જલ્સા કરોને જેંતીલાલ

શું તમે પણ ફ્રીમાં જોવા ઈચ્છો છો IPL 2021ની તમામ મેચ, તો કરી લો આ 1 કામ

IPL 2021ની 14મી સીઝન દેશના અલગ અલગ શહેરોમાં મેચનું આયોજન કરાયું છે. તેમાં અમદાવાદ, કોલકત્તા, દિલ્હી, ચેન્નઈ, મુંબઈ અને બેંગલૂરુ સામેલ છે.

image socure

આવતીકાલથી ભારતમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2021ની 14મી સીઝનની શરૂઆત થવા જઈ રહી છે. આ વખતે IPL 2021 9 એપ્રિલથી 30 મે સુધી ચાલશે. ફાઈનલ મેચ 30મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. IPL 2021માં કુલ 8 ટીમ સામેલ થશે. આ મેચનો ક્રેઝ દરેકને રહે છે. આ કારણ છે કે ટીવી સિવાય લોકો મોબાઈલ પર પણ મેચ જોવાનું પસંદ કરે છે. જો તમે પણ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લાઈવ સ્ટ્રીમ સ્માર્ટફોન કે સ્માર્ટ ટીવી પર ઘરે બેઠ મેચ જોવાના છો તો તમે આ કામ કરી લો તે જરૂરી છે. તેની મદદથી તમે ફ્રીમાં IPL 2021ની મેચની મજા માણી શકો છો.

image socure

IPL 2021ની 14મી સીઝનમાં 6 દેશના અલગ અલગ શહેરોમાં મેચનું આયોજન કરાશે. તેમાં કોલકત્તા, અમદાવાદ, દિલ્હી, ચેન્નઈ, મુંબઈ અને બેંગલુરુ પણ સામેલ છે. લગભગ 2 વર્ષ બાદ IPL 2021માં ભારત આવ્યું છે. કોરોના મહામારીના કારણે ગયા વર્ષે આઈપીએલની સરખામણીમાં યૂએઈમાં સપ્ટેમ્બર- નવેમ્બરની વચ્ચે રમાઈ હતી.

અહીં કરવો પડશે ખર્ચ

image socure

IPL 2021ની લાઈવ સ્ટ્રીમ માટે BCCI એ Disney+ Hotstar ની સાથે પાર્ટનરશીપ કરી છે. Disney+ Hotstar પર IPL 2021 ને યૂઝર્સ 2 રીતે જોઈ શકશે. પહેલી રીતે છે Disney+ Hotstar VIPનું સબ્સ્ક્રીપ્શન છે તો તેની કિંમત વર્ષના 399 રૂપિયા છે. અન્ય રીતમાં Disney+ Hotstar Premiumનું સબ્સ્ક્રીપ્શન છે. તેની માસિક કિંમત 299 રૂપિયા અને વાર્ષિક કિંમત 1499 રૂપિયા છે.

આ રીતે ફ્રીમાં જોઈ શકશો IPL 2021

image source

દેશની દિગ્ગજ કંપનીઓ Jio, Airtel અને Vodafone Idea પોતાના અનેક પ્રીપેડ પ્લાનની સાથે Disney+ Hotstar VIPનું સબસ્ક્રીપ્શનનો વાર્ષિક પ્લાન ફ્રીમાં આપી રહી છે. એટલે કે તમે ટેલિકોમ કંપનીના પ્રીપેડ પ્લાનના રિચાર્જ કરીને ફ્રીમાં IPL 2021ની મજા માણી શકો છો. આ સિવાય તમે Star Sports Network ના સ્પોર્ટ્સ ચેનલની મદદથી પણ ઘરે બેઠા IPLની મજા માણી શકો છો.

આવતીકાલથી શરૂ થશે ચેન્નઈમાં પહેલી મેચ

image source

સીઝનની પહેલી મેચ 9 એપ્રિલ 2021થી ચેન્નઈમાં શરૂ થશે. અહીં મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સની વચ્ચે મેચ રમાશે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલના પ્લે ઓફ અને 20 મેના રોજ ફાઈનલ મેચ રમાશે. આઈપીએલના કુલ 56 મેચ રમાશે. જેમાંથી ચેન્નઈ, મુંબઈ, કોલકત્તા અને બેંગલુરુમાં 10-10 મેચ રમાશે. અમદાવાદ અને દિલ્હીમાં 8-8 મેચ રમાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version