વિદેશની કોર્પોરેટ નોકરી છોડીને આવ્યા દેશમાં પરત, કર્યો ૪૨,૦૦૦ યુવાનોનો ઉદ્ધાર…

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો અનુસાર મહારાષ્ટ્ર દેશનું બીજું એવું રાજ્ય છે જ્યાં કિશોર અપરાધીની સંખ્યા સૌથી વધારે છે. અહી આંકડા એકદમ ચોંકાવી દે એવા છે. યુવાનો ગેર માર્ગે દોરાવા એ દેશના ભવિષ્ય માટે ખુબ જ નુકશાનકારક છે. આ ઉપરાંત યુવાનોમાં વધતી જતી કટ્ટરતા દેશ માટે કોઈ ઝેરથી ઓછી નથી.આવી સમસ્યાને વળતો જવાબ આપવા માટે IPS ઓફિસર હર્ષ એ. પોદ્દાર એ એકદમ અનોખો રસ્તો અપનાવ્યો કે જેથી યુવાનો માટે માર્ગ મોકળો થયો.હર્ષનો જન્મ કોલકાતામાં થયો હતો અને એની સ્કુલનુ નામ લા માર્ટીનીયર હતું. ત્યારબાદ એમણે ગ્રેજ્યુએશન કોલકાતાના જ નેશનલ યુનીવર્સીટી ઓફ જુડીસિયલ સાઈસેજમાંથી કર્યું હતું. એ પછી એમને યુ.કે. ની સરકાર તરફથી શેવનિગ સ્કોલરશીપ આપવામાં આવી હતી જેના પછી એમણે OXFORD UNIVERSITYમાંથી INTERNATIONAL AND CONSTITUTIONAL LAW માં અભ્યાસ કરી માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેમણે દુનિયાની સૌથી મોટી લોની કંપની CLIFORD માં કોર્પોરેટ વકીલ તરીકે કામ કર્યું.

હર્ષનુ સપનું હતું કે તે સાદા વ્યક્તિના જીવનમાં એક બદલાવ લાવે, નઈ કે આખી જીંદગી એકની એક કોપોરેટ નોકરી જ કર્યા કરે.આજ કારણે એમણે ૨૦૧૧ માં ભારત પાછા આવવાનો નિશ્ચય કર્યો. ભારત આવીને એમણે સિવિલ સર્વિસીસથી એમના સપના પુરા કરવાનુ વિચાર્યું. એમણે ૨ વાર UPSC ની પરીક્ષા આપી. ૨૦૧૩ માં એમણે બીજીવાર UPSC ની પરીક્ષા આપી જેમાં તેઓ ૩૬૨ મા ક્રમે પાસ થયા. ત્યાર બાદ તેમણે IPS માં કામ કરવાનું નક્કી કર્યું અને મહારાષ્ટ્ર કૈદરમાં ઓફિસર બની ગયા.સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ અકાદમીની ટ્રેનીગ દરમિયાન હર્ષ એ નેત્રહીન છોકરાઓ માટે એક વર્કશોપ કરાવ્યો. એમણે છોકારાઓને નાના નાના સમૂહમાં વહેચીને બધાને એક સવાલ કર્યો કે જો વિકલાંગો માટે કોઈ કાયદો ઘડવાનો હોય તો તેમાં શું શું સામેલ હોઉં જોઈએ ? છોકરાઓ એ ઉત્સાહ પૂર્વક એમાં ભાગ લીધો અને એમના નવ-નવા વિચારો પ્રસ્તુત કર્યા. કે તેઓ રોજીંદા જીવનમાં કેવી કેવી મુશ્કેલીઓ અનુભવે છે.

આ પ્રોજેક્ટએ વિકલાંગતાના કાનૂનો તૈયાર કરવા તેમજ તેમના આધારભૂત અધિકારો સમજવા માટે પ્રેરિત કર્યા હતા., આ રીત મહારાષ્ટ્રમાં અલગ અલગ જગ્યાએ વપરાવા લાગી અને આવી રીતે થઇ મહારાષ્ટ્ર પોલીસ યુથ પાર્લામેન્ટ ચમ્પિયન શીપ ની શરૂઆત ૨૦૧૫ માં. આ કોન્સેપ્ટનો મુખ્ય હેતુ યુવાનોને અપરાધથી દુર રાખવાનો છે. હર્ષના નિર્દેશન પ્રમાણે આ પ્રોજેક્ટ ઔરન્ગબાદના નાથ વેલી સ્કુલ અને ઔરંગાબાદ પોલીસ પબ્લીક સ્કુલમાં શરુ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓને ૩-૩ ના ગ્રુપમાં વહેચી દીધા અને એમને અપરાધ, આતંકવાદ, ભ્રષ્ટાચાર, ઘોટાલા જેવા ટોપિક આપ્યા. દરેક ટીમે આવીને કહેવાનું હતું કે કઈ રીતે આ બધું રોકી શકાય? કઈ રીતે સમાધાન લાવી શકાય?…જયારે આ અભિયાન પૂરું થયું ત્યારે પોલીસને ખબર પડી કે છોકરાઓમાં આ બધી બાબતે સારું જ્ઞાન આવી ગયું હતું ખાસ કરીને મધ્યમ વર્ગીય બાળકોમાં.આવું કરવાથી છોકરાઓમાં અપરાધ પ્રત્યે જાગૃતિ આવી ગઈ અને સાથે સાથે આસપાસના લોકોમાં પણ જાગૃતિ ફેલાવવા લાગી હતી.હર્ષ પોદ્દારના આ આઈડિયાથી પ્રભાવિત થઈને મહારાષ્ટ્ર પોલીસ એ બીજા જીલ્લાઓમાં પણ આ અભિયાન શરુ કારી દીધું. અને ત્યારથી લઈને આજસુધી ૪૨૦૦૦ થી પણ વધારે બાળકો આ અભિયાનમાં જોડાયા છે. હર્ષએ માલેગાંવમાં આવું જ એક બીજું અભિયાન શરુ કર્યું છે જેનું નામ ઉડાન છે. એ યોજના પ્રમાણે છોકરાઓને કરીઅર કાઉન્સીલીંગ આપવામાં આવે છે. આવા કલાસીસથી યુવા પેઢી એમની ક્ષમતાઓને જાણી શકે છે અને હિંસાજનક તેમજ સાંપ્રદાયિક ગતિવિધિઓનો ભાગ ન બની શકે.આ અસાધારણ વ્યક્તિના કિસ્સા હજી ખતમ નથી થતા. કોલાહપુર એક એવું ક્ષેત્ર છે જ્યાં સૌથી વધુ અકસ્માત થાય . ૨૦૧૬ માં આના ૧૬ કિલોમીટરના રસ્તામાં ૧૦૭ થી પણ વધારે અકસ્માત તેમજ ૪૨ જેટલા મોત થઇ ચુક્યા હતા. હર્ષે DATA COLLECTION EXERCISE લોન્ચ કર્યું જેમાં કયા અરિયા માં કેટલા અકસ્માત થયા છે એ જાણી શકાય.
એમણે હાઈ-વે સેફટી સ્કવોડની શરૂઆત કરી હતી જેમાં કોઈ ખોટી જગ્યાએ પાર્કિંગ કરે અથવા બહુ વધારે સ્પીડથી વાહન ચલાવે તો તેનું ચલાણ લેવામાં આવે છે. આ શરૂઆતથી બહુ જ મોટો પ્રભાવ પડ્યો અને ૨૦૧૭ ના પહેલા ૩ મહિનામાં ૪૦% જેટલા અકસ્માત ઓછા થઇ ગયા.આ ઉપરાંત મહારાષ્ટ્રના ખેડૂતોની માટેની બચત યોજનાનુ ફંડ ધોકાધાડીથી investment schemeમાં રોકી લેવાથી તેઓ આત્મહત્યા તરફ પ્રેરાતા હતા. આવી સમસ્યાના સમાધાન માટે મહારાષ્ટ્રએ ૧૯૯૯ માં એક એક્ટ બનાવ્યો હતો જેનું નામ હતું MAHARASTRA PROTECTION OF INTEREST OF DEPOSITORS ટૂંકમાં MPID પણ એ બહુ ઉપયોગમાં આવતો નહોતો. હર્ષએ મહારાષ્ટ્રના CID અને MPID ના લેખક સાથે મળીને એક સ્પષ્ટ શબ્દોવાળી માર્ગરેખા બનાવી જેથી MPID એકદમ સરળતાથી સમજી શકાય.૨૦૧૪ માં રાષ્ટ્રીય પોલીસ અકાદમી હૈદરાબાદમાંથી ટ્રેનીંગ પૂરી કર્યા બાદ હર્ષને રાષ્ટ્રીય એકીકરણ માટે હોમ મીનીસ્ટર તરફથી એવાર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્ર સરકાર તરફથી ટ્રોફી પણ આપવામાં આવી હતી.

દેશની યુવા એ જ દેશનો આધાર છે એ હર્ષ એ ખરા અર્થોમાં સિધ્ધ કરી બતાવ્યું. એમણે એકદમ સાધારણ પણ પ્રભાવશાળી ઉપાયોથી દેશનું ભવિષ્ય સુનિશ્ચિત કરી દીધું .

હર્ષ હવે બીજા પોલીસ ઓફીસરો માટે એક પ્રેરણા સ્ત્રોત બની ચુક્યા છે તેમજ સામાન્ય માણસોને પણ સારા કામ કરવા તરફ પ્રેરે છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક પ્રેરણાદાયી વાતો અને વ્યક્તિઓની માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી