અનોખી ગૌ-સેવા કરતી મહિલા IPS ઓફિસરની ઘરે-ઘરે થઈ રહી છે ચર્ચા, ગાયોની આ રીતે કરી રહી છે સેવા

પોલીસની વર્દી એટલે કાયદો અને વ્યવસ્થાની જાળવણી કરવી. અનેક પડકારજનક જવાબદારી તેમને નિભાવવાની હોય ત્યારે અંગત નિસબત, પસંદ-નાપસંદમાં બાંધછોડ કરવી પડતી હોય છે. અહી એક એવા પોલીસ વડાની વાત થઈ રહી છે કે જેમણે ગૌમાતા પ્રત્યેનો અનોખો નાતો સતત જાળવી રાખ્યો છે. અહી આઇપીએસ અધિકારી ઉષા રાડાની વાત થઈ રહી છે. આ અગાઉ પણ ઉષા રાડાની ગીર ગાયને વોલીબોલ લાગ્યો હતો અને વાત સીએમ ઓફિસ સુધી પહોચી હતી. તાજેતરમા ફરી એકવાર ઉષા રાડા ચર્ચામા છે.

image source

એક અહેવાલ મુજબ, સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં રહેતાં આઇપીએસ અધિકારી ઉષા રાડાએ ઘરની પાછળ તેમણે ગૌશાળા બનાવી છે. ગૌશાળાની 7 ગાયો તેમના પરિવારના સભ્યની જેમ જ રાખવામા આવી છે. મળતી માહિતી મુજબ, ગાયોને રોજ 47 પ્રકારની જડીબુટ્ટીથી મિશ્રિત દાણ આપવામાં આવે છે. અહી ફક્ત ગાયો જ નહી વાછરડાં પણ રાખવામા આવેલા છે.

image soucre

જાણવા મળી રહ્યુ છે કે ગૌશાળામાં ગાયોના નામથી લઈને તેના જન્મ તારીખની પણ નોંધ રાખવામા આવે છે. આ સિવાય ત્યાના વાછરડાંઓની માતાનું નામ ઉપરાંત ક્યા સમયે તે ગાયને સુરતમાં લાવવામા આવી હતી જેવી નાની નાની વિગતો લખેલી નેમપ્લેટ ત્યા જોવા મળે છે. આ ગૌશાળામાં ગાયોને નામથી બોલાવે એટલે તરત નજીક આવી વ્હાલ કરતી જોવા મળે છે. આ ગાયોના નામ વિશે વાત કરીએ તો ક્રિશ્ના, ખુશી, જાનકી, સરસ્વતી જેવા સુંદર નામ અપવામા આવ્યા છે અને વાછરડાંના નામ પણ યશ અને પૂનમ રાખેલા છે.

image source

આ ગાયો માટે ગૌશાળાની સુવિધા વિશે નજર કરવામા આવે તો અહી 10 પંખા, 8 ટ્યુબલાઇટ, મચ્છર દૂર રાખવા માટે મૉસ્કીટો લાઇટ્સની પણ વ્યવસ્થા છે. તમને જાણીને નવાઇ લાગશે કે અહી સંગીત સાંભળવા માટે સ્પીકર સહિતની સુવિધા પણ ગાયો માટે રાખવામાં આવી છે.

image source

મળતી માહિતી મુજબ ઉષા રાડાએ ગાયનું મૃત્યુ થતા ઘર સામે સમાધિ પણ બનાવી છે. મહિલા પોલીસ અધિકારીએ ઘરની સામે જ બે ગાયોની સમાધી બનાવી વાત બહાર આવતા ચારે તરફ આ ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં એક ગાયનું નામ ગંગા અને બીજીનું યશોદા છે. બન્ને ગાયોની સમાધિ પર દરરોજ ફૂલ ચઢાવવામાં આવે છે.

image soucre

આ મૃત્યુ પામેલી ગાયની અપાયેલી સમાધિ વિશે વાત કરીએ તો 2017માં મહિસાગરમાં જન્મેલી ગંગા નામની ગાય બીમાર થતાં અમદાવાદ, જૂનાગઢ તથા કચ્છથી ડૉક્ટરો બોલાવાયા હતા. 8 ડોકટરોની ટીમ ગાયને બચાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા હતા. પરંતુ તેઓ ગાયને બચાવી શક્યા ન હતા. છેવટે ગત 3 માર્ચે ગંગાએ અંતિમ શ્વાસ લીધા હતા. આ જ રીતે યશોદા નામની ગાયનું પણ મૃત્યું થયું હતું. <

image source

એ પછી બન્ને ગાયોની સમાધિ બનાવવામાં આવી હતી. ઉષા રાડાએ લોકોને સંદેશ આપતા કહ્યુ હતુ કે દરેકે ગાય પ્રત્યે જીવભાવના રાખવી જોઇએ. જો કે હાલમાં પરિસ્થિતિ એવી છે કે મોટા શહેરોમાં કદાચ ભૂલથી પણ જો ઘર બહાર ગાય દેખાય તો લોકો ત્યાં ઉભવા દેવા પણ રાજી નથી અને હાંકી કાઢે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ