શરીરમાં આયોડિનની ઉણપના કારણે થાઇરોઇડની સમસ્યા થઈ શકે છે, આ સમસ્યા દૂર કરવા માટેના ઉપાયો અહીં જાણો

શરીરના વિકાસ અને મેટાબિલિઝમમાં આયોડિનની મહત્વપૂર્ણ ભૂમિકા છે. થાઇરોઇડ હોર્મોન્સ બનાવવા માટે આયોડિન ખૂબ મહત્વનું છે. જીવનના દરેક તબક્કે આયોડિનની જરૂરિયાત બદલાય છે. એક સંશોધન અનુસાર, પુખ્ત વયના લોકો માટે દરરોજ 150 માઇક્રોગ્રામ આયોડિનની જરૂર હોય છે. ગર્ભાવસ્થામાં દરરોજ 220 માઇક્રોગ્રામ જ્યારે સ્તનપાન કરાવતી મહિલાઓને દરરોજ 290 માઇક્રોગ્રામ આયોડિનની જરૂર હોય છે.

image source

જો કે આયોડિનયુક્ત મીઠાના લીધે, હવે આયોડિનની ઉણપના કેસો પહેલા કરતા ઘણા ઓછા છે, પરંતુ હજી પણ ઘણા લોકો તેની ઉણપનો ભોગ બને છે. એક સંશોધન મુજબ વિશ્વની લગભગ 30 ટકા વસ્તીમાં આયોડિનની ઉણપનું જોખમ છે. આજે અમે તમને એવા સંકેતો વિશે જણાવીશું જે સંકેતો સૂચવે છે કે તમારામાં આયોડિનની ઉણપ હોઈ શકે છે અને આ સંકેતોને અવગણવા જોઈએ નહીં.

ગળા પર મોટી ગાંઠ

image soucre

થાઇરોઇડ ગ્રંથિ ગોઇટર એ આયોડિનની ઉણપનું પ્રથમ અને સ્પષ્ટ લક્ષણ છે. આ કારણોસર ઘણીવાર ગળામાં ગાંઠની સમસ્યા પણ થઈ શકે છે.. “મોટાભાગના પ્રોસેસ્ડ કમર્શિયલ ફૂડમાં વપરાતા મીઠામાં આયોડિન હોતું નથી,” જે લોકો પ્રોસેસ્ડ ફૂડ પર નિર્ભર રહે છે તેમના શરીરમાં આયોડિન પૂરતા પ્રમાણમાં હોતું નથી.

સુતા સમયે શ્વાસ લેવામાં તકલીફ થવી

image source

આયોડિનની ઉણપના કારણે સુતા સમયે શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા થઈ શકે છે.

વારંવાર થાક લાગવો

એક સંશોધન અનુસાર “આયોડિન એ શરીરના દરેક પેશીઓમાં જોવા મળતું આવશ્યક સુક્ષ્મ પોષકતત્ત્વ છે. થાઇરોક્સિન અને ટ્રાઇડિઓથિઓરોનિન જેવા થાઇરોઇડ હોર્મોન્સના ઉત્પાદનમાં આયોડિનની મહત્વપૂર્ણ ભૂમિકા છે. હાઈપોથાઇરોડિઝમમાં થાઇરોઇડ અસામાન્ય રીતે નિષ્ક્રિય થઈ જાય છે અને આ હોર્મોનની ઉણપને કારણે શરીર યોગ્ય રીતે કાર્ય કરી શકતું નથી. તેના અભાવથી થાક, કબજિયાત અને શરીરના વજનમાં વધારો જેવી સમસ્યાઓ થઈ શકે છે.

શુષ્ક ત્વચા અને વાળ ખરવાની સમસ્યા

image source

આયોડિનની ઉણપના કારણે ત્વચા શુષ્ક થવા લાગે છે, વાળ ખરવા લાગે છે અને કેટલાક લોકોને માંસપેશીઓનો દુખાવો પણ થઈ શકે છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર “સ્ત્રીઓમાં પુરુષો કરતા હાઈપોથાઇરોડિઝમનું આઠ ગણું જોખમ હોય છે. જો કે તે સ્ત્રીઓમાં કોઈ પણ ઉંમરે થઈ શકે છે, પરંતુ મેનોપોઝ પછી, તેની શક્યતા વધી જાય છે.”

કામ કરવા પર મુશ્કેલીનો અનુભવ થવો

image source

‘પુખ્ત વયના લોકોમાં, આયોડિનની ઉણપ માનસિક રીતે અસર કરી શકે છે અને કામની કાર્યક્ષમતાને અસર કરી શકે છે.’ આ લક્ષણો હાયપોથાઇરોઇડિઝમને કારણે હોઈ શકે છે. સગર્ભા અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ આયોડિનથી ભરપૂર ખોરાક ખાવા જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન સમસ્યાઓ

imagw source

ગર્ભાવસ્થા દરમિયાન, શરીરને થાઇરોઇડ હોર્મોન્સની જરૂર હોય છે અને આ માટે આયોડિનની પૂરતી માત્રા જરૂરી છે. “આ થાઇરોઇડ હોર્મોન્સ માયેલિન બનાવે છે, જે ચેતા કોશિકાઓનું રક્ષણ કરે છે,” ડોક્ટરોના જણાવ્યા અનુસાર જો આયોડિનની તીવ્ર ઉણપ હોય તો કસુવાવડ થવાનું જોખમ પણ હોઈ શકે છે.

“આયોડિનની ઉણપથી બાળકના વિકાસ પર ઘણી અસર પડે છે. તેમાં અનેક પ્રકારની ન્યુરોલોજીકલ સમસ્યાઓ આવી શકે છે. આ સિવાય આયોડિનની ઉણપના કારણે બાળકના મગજને નુકસાન થવાનું જોખમ પણ છે.

આયોડિનની ઉણપના ટેસ્ટ

image source

જો તમે તમારા આયોડિન લેવલ વિશે જાણવા મંગા છો, તો તમે પણ તેનું પરીક્ષણ કરી શકો છો. આ માટે, ડોક્ટર તમારા યુરિન પરથી ટેસ્ટ કરશે કારણ કે આયોડિન યુરિન દ્વારા શરીરમાંથી બહાર આવે છે. તેના પરીક્ષણ દ્વારા, તમને જાણ થશે કે તમારામાં આયોડિનની ઉણપ છે કે નહીં.

આયોડિન ધરાવતા ખોરાક

image source

આયોડીનયુક્ત મીઠા સિવાય કેટલીક ખાણી-પીણીની ચીજો પણ આયોડિન વધારવાનું કામ કરે છે. જેમ કે માછલી, દૂધ, પનીર, ઇંડા, બાફેલા બટેટા, સૂકી દ્રાક્ષ, દહીં અને બ્રાઉન રાઇઝ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત