જલ્સા કરોને જેંતીલાલ

130 કિલો હતુ વજન, આ IPSએ માત્ર 9 મહિનામાં જ ઘટાડી દીધું 43 કિલો વજન, જોઇ લો ધડાધડ થઇ રહેલી આ વાયરલ તસવીરો

આજે અમે તમને એવા આઈપીએસ અધિકારી વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની વજન ઘટાડવાની યાત્રા કોઈ ઉદાહરણ કરતા ઓછી નથી. મધ્યપ્રદેશના આઈપીએસ અધિકારી વિવેક રાજસિંહે ફક્ત 9 મહિનામાં તેનું વજન 43 કિલો ઘટાડ્યું છે. હવે વિવેક રાજ સિંઘનું વજન 87 કિલો છે જ્યારે 9 મહિના પહેલા તેનું વજન 130 કિલો હતું.

image source

છત્તરપુરના ડીઆઈજી વિવેક રાજ સિંહ તેમની વજન ઘટાડવાની જર્ની વિશે કહે છે, જ્યારે મેં ચાલવાનું શરૂ કર્યું ત્યારે આવું કોઈ લક્ષ્ય નહોતું અને આજે હું ક્યાં પહોંચી ગયો છું તેની કલ્પના પણ કરી શકતો નથી. હું 130 કિલોનો હતો અને હું વિચારતો હતો કે નેશનલ પોલીસ એકેડેમી (એનપીએ) ની પાસિંગ આઉટ પરેડ દરમિયાન જો હું 104 કિલોગ્રામનું લક્ષ્ય હાંસલ કરું તો તે મોટી વાત હશે, પરંતુ તે પણ શક્ય નહોતું લાગતું.

image source

વિવેક રાજસિંહે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર વજન ઘટાડવાની યાત્રા શેર કરી છે. તેમનું કહેવું છે કે તે નાનપણથી વધારે વજન ધરાવતા હતા. જ્યારે તે 8માં વર્ગમાં હતા ત્યારે તેનું વજન 88 કિલો હતું, ત્યારબાદ તે તાલીમ માટે રાષ્ટ્રીય પોલીસ એકેડેમી (એનપીએ) ગયો ત્યાં સુધીમાં તેનું વજન 134 કિલો થઈ ગયું, એનપીએમાં 46 અઠવાડિયાની સખત મહેનત પછી, તેનું વજન જરૂર થોડુ ઓછુ થઈને 104 કિલો સુધી પહોંચી ગયું. ત્યારબાદ બિહારના નક્સલવાદી વિસ્તારોમાં તૈનાત દરમિયાન વજન વધીને 134 કિલો થઈ ગયું.

image source

વિવેક રાજ સિંહ કહે છે કે તે શરૂઆતથી જ ભોજનનો શોખીન છે, તેથી છેલ્લા 9 વર્ષમાં તેણે 8-9 કિલો વજન ઘટાડ્યું હતું અને 130 કિલો વજન જાળવ્યું હતું. વિવેક કહે છે, મારું વજન ઘટાડવાની મુસાફરી અચાનક શરૂ થઈ હતી, મેં કંઈ આ માટે આયોજન કર્યું નહોતુ. મેં ચાલવાનું શરૂ કર્યું, હું વોકિંગ કરતી વખતે એપનો ઉપયોગ કરતો હતો – સ્ટેપ સેટ ગો અને વોકિંગ કરતી વખતે ધીમે ધીમે સ્ટેપ વધી ગયા અને દરરોજ મેં તેને એક પડકાર તરીકે લીધું અને મારું વજન ઓછું થવા લાગ્યું. લગભગ 5-6 મહિનામાં લગભગ 28 કિલો વજન ઘટી ગયું, અને પછી મને ખબર પડી કે હું મસલ પણ લોસ થઈ રહ્યા છે. પછી ફેસબુક પર એક ફિટર ગ્રુપ છે, મને તેની પાસેથી ઘણી માહિતી મળી.

image source

હવે તમારા મગજમાં એક સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે પોલીસ વિભાગમાં ડીઆઈજી તરીકે નોકરી કરતી વખતે વિવેક આ બધું કેવી રીતે કરી શકતા હલે અને તેની વ્યસ્ત દિનચર્યાથી તંદુરસ્તી માટે સમય શોધવો કેટલું મુશ્કેલ છે.

વિવેક કહે છે કે આ સવાલના જવાબમાં તે ખૂબ જ મુશ્કેલ નહોતું કારણ કે જીવનશૈલીમાં જ સામેલ થઈ ગયું છે. દેખીતી રીતે મારું કામ એવું છે કે જ્યાં ઘણા બધી પડકારો હોય છે, ઘણી પ્રકારની સમસ્યાઓ હોય છે, પરંતુ મે તેને રૂટિનમાં સામેલ કર્યું. જેવો મને કોઈનો ફોન આવતો તો હુ ચાલવાનું શરૂ કરી દેતો અને આ રીતે મેં તેને મારી દિનચર્ચામાં સામેલ કરી લીધુ.

image source

વિવેકે કહ્યું, હું બધા લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા વિનંતી કરીશ, ખોરાક આમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ પરિબળ છે, ખોરાકના પોષક તત્ત્વો પર ધ્યાન આપો, ભારતીય ખોરાકમાં આપણી પાસે ખૂબ ઓછી પ્રોટીન હોય છે, પ્રોટીન લેવાનું ખૂબ મહત્વનું છે, ખાસ કરીને સ્નાયુ મેળવવા. પ્રોટીન ઉમેરવાની ખાતરી કરો. ઉપરાંત, તમે જુઓ છો કે તમે શું ખાવ છો અને તમને કેટલી જરૂર છે અને તમારી અનુકૂળતા મુજબ કોઈપણ શારીરિક વર્કઆઉટ કરો.

image source

વિવેક રાજ સિંહ 2006 બેચના આઈપીએસ અધિકારી છે, હાલમાં તે છત્તરપુર રેન્જમાં ડીઆઈજી તરીકે ફરજ બજાવે છે, તે પહેલાં તે બિહારના લખીસરાય, ઓરંગાબાદ અને પટના રેલ્વેમાં એસપી તરીકે ફરજ બજાવતા હતા. કેડર ટ્રાન્સફર થઈને આસામના જિલ્લાઓમાં એસપી તરીકે સેવા આપી હતી અને પછી ઈન્ટર કેડર ડેપુટેશન પર મધ્ય પ્રદેશમાં આવીને SP PTS સાગર, SP સિવનીમાં તેનાત રહ્યા. આઈપીએસ વિવેક રાજ સિંહની પત્ની વર્નાલી ડેકા પણ 2009 બેચના આઈએએસ અધિકારી છે, વિવેક રાજ સિંહે ઇલેક્ટ્રોનિક્સ અને ટેલિકમ્યુનિકેશનમાંથી એન્જિનિયરિંગ કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong

Exit mobile version