જલ્સા કરોને જેંતીલાલ

IPL ટ્રોફી લઈને મંદિર પહોંચી નીતા અંબાણી, મુંબઈની જીત માટે સતત કરી રહી હતી પ્રાર્થના…

મુંબઈ ઈન્ડિયન્સની જીતની દુઆ કરનાર નીતા અંબાણી લગભગ દરેક મેચ અને દરેક જગ્યા પર ટીમનો સપોર્ટ અને ખેલાડીઓનાં ઉત્સાહમાં વધારો કરતી રહે છે. આ વિડિયોને મુંબઈ ઈન્ડિયન્સનાં ઓફિશિયલ ટ્વિટર એકાઉંટ પર શેયર કરવામાં આવ્યો છે.


રવિવારે રમાયેલા આઈપીએલ સીઝન ૧૨નાં ફાઈનલમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને ઈતિહાસ રચ્ચો હતો. રોહિત શર્માની કપ્તાનીમાં ટીમે ચોથી વાર આઈપીએલ ખિતાબ પર કબ્જો કર્યો. પરંતુ આ જ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણી પણ ખૂબ ચર્ચામાં રહી. મુંબઈ ઈન્ડિયન્સનાં હાથથી જ્યારે મેચ સરકી રહ્યો હતો તો ટીવી સ્ક્રીન પર સતત એ જોવામાં આવી શકતુ હતું કે તે પ્રાથના કરી રહી હતી.

મુંબઈ ઈન્ડિયન્સની જીતની દુઆ કરનાર નીતા અંબાણી લગભગ દરેક મેચમાં દરેક જગ્યા પર ટીમનો સપોર્ટ અને ખેલાડીઓના ઉત્સાહમાં વધારો કરતી રહે છે. ચોથો ખિતાબ જીત્યા બાદ પણ કંઈક આવું જ થયું. સોમવારે હૈદરાબાદથી પરત ફર્યા બાદ નીતા અંબાણી આઈપીએલની ટ્રોફી લઇો મુંબઈનાં જુહૂ સ્થિત મંદિરે પહોંચી. અહીં તેમણે ટ્રોફી ભગવાન શ્રી કૃષ્ણની સામે રાખી અને પૂજારીઓ પાસે મંત્રોચ્ચાર સાથે પૂજા કરાવી.

જણાવી દઈ કે આ વિડિયોને મુંબઈ ઈન્ડિયન્સનાં ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર શેયર કરવામાં આવ્યો છે, જેમાં નીતા અંબાણી એકલા ટ્રોફી ઉપાડી મંદિરમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોમાં રાખી રહી છે. વિડિયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે શ્રી કૃષ્ણ ભગવાન સામે નીતા અંબાણી જયકારા લગાવી રહી છે.

જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પહેલા બેટીંગ કરી હતી અને ૧૪૯ રન બનાવ્યા હતા પરંતુ ચેન્નઈ આ અંતિમ ઓવર સુધી લઈ જવામાં સફળ રહી પરંતુ મેચ જીતી ન શકી. આ જીત સાથે રોહિત શર્મા આઈપીએલનાં સૌથી સફળ કપ્તાન અને ખેલાડી બની ગયા છે.

નીતા અંબાણીએ આપ્યો ટીમને જીતવા માટે ગુરુ મંત્ર ….

આઈપીએલ ૧૨માં મુંબઈની જીતને લઈને રસપ્રદ ખુલાસો થયો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અને માલકણ નીતા અંબાણીના આધ્યાત્મિક ગુરુ પંડિત ચંદ્રશેખર શર્મા એ મોટો ખુલાસો કર્યો છે. તેઓએ જણાવ્યું કે મેચમાં જીત પ્રાપ્‍ત કરવા માટે એક ખાસ મંત્રનો જાપ કરવામાં આવતો હતો.

આઈપીએલ ૧૨ના ફાઈનલ મુકાબલામાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને રેકોર્ડ ચોથીવાર ખિતાબ પર કબ્જો કર્યો છે. જોકે, આ મેચ ખૂબ રોમાંચક રહ્યો. તેનો અંદાજ આ જ વાતથી લગાવવામાં આવી શકે છે કે મેચનો નિર્ણય છેલ્લી ઓવરના છેલ્લા દડા પર આવ્યો.

મેચ દરમિયાન જેમ-જેમ ઓવર ઓછી થઇ રહી હતી, તેમ-તેમ નીતા અંબાણીના ચહેરા પર ચિંતા વધી રહી હતી. ચેન્નઈ સુપર કિંગ્સના દરેક શોટ પર ખૂબ ચિંતિત દેખાઈ. મેચમાં બન્ને ટીમો એ વળાંક પર ઉભી હતી જ્યાં કોઈપણ ટ્રોફીનું વિજેતા બની શકતા હતા.

નીતા અંબાણી તે સ્ટેન્ડમાં બેઠા ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા, પ્રાથના કરી રહ્યા હતા. કેમેરો પણ વારે-વારે તેમના પર જઈને ટકી રહ્યો હતો, જેના સાફ રીતે જોવામાં આવી શકતુ હતું કે તેમનો ચહેરો ઉતરેલો હતો અને તે મેચને લઈને ચિંતામાં હતા. તેમની સતત પ્રાથના કર્યા બાદ ટ્વિટર પર સવાલ થવા લાગ્યા કે આખરે નીતા અંબાણી સ્ટેન્ડમાં બેઠા-બેઠા કઈ પ્રાથના કરી રહી હતી. પ્રશંસક મંત્રના વિષયમાં જાણવા માટે ઉત્સુક થઈ ગયા.

ખરેખર, મેચ દરમિયાન નીતા અંબાણી ઘણીવાર જાપ કરતા નજર આવી. ત્યારબાદ તેમને તેમના આધ્યાત્મિક ગુરુ પંડિત ચંદ્રશેખર શર્મા એ હવે તેના પરથી પડદો ઉઠાવી દીધો છે. શર્મા એ એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે દરેક મેચ પહેલા નીતા અંબાણી ‘ચંડી પાઠ’ કરતી હતી.

તેમણે કહ્યું, ‘દરેક મેચ પહેલા અને પછી હું મા ચંડીનો પાઠ કરતી હતી અને અમે આખા મેચ દરમિયાન જાપ કર્યા. અહી સુધી કે મલિંગાના છેલ્લા દડા સુધી મા દુર્ગાના આ ‘પાઠ’ કર્યા. મા દુર્ગાના આ પાઠ કોઇની કિસ્મત બદલવા માટે કરવામાં આવે છે. આ શક્તિ અને ઉર્જા આપે છે.’


આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version