન્ટ પરની પોસ્ટ્સના કારણે તેણી અવારનવાર ચર્ચામાં રહ્યા કરે છે.

image source

આમિર ખાનની દીકરી એક સ્વયંત્ર વ્યક્તિત્ત્વ ધરાવે છે. તેણીએ તાજેતરમાં પોતાના બોયફ્રેન્ડ મિશાલ ક્રિપલાની સાથેના પ્રેમ સંબંધ વિષે ખુલીને મિડિયા સાથે વાત કરી હતી.

તેણીએ પોતાના સંબંધ વિષે જણાવ્યું હતું કે તેણી પોતાની રિલેશનશિપ વિષે વધારે ખુલવા નહોતી માગતી અને તેણી સોશિયલ મિડિયા અકાઉન્ટ પર તેણીને જે યોગ્ય લાગતું તે જ પોસ્ટ કરતી હતી.

image source

તેણીનું એવું માનવું છે કે તેણે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પેજને સંપૂર્ણ રીતે વાસ્તવિક રાખવું જોઈએ. તેણીને જે પોસ્ટ કરવા યોગ્ય લાગ્યું તે જ તેણી પોસ્ટ કરે છે.

image source

તે વિષે તેણી જણાવે છે કે તમે શું પોસ્ટ કરો છો તેનો આધાર તમે કેવી વ્યક્તિ છો તેના પર છે. જો તમે તમારા વિષે ખુલીને વ્યક્ત કરવા માગતા હોવ તો તમે તે જણાવી શકો છો. જો તમે તેમ નથી કરવા ઇચ્છતા તો તમે તેવું ન કરો.

જો કે હું વાસ્તવિક જીવનમાં શું છું ? શું પસંદ કરું છું ? તે બધું હું જણાવવા નથી માગતી, પણ બીજી બાજું હું મારા અંગત જીવનને છુપાવવા પણ નથી માગતી.

image source

ગયા વર્ષે ઇરા ખાને પોતાના બોય ફ્રેન્ડ સાથેના ડેટીંગને બે વર્ષ પૂરા થયા તે વિષે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણીએ લખ્યું હતું હું, બધું જ ઠીક થઈ જશે, હું તને ખુબ યાદ કરું છું.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira) on

તમને જણાવી દઈએ કે મિશાલ કૃપલાની એક મ્યુઝિશિયન છે. ગયા જૂનમાં તેણીએ એક પોસ્ટ શેર કરીને પોતાનો મિશાલ સાથેનો સંબંધ માની લીધો હતો.

તેણીને તેણીના સોશિયલ મિડિયા ફેન દ્વારા પુછવામાં આવ્યું હતું કે શું તેણી રીલેશનશીપમાં છે ત્યારે તેણીએ મિશાલ સાથેની એક તસ્વીર શેર કરી હતી અને પોતાની આ પોસ્ટ સાથે તેણીએ મિશાલને ટેગ પણ કર્યો હતો.

image source

અને તેણી માત્ર એકવાર નહીં પણ અવારનવાર મિશાલ સાથે પોતાની તસ્વીર શેર કરતી રહે છે. આ પહેલાં તેણીએ વેલેન્ટાઇન ડે પર પણ મિશાલ સાથે એક વિડિયો સેર કરી હતી જેમાં મિશાલ, પિયાનો વગાડતા વગાડતા ગીત ગાઈ રહ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ira Khan (@khan.ira) on

આ ઉપરાંત મિશાલ પણ પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર ઇરા ખાન સાથેની તસ્વીર શેર કરતો રહે છે. છેલ્લે તેણે ઇરા ખાનની બર્થડે વિશ કરતી એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે તેને ઇરા સાથે કલાકોના કલાકો નેટફ્લિક્સ જોવું પસંદ છે.

 

View this post on Instagram

 

A post shared by Mish (@mishkrips) on

ઇરા ખાનના કામની વાત કરીએ તો તેણીએ થોડા સમય પહેલાં જણાવ્યું હતું કે તેણીને કેમેરાની પાછળ રહીને કામ કરવું ખૂબ પસંદ છે. તેણી જણાવે છે કે તેણી કેમેરા પાછળ વધારે સ્વાભાવિક રહે છે.

જો કે તેણીને કોઈ એક્શન ફિલ્મની ઓફર આવે અને તેણીને તેમાં ભરપૂર એક્શન કરવા મળે તો તેણી તે વિષે વિચારી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ