જલ્સા કરોને જેંતીલાલ

માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં IPS બની ગયા હતા સચીન અતુલકર..બોલીવુડ હીરો પણ આમની આગળ ફેલ

મધ્યપ્રદેશના IPS સચીન અતુલકર ફિટનેસનાં મુદ્દે પોલીસ પ્રશાસનનાં ઓફિસર-કર્મચારીઓનાં આઈકોન છે. સચીન માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં IPS બની ગયા હતા. તે જ્યાં પણ જાય છે યુવક-યુવતીઓ તેમને સેલ્ફીની રિક્વેસ્ટ કરવા લાગે છે.


સચીન અતુલકર ૨૦૦૭ બેચનાં પાસઆઉટ છે અને તે માત્ર ૨૨ વર્ષની ઉંમરમાં IPS બની ગયા હતા. તેમના અનુસાર એમને ગ્રેજ્યુએશન બાદ અટેંપ્ટ કર્યુ અને પહેલીવારમાં જ સફળ થયા.


IPS સચીનનો જન્મ ભોપાલમાં થયો હતો. તેમના પિતા ફોરેસ્ટ સર્વિસથી નિવૃત અને ભાઈ મિલ્ટ્રીમાં છે. તે ૧૯૯૯માં રાષ્ટ્રીય કક્ષા પર ક્રિકેટ રમી ચૂક્યા છે અને તેને ૨૦૧૦માં ગોલ્ડ મેડલ પણ મળી ચૂક્યું છે.


૮ ઑગષ્ટ ૮૪માં ભોપાલમાં જન્મેલા સચીનની પારિવારિક પૃષ્ઠભૂમિ પણ હેલ્થ કોન્સિયશ રહી છે. સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે સચીન સ્પોર્ટસમાં પણ સારા રહ્યા. રમતમાં વિશેષ રૂચીનાં ચાલતા વર્ષ ૧૯૯૯માં સચીને ક્રિકેટમાં રાષ્ટ્રીય સ્તર પર રમ્યા. ક્રિકેટ સિવાય IPS ટ્રેનિંગ દરમિયાન ઘોડેસવારીને પોતાનો શોખ બનાવ્યો. આ જ કારણ રહ્યું કે વર્ષ ૨૦૧૦માં ઘોડેસવારીનાં રાષ્ટ્રીય સ્તર પર શો જંપીંગમાં અતુલને ગોલ્ડ મેડલથી નવાઝવામાં આવ્યા.


IPS સચીન અનુસાર જ્યારે તે IPS થયા તો તેમને પોતાની ફિટનેસ પર પણ ધ્યાન આપ્યું અને આજ તે બધાને માટે એક મિસાલ બની ગયા છે. જ્યારે બોડી બિલ્ડિંગનું ચયન કર્યુ તો તેના માટે તેમને એક કોચનું માર્ગદર્શન મળ્યું જેનાથી તે પરફેક્ટ બોડી બનાવવામાં સફળ થયા. તે રોજ કસરત કરે છે અને ઓકેજનલી યોગા પણ કરે છે. તેઓનાં અનુસાર, કસરત કરવાથી તણાવ દૂર થાય છે અને મગજ પણ ફ્રેશ રહે છે જેનાથી તે બધુ સારી રીતે પોતાની ડ્યુટી કરી શકે છે. IPS સચીને એ પણ કહ્યું કે બોડી બિલ્ડીંગથી એક સારું વ્યકિતત્વ, મગજ અને બોડીને ડેવલપ કરે છે.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ!
– તમારો જેંતીલાલ

Exit mobile version