સાઇકલથી ઓફિસ જાય છે આ આઈપીએસ અધિકારી, પોતાની બોલ્ડ અને સ્વચ્છ છવીથી એક ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે

આપણે જ્યારે ક્યારેય પણ પોલીસની વાત કરીએ તો તેમાં અપ્રામાણિકતાનો મુદ્દો મોખરે હોય છે. પોલીસની હંમેશા આપણા તેમજ આપણા સમાજ પર એક નકારાત્મક છાપ છે. પોલીસ એ પ્રજાના સેવક છે પણ સામાન્ય પ્રજા પોલીસ પાસેથી મદદ માગતા કે લેતા ખચકાય છે. તેનું કારણ છે આપણા પોલીસતંત્રમાં ફેલાયેલો ભ્રષ્ટાચાર અને તેમનું લાહડીયા ખાતુ. લોકતંત્રની વ્યવસ્થામાં કાયદો રાજ્ય વ્યવસ્થાના સફળ સંચાલનના કામમાં પોલીસ વિભાગની એક આગવી ભૂમિકા હોય છે. પણ તે સફળતા ત્યારે જ શક્ય છે જ્યારે પેલીસ વિભાગના બધા જ કર્મચારીઓ પોતાની ફરજ તેમજ અધિકારોને સારી સીતે સમજી તેનું યોગ્ય પાલન કરે. જો દરેક પોલીસવાળો પોતાની ફરજને પ્રામાણિકતાથી નીભાવી લે તો કદાચ જ એવો કોઈ ગુનેગાર હશે જે કાયદાના હાથમાંથી છટકી શકે.

પણ આજે અમે એક એવા આઈપીએસ અધીકારીની વાત કરી રહ્યા છીએ જેમણે પોતાની સ્વચ્છ અને બોલ્ડ છવી દ્વારા એક અલગ જ ઓળખ ઉભી કરી છે.

તેમનું નામ છે આઈપીએસ ડીસી સાગર. ડીસી સાગર 1992ની બેચના આઈપીએસ અધિકારી છે. ઉત્તર પ્રદેશ બલંદશહેરમાં જન્મેલા સાગરના પિતા લખનૌ આર્મીમાં કાર્યરત હતા. તેમના પિતા આર્મીમાં હોવાના કારણે તેમની વારંવારની બદલીઓના કારણે તેમને અલગ-અલગ રાજ્યોમાં જવું પડતું હતું. સાગરનું શાળાનું શીક્ષણ પણ વિવિધ રાજ્યોમાં થયું છે.

તેમનું શાળાશિક્ષણ તામિલનાડૂ, દિલ્લી અને જમ્મુમાં થયું છે. આગળનો અભ્યાસ તેમણે દિલ્લીના હંસરાજ કોલેજમાં કર્યો. ત્યાં તેમણે ઇતિહાસમાં ઓનર્સ કર્યું અને ત્યાર બાદ કાયદાનો અભ્યાસ કર્યો. તેમના પિતા આર્મિમાં હતા, માટે તેમની પણ ઇચ્છા હતી કે તે પણ કોઈ રીતે દેશની સેવા કરે. ત્યાર બાદ તેમણે સિવિલ સર્વિસિઝ માટે તૈયારી શરૂ કરી અને તેમાં ઉતિર્ણ પણ થયા.

મસૂરીમાં પોતાની ટ્રેનિંગ બાદ સાગર આઈપીએસ બની ગયા અને ત્યાર બાદ તેમની પહેલી પોસ્ટિંગ નીમચમાં સબ ડિવિઝનલ ઓફિસર તરીકે થઈ. ત્યાર બાદ સાગર મધ્ય પ્રદેશના નક્સલી વિસ્તાર બાલાઘાટ રેંજના પોલીસ મહાનિરીક્ષક પદ પર નિયુક્ત થયા, જ્યાં તેમના કામની ખુબ જ ચર્ચા થઈ. હાલ તેઓ એડિશનલ ડાયરેક્ટર જનરલ (ટેક્નિકલ સર્વિસિસ) પોલીસ હેડક્વાર્ટરમાં પદ ધરાવે છે. ક્રિમિનલ્સ હોય કે નક્સલી કોઈપણ ગુનેગાર તેમના માત્ર નામથી જ થરથર ધ્રૂજે છે. ડીસી સાગર જ્યારે બાલાઘાટમાં નિયુક્ત થયા હતા ત્યારે તેમની છાપ દબંગ ફિલ્મના સલમાનખાન જેવી હતી. બસ માત્ર ફરક એટલો હતો કે તે કાલ્પનિક હતું અને આ વાસ્તવિક છે. આઈજી હોવા છતાં તે ઓફિસમાં બેસવાની જગ્યાએ મોટે ભાગે ફિલ્ડમાં જ સમય પસાર કરે છે.

બાલાઘાટ જેવા નક્સલ પ્રભાવિત વિસ્તારમાં જ્યાં પોલીસને આધુનિક હથિયારોની સાથે-સાથે વાહનોની પણ જરૂર હોય છે. ડગલે-પગલે નક્સલી હૂમલાનું જેખમ તોળાયેલું સરહે છે, ત્યાં પણ સાગર જીવ જોખમમાં મુકી સાઇકલ પર પેટ્રોલિંગ કરવા ઉપડી જાય છે. ક્યારેક તે બંદૂક લઈ જંગલોમાં જતા રહેતા હતા તો ક્યારેક પોતે જ ચેકપોસ્ટ પર ચેકિંગ કરવા લાગતા હતા. તેમના આ જ નિડર અને બિન્દાસ અંદાજના બધા કાયલ હતા. સાગરનું માનવું હતું કે સાઇકલ પર પેટ્રોલિંગ કરવાથી પોલીસવાળા તે વિસ્તારમાં વધારે સમય પસાર કરી શકે છે, સાંકડી ગલીઓમાં પણ સરળતાથી પેટ્રોલિંગ કરી શકે છે. તેની સાથે સાથે સાઇકલના કારણે ક્રિમિનલ્સને પોલીસના આવવાની શંકા નથી જતી કારણ કે પોલીસની ગાડીનો અવાજ સાંભળી ભાગવાનો અવસર નથી મળતો.

સાગર પોતાની ફિટનેસ પર ખુબ ધ્યાન આપે છે. ડીસી સાગર પોલીસ વિભાગના સૌથી ફિટ અધિકારીમાંના એક છે. તે પોતાના ડેઇલી રૂટીનમાં જોગિંગ, રનિંગ અને એક્સરસાઇઝ કરે છે. સાથે સાથે એક યોગ્ય ડાયેટ પણ ફોલો કરે છે, તે ક્યારેય જંક ફૂડ નથી ખાતા. પોતાના સાથી પોલીસ કર્મચારીઓને સાઇકલનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવા પાછળ ફીટનેસ પણ તેમનું એક મુખ્ય લક્ષ હતું. તેમનું માનવું છે કે પોલીસમાં ભરતી થયા બાદ લોકો પોતાની ફિટનેસ પર ધ્યાન નથી આપતા અને મેદસ્વી થતાં જાય છે. રોજ સાઇકલનો ઉપયોગ આપણને ફિટ રાખે છે. માટે તે આજે પણ વધારેમાં વધારે સાઇકલનો ઉપયોગ કરે છે. એટલે સુધી કે ક્યારેક ક્યારેક સાઇકલથી જ તે પોલીસ હેડક્વાર્ટર પર પહોંચી જાય છે. ખરેખર ડીસી સાગર અન્ય પોલીસ અધિકારીઓ માટે પણ એક દ્રષ્ટાંત છે. જો આવા પોલીસવાળા દરેક જગ્યા પર હોય તો પોલીસ ખાતા પ્રત્યેની લોકોની છવી બદલાઈ જાય.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી પ્રેરણાદાયી સ્ટોરી વાંચવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી