IPLની મેચ શરૂ થતા પહેલા કોહલીએ કર્યું કંઈક એવું કે, વિડીયો જોઇને તમે પણ નહીં રોકી શકો તમારું હસવાનું…

મેચ શરૂ થતાં કોહલીએ મચાવી ધમાલ – લોકો પણ કોહલીનો આ અંદાજ જોઈને ખડખડાટ હસી પડ્યા

હાલ આઈપીએલ 2020 ચાલી રહી છે. જેમાં વિરાટ કોહલી જે ટીમની કપ્તાની કરી રહ્યા છે તે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. તમને જણાવી દઈએ કે આરસીબી અત્યાર સુધીમાં 8 મેચો રમી ચુક્યું છે જેમાંથી તેઓ 5 મેચ જીતી ગયા છે. આ સાથે જ વિરાટની ટીમ આઈપીએલ 2020ની વિજેતા બનવા માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે જો કે તેમની છેલ્લી મેચમાં તેમણે કિંગ્સ ઇલેવન પંજાબની મેચ સામે હારવું પડ્યું હતું. કિંગ્સ ઇલેવન પંજાબે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી. જો કે હજુ પણ રોયલ ચેલેન્જર્સ માટે પ્લે ઓફમાં પોતાની જગ્યા બનાવવા માટે તક રહેલી છે.

હાલના ટેબલ ચાર્ટની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ ત્રીજા ક્રમે છે. પણ આ બધા વચ્ચે વિરાટ કોહલીનો એક ફની વિડિયો સોશલ મિડિયા પર ખૂબ વયારલ થઈ રહ્યો છે. આ વિડિયો કિંગ્સ ઇલેવન પંજાબ સાથેની મેચ પહેલાં લેવામાં આવ્યો હતો. વાસ્તવમાં કોહલી પોતાના આ ફની અંદાજથી પોતાના માઇન્ડ તેમજ જુસ્સાને ફ્રેશ રાખવા માગતા હતા. તેઓ આ વિડિયોમાં ફની ડાન્સ મૂવ્ઝ કરતા જોવા મળ્યા છે. અને લોકો તે જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા હતા.

વાસ્તવમાં મેચ શરૂ થતાં પહેલાં પ્રેક્ટિસ સેશન ચાલી રહ્યો હતો અને તે દરમિયાન કોહલી એક્સરસાઇઝની સાથે સાથે ડાન્સ મૂવ્ઝ પણ કરી રહ્યા હતા. થોડાક જ સમયમાં કોહલીના ડાન્સ મૂવ્ઝવાળો આ વિડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગયો હતો. આ વિડિયો સ્ટાર સ્પોર્ટ્સ પર પ્રી મેચ શોમાં કોહલીનો આ વિડિયો દર્શાવવામા આવ્યો હતો. એન્કરે આ વિડિયોને બતાવતા કમેન્ટ કરી હતી કે કોહલી ડાન્સ કરી રહ્યા છે અને તેઓ મેચ પહેલાં એન્જોય કરી રહ્યા છે. પણ તેમનો આ મૂડ અને જુસ્સો તેમને મેચમાં મદદ ન કરી શક્યો અને તેઓ કિંગ્સ ઇલેવન પંજાબ સામે 8 વિકેટે હારી ગયા હતા.

આ મેચમાં કોહલીએ 39 બોલમાં 48 રન બનાવીને ધૂંઆધાર બેટીંગ કરી હતી, પણ તેની સામે કિંગ્સ ઇલેવન પંજાબનું પ્રદર્શન પણ સારુ રહ્યું હતું માટે તેમની આ ધૂંઆધાર બેટીંગ તેમને મેચ જીતાડવામાં મદદ નહોતી કરી શકી.

આ મેચમાં ક્રિસ ગેલ પણ પ્રથમવાર રમી રહ્યા હતા. તેમની તબિયત સારી ન હોવાથી તેઓ રમત માટે ફીટ નહોતા પણ સિઝનમાં પહેલીવાર તેઓ ગઈકાલની મેચમાં રમ્યા હતા. તેમણે પણ પહેલી જ મેચમાં તેમણે બોલર્સના છગ્ગા છોડાવી દીધા હતા. અને 45 બોલમાં એક ચોગ્ગો અને 5 છગ્ગા મારીને તેમણે 53 રન બનાવી દીધા હતા.

તમને જણાવી દઈએ કે ગયા અઠવાડિયે ક્રિસ ગેઇલનો એક વિડિયો વાયરલ થયો હતો જેમાં તેઓ હોસ્પિટલની પથારીમાં આરામ ફરમાવી રહ્યા હતા અને મસ્તી પણ કરી રહ્યા હતા. તેમણે પોતાની પ્રથમ જ મેચમાં અરધી સદી ફટકારી દીધી હતી. અને મેચ બાદ તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતાની પ્રથમ મેચને લઈને જરા પણ નર્વસ નહોતા. આ મેચ તો કિંગ્સ ઇલેવન પંજાબે જીતી લીધી હતી પણ હાલ પંજાબ પોઇન્ટ ટેબલમાં સૌથી છેલ્લા ક્રમે છે. હવે એ જોવાનું રહેશે કે તે કેટલું ઉપર આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ