ઘણીવાર અમુક ઘટનાઓ એવી બને કે જે જોઈને આપણે પણ બીક લાગવા લાગે, કારણ કે આપણા પણ રોજિંદા જીવનનો એક ભાગ હોય. ત્યારે હાલમાં જ લોકોને કંઈક શીખવા મળે તેવી એક ઘટના રશિયામાં બની છે. અર્ખાંગ્લેસ્કમાં 24 વર્ષીય યુવતીને બાથટબમાં વીજકરંટ લાગતા મોત થયું હતું. આલોસ્યા સેમેનોવાનો આઈફોન 8 ચાર્જ થઈ રહ્યો હતો. અને અચાનક આ ફોન તેના બાથટબમાં પડી ગયો હતો. તે સમયે ઓેલેસ્યા સ્નાન કરી રહી હતી. વીજ કરંટ લાગતા મોત થયું હતું.

વિગતે વાત કરીએ તો ઓલેસ્યાની લાશ તેના ફ્લેટમેંટ ડારિયાએ સૌથી પહેલા જોઈ હતી. ડારિયાએ ઈમરજન્સી ઓપરેટરથી વાતચીતમાં કહ્યું કે, જ્યારે તે ઘરે પહોંચ્યો ત્યારે તેના મોઢાંમાંથી ચીસ નીકળી ગઈ હતી. ઓલેસ્યાનું મોઢું પીળું પડી ગયું હતું અને તે શ્વાસ પણ લઈ શકતી ન હતી. ત્યારે આ ઘટના પછી ફરી એકવાર સાબિત થયું છે કે, પાણી અને ઈલેક્ટ્રિક વસ્તુઓથી હંમેશા સાવધાની પૂર્વક કામ કરવું જોઈએ.

સામાન્ય રીતે એવું હોય કે સ્માર્ટફોન પાણીમાં ડૂબી જતા તે બગડી જાય છે. પરંતુ સ્માર્ટફોનને કોઈ નેટવર્કથી કનેક્ટ છે અને તે પાણીમાં પડે તો તમે જોઈ જ રહ્યા છો કે, તે આપણા માટે ખતરનાક સાબિત થઈ શકે છે. જીવનો જોખમ પણ થઈ શકે છે. માટે આવી વસ્તુઓથી બચી પોતાને સુરક્ષિત રાખવામાં સમજદારી છે. તપાસમાં સામે આવ્યું છે કે ઓલેવાનું મોત કરંટ લાગવાથી થયું છે. ઓલેવાએ ફોન ચાર્જિંગ માટે જે સોકેટનો ઉપયોગ કર્યો હતો તે મેઇન લાઇન હતી અને તેનો આઇફોન-8 પાણીમાં પડી ગયો હતો. ઓલેવા અનેકવાર બાથટબમાં બેસીને વીડિયો બનાવતી હતી અને આ દરમિયાન કદાચ આ દુર્ઘટના પણ બની. મળતી જાણકારી મુજબ, જો સોકેટ મેઇન લાઇનનું ન હોત તો શોર્ટ સર્કિટ બાદ ઓલેવનો જીવ બચી શકતો હતો. ફોન બંધ થઈ શકતો હતો પરંતુ વોટરપ્રૂફ હોવાના કારણે તે ઘણી વાર સુધી ઓન જ રહ્યો અને ચાર્જર પણ કામ કરતો રહ્યો

આ સિવાય વાત કરીએ તો 15 વર્ષની વિદ્યાર્થીની સાથે પણ કંઈક આવી જ ઘટના ઘટી હતી. મોસ્કોમાં રહેતી એના સ્નાન કરતી સમયે ઈલેક્ટ્રિક શોક લાગતા મોત થયું હતું. મશહુર પોકર સ્ટાર લિલીયા નોવીકોવા પણ બાથરુમાં વીજ કરંટ લાગતા મોત થયું હતું. ત્ચારે આવી ઘટના આપણા માટે લાલબત્તી સમાન કિસ્સાઓ છે જેને નજરઅંદાજ કરવા કરતાં આપણે કંઈક શીખવું જોઈએ.

આ પહેલાં વડોદરામાં પણ એક મહિલાનું કરંટના કારણે મોત થયું હતું. વડોદરા તાલુકાના અલ્હાદપુરા ખાતે સાફસફાઈ કરતી વેળાએ બાથરૂમમાં કરંટ લાગવાથી મહિલાનું સયાજી હોસ્પિટલમાં મોત મનીપજ્યું હતું. બનાવ સંદર્ભે વરણામા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા તાલુકાના અલ્હાદપુરા ગામે 28 વર્ષનાં ધર્મિષ્ટાબેન પાટણવાડિયા શુક્રવારે તેમના ઘરની સાફસફાઈ કરતાં હતાં. તે સમયે બાથરૂમમાં છૂટા વીજ વાયરના સંપર્કમાં આવવાથી તેઓ ગંભીર રીતે દાઝ્યાં હતાં. પરિવારજનોએ તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યાં હતાં, પરંતુ હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. વરણામા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ