ઇન્વિકટસ – INVICTUS- WILLIAM ERNEST HENLY દ્વારા લિખિત આ કાવ્યનું અનુવાદ…

ઇન્વિકટસ INVICTUS- WILLIAM ERNEST HENLY દ્વારા લિખિત આ કાવ્ય વર્ષ ૧૮૭૫માં લખાયુ હતું. ગ્લોસેશ્ટર, ઇંગ્લેન્ડમાં જન્મેલા વિલિયમ અર્નેસ્ટ હેનલીના પિતા એક સંઘર્ષકર્તા પુસ્તક વિક્રેતા હતાં. પરંતુ વિલયમ હેનલીની કિશોર વયેજ તેમના પિતાનું દેહાંત થઈ ગયું.

બાર વર્ષની વયે વિલિયમ હેનલીને ક્ષયરોગની ગાંઠવાળા સંધિવાનું નિદાન થયું. જેમાં તેમના ડાબા પગને ઘૂંટણ નીચેથી કાપવાની જરૂરત પડી, જયારે અન્ય પગ જોસેફલીસ્ટર દ્વારા બનાવેલ આમૂલ શસ્ત્રક્રિયા દ્વારા બચાવી લેવાયો.

પોતાના રોગમાંથી સાજા થઈ ફરીથી બેઠા થવાની જાણે કે આંતરિક શક્તિ અને હિંમત એકઠી કરતા હોય એમ વિલયમ હેન્લીએ હોસ્પિટલમાં સાજા થતી વખતે ‘ઇન્વિકટસ’ સહિતની કવિતાઓ લખવાનું શરુ કર્યું.

હેનલીની કવિતાઓ મુખ્યત્વે મનુષ્યમાં રહેલ આત્માની શક્તિ અને જીવન સામે ઝઝૂમવાની વાત કહે છે.

વર્ષ ૧૮૫૫માં લખાયેલ અને વર્ષ ૧૮૮૮માં છપાયેલ આ કવિતા આજે પણ એટલી જ અસરકારક રીતે મનની શક્તિનો ચિતાર આપે છે. આ કવિતાની સહુથી સારી વાત એ છે કે એ બધાને જ સરખી સ્પર્શે છે, સર્વવ્યાપી છે.

આટલી નાની વયે જીવનના સહુથી કઠીન દુઃખ સામે ઝઝુમતા, વિલિયમ હેનલીએ પોતાની આંતરિક શક્તિ અને બહાદુરીને કાગળ પર ઉતારી દુનિયાને સહુથી ઉત્તમ પ્રેરણાત્મક રચના ભેટ આપી છે.

અહીં પ્રસ્તુત છે આ સુંદર કવિતાનો મેં કરેલ ગુજરાતી અને હિન્દી અનુવાદ:-

INVICTUS

OUT OF THE NIGHT THAT COVERS ME,
BLACK AS THE PIT FROM POLE TO POLE,
I THANK WHATERVER GODS MAY BE
FAR MY UNCONQUERABLE SOUL

IN THE FELL CLUTCH OF CIRCUMSTANCES
I HAVE NOT WINCED NOR CRIED ALOUD,
UNDER THE BLUDGEONINGS OF CHANCE,
MY HEAD IS BLOODY, BUT UNBOWNED

BEYOND THIS PLACE OF WRATH AND TEARS
LOOMS BUT THE HORROR OF THE SHADE,
AND YET THE MENACE OF THE YEARS,
FINDS AND SHALL FIND, ME UNAFRAID

IT MATTERS NOT HOW STRAIGHT THE GATE,
HOW CHARGED WITH
PUNISHMENTS THE SCROLL
I AM THE MASTER OF MY FATE
I AM THE CAPTION OF MY SOUL

BY- WILLIAM ERNEST HENLEY (1875)

HINDI TRANSLATION

મુજે ઘેર લેતી યે રાતે
જો સિરે સિરે તક કાલી હે
અગર ખુદા હે તો મેં ઉનકા શુક્રિયા કરું
મુજે અજેય આત્મા / રૂહ દેને કે લિયે

પરિસ્થતિઓ કી બેરહમ જકડ મેં ભી
ના મેં પીછે હટા, ના ચીખા હું
કિસ્મતકી અનિશ્ચિત ઠોકરો કે બીચ ભી
ખૂનસે લથપથ મેરા સિર ફિરભી કભી ઝૂકા નહી

ક્રોધ ઓર રુદનકી ઇસ જગહ સે આગે
કેવલ ડર કે ધૂધલે સાયે હે
લેકિન ઇતને સાલો કી ભયાનકતા કે બાદ
ફિરભી પાઓગે,
હમેશા પાઓગે તુમ મુજે અભય

મુક્તિકા દ્વાર ચાહે કિતના મુશ્કિલ હે ફર્ક નહી પડતા
સજા કી યાદી કિતની ભી લંબી હો
અપને ભાગ્ય કા સ્વામી મેંહું
અપને આત્મા કા કપ્તાન મેં હું!

WILLIAM ERNEST HENLEY (1875)
અનુવાદ- મીરા જોશી

ગુજરાતી અનુવાદ
મને આવરી લેતી આઅંધારી રાતો
જે દરેક દિશાઓ સુધી કાળી છે
જો ઈશ્વર હોય તો હું તેનો આભાર માનું છું
મને અજેય આત્મા આપવા માટે..

સંજોગોના ક્ર્રુર ભરડામાં પણ
હું ડગ્યો નથી અને રડ્યો નથી
નશીબના અનિશ્ચત માર વચ્ચે પણ
મારું મસ્તક લોહીથી ખરડાયું છતાં અડગ રહ્યું.

ગુસ્સા અને આંસુઓવાળી આ જગ્યાથી આગળ
માત્ર ડરના ધૂંધળા પડછાયા મંડરાયેલા છે.
અને વર્ષોની ભયાનકતા પછી પણ
આજે અને હંમેશા તમે મને નીડર શોધશો

મુક્તિનો દ્વાર ભલે મુશ્કેલ હોય
સજાની યાદી ગમે તેટલી મોટી હોય
મારા ભાગ્યની સ્વામીહું છું
મારા આત્માનોકપ્તાનહું છું..

WILLIAM ERNEST HENLEY (1875)

અનુવાદ- મીરા જોશી

દરરોજ આવી અનેક અવનવી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી