જલ્સા કરોને જેંતીલાલ

આ સ્ત્રી IPS અધિકારીએ એકલે હાથે 16 ઉગ્રવાદીઓ ને મોતને ઘાટ ઉતાર્યા…

આ સ્ત્રી IPS અધિકારીએ એકલે હાથે માત્ર 15 જ મહિનામાં 16 ઉગ્રવાદીઓ ને મોતને ઘાટ ઉતાર્યા અને 64 ની ધરપકડ કરી

સંજુક્તા પરાશર એક પ્રચંડ આઈપીએસ વિરાંગના

આજે આખો દેશ જ્યાં આતંકવાદ અને ભ્રષ્ટાચાર સામે લડી રહ્યો છે ત્યારે કેટલીક સ્ત્રી પોલીસ અધિકારીઓ આપણા માટે આશાનું કીરણ જગાવી રહી છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આસામની આઈપીએસ અધિકારી જેને લોકો આયર્ન લેડી ઓફ આસામ તરીકે પણ જાણે છે તેવી સંજુકતા પરાશરની. તેણી પોતાના અત્યંત બહાદુરીભર્યા કારનામાના કારણે ચકચાર જગાવી રહી છે. સંજુક્તા 2006 બેચની આઈપીએસઅધિકારી છે.

સંજુકતા પરાશરની આસામના આઇપીએસ અધિકારી તરીકે નીમણૂક કરવામાં આવી છે. તેણી આસામની પ્રથમ સ્ત્રી આઈપીએસ ઓફિસર છે. તેણીએ છેલ્લા 15 જ મહિનામાં 64 ઉગ્રવાદીઓની ધરપકડ કરીને એક ઉદાહણ પુરુ પાડ્યું છે.

જો કે આ પહેલાંપણ યામિન હઝારીકા પણ આઈપીએસ બની હતી જો કે તેણીએ આસામમાં સેવા નહોતી આપી તેણીએ ચાણક્યપુરીમાં એસીપી તરીકે અને દીલ્લી આર્મ્ડ પોલીસમાં ડીસીપી તરીકે ફરજ બજાવી હતી. આસામની બીજી આઈપીએસ મહિલા અધિકારી હતી ડી રાની ડોલે બર્મન, તેણી હાલ નોર્થ ઇસ્ટ પોલિસ એકેડેમીની ડીરેક્ટર છે.

હવે આપણે પાછા સંજુક્તા પરાશરની વાત પર આવીએ. સંજુક્તાએ પોતાનું પ્રાથમિક શિક્ષણ આસામમાં પૂર્ણ કર્યું અને ત્યાર બાદ ઇન્દ્રપ્રસ્થ યુનિવર્સિટીમાંથી તેણીએ પોલીટીકલ સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું. ત્યાર બાદ તેણીએ યુએસ ફોરેન પોલીસીના વિષય પર જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી માંથી PhD કર્યું. એટલે તમે તેને ઓફિશિયલી ડો. સંજુક્તા પરાશર કહી શકો. સંજુક્તાને બાળપણથી જ સ્પોર્ટ્સમાં ખુબ જ રસ હતો અને તેણીએ કેટલાએ ઇનામ પણ જીત્યા છે.

તેણીના લગ્ન આઈએએસ અધિકારી સાથે થયા છે જે પણ આસામમાં જ ફરજ બજાવે છે. જો કે બન્ને પતિ પત્ની કેટલીકવાર મહિનાઓ સુધી એકબીજાને મળી શકતા નથી. તેણીને એક દીકરો પણ છે અને તેણીની ગેરહાજરીમાં તેની સંભાળ તેની માતા લે છે.

તેણીએ પોતાની 2006ની બેચમાં 85મો AIR (ઓલ ઇન્ડિયા રેન્ક) મેળવ્યો હતો. છેવટે તેણીએ પોતાનું પોલીસમાં જોડાવાનું સ્વપ્ન પુર્ણ કર્યું. ત્યારથી તેણી આસામના આતંકવાદીઓને એક પળ પણ આરામથી બેસવા નથી દેતી. સોનીતપુર જિલ્લાની સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ એવી સંજુક્તા નિર્ભય થઈને આસામના આતંકગ્રસ્ત વિસ્તારોમાં એકે-47 લઈને નીકળી પડે છે. બોડો ઉગ્રવાદીઓમાં તેણીની ધાક છે.

તેણી જ્યારે શાળામાં હતી ત્યારે પણ આસામમાં વકરેલા ભ્રષ્ટાચાર અને ઉગ્રવાદ બાબતે ખુબ જ ચિંતિત હતી માટે જ પોતાના સારા ગ્રેડ છતાં તેણીએ નક્કી કર્યું કે તેણી પોતાના રાજ્યમાં જ રહેશે અને આ સમસ્યા પર કામ કરશે.

તેણીને સૌપ્રથમ આસીસ્ટન્ડ કમાન્ડન્ટ તરીકે 2008માં આસામના માકુમમાં મોકલવામાં આવી હતી. ત્યારબાદ તરત જ તેણીને આસામના ઉડલગુરીમાં બોડો અને ગેરકાનુની બાંગલાદેશી ઉગ્રવાદીઓ વચ્ચેના કોમી તોફાનોને કાબુમાં લાવવા માટે ટ્રાન્સફર કરી દેવામાં આવી.

માત્ર 15 જ મહિનામાં પોતાના ઓપરેશનો દ્વારા તેણીએ લગભગ 16 આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા અને 64ની ધરપકડ કરી.

4 વર્ષના બાળકની માતા સંજુક્તાએ હાલમાં જ એક ઓપરેશન પાર પાડ્યું જેમાં તેણી પોતે જ એકે 47 રાઇફલ સાથે ખેતરમાં કુદી પડી હતી. છેલ્લા થોડા વર્ષ માટે તેણીએ પોતાની જાતને એન્ટી-બોડો મિલિટન્ટ ઓપરેશન માટે સમર્પિત કરી દીધી હતી.

તેણીને નેશનલ ડેમોક્રેટીક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ (NDFB) તરફથી કેટલીએ ધમકીઓ મળી છે. જો કે તેનાથી તેણીના કર્તવ્ય પર કોઈ જ અસર થઈ નથી.

સંજુક્તા અગણિતવાર રાઇફલ કેમ્પોમાં ગઈ છે કે જેથી કરીને તેણી આંતંકવાદી હૂમલાનો ભોગ બનેલા ઘરો તેમજ કુટુંબોને મળી શકે. તેણી બે મહિનામાં માત્ર એક જ વાર પોતાના કુટુંબ તેમજ પતિ સાથે સમય પસાર કરી શકે છે. સંજુક્તાની આતંકવાદ અને ભ્રષ્ટાચાર સામે લડવાની જીગર અને સમર્પણ ખરેખર દાદ માગી લે તેવા છે.

તેણી એક ખુબ જ નમ્ર અને પ્રેમાળ વ્યક્તિ છે. તેણીનું એવું કહેવું છે કે માત્ર આતંકવાદીઓએ જ તેણીથી ડરવું જોઈએ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version