આ યોગ કરવાથી પેટને લગતી દરેક સમસ્યાઓ થઇ જાય છે ગાયબ

અનિયમિત જીવનશૈલી અને અયોગ્ય ખાનપાનના કારણે દરેક ત્રીજા વ્યક્તિને પેટને લગતી કોઈને કોઈ બીમારીથી પીડાતા હોય છે.

image source

અયોગ્ય ખાનપાન અને ક્રિયા કલાપના અભાવથી બાળકોના પેટમાં કીડા પડે છે અને પાચન શક્તિની સમસ્યાઓ જોવા મળે છે. આવામાં આજે અમે આપને કેટલાક યોગાસનો વિશે જણાવીશું જેના નિયમિત અભ્યાસથી પેટ સાથે જોડાયેલી સમસ્યાઓમાં ખૂબ લાભ મળે છે.

કપાલભાતિ પ્રાણાયમ:

image source

કપાલભાતિ પ્રાણાયમ કરવા માટે સિદ્ધાસન, પદ્માસન કે વજ્રાસનમાં બેસી જવું અને પોતાની હથેળીઓને ઘૂંટણ પર રાખી દેવી. પોતાની હથેળીઓની મદદથી ઘૂંટણ પકડીને શરીર એકદમ સીધુ રાખવું.

હવે આપે આપની ક્ષમતા મુજબ ઊંડો શ્વાસ લેવો. ઊંડો શ્વાસ લેતા સમયે છાતી ફુલાવી. ત્યારપછી એક ઝટકા સાથે શ્વાસ છોડતા પેટને અંદરની તરફ ખેંચવું.

image source

જેમ આપ આપના પેટની માંસપેશીઓને ઢીલી છોડવી. શ્વાસ આપોઆપ જ ફેફસા સુધી પહોંચી જાય છે. આ પ્રાણાયમના અભ્યાસથી પેટને ખૂબ ફાયદો થાય છે અને વધારાની ચરબી પણ ઓછી થાય છે.

ધનુરાસન:

image source

ધનુરાસનના અભ્યાસથી કબજિયાત, પીઠનો દુખાવો, પેટમાં સોજો, થાક અને માસિકધર્મના સમયે થતી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. આ સિવાય ધનુરાસનના અભ્યાસથી આખું શરીર, ખાસ કરીને પેટ, છાતી, જાંઘ અને ગળું વગેરે સ્ટ્રેચ થાય છે.

image source

આ આસનથી પીઠ અને પેચની માંસપેશીઓ મજબૂત થાય છે. ધનુરાસન યુટ્રસ તરફ લોહીનો પ્રવાહ યોગ્ય કરે છે અને ધનુરાસનથી પેટનો દુખાવો, પેટનો સોજો વગેરે દૂર થાય છે.

આ અસનના અભ્યાસ માટે સૌપ્રથમ પેટના બળે સુઈ જવું, હવે ઘૂંટણને વાળીને કમર પાસે લઈ જવા અને તાળવાને હાથથી પકડવા. હવે શ્વાસ લેતા છાતીને જમીનથી ઉપર ઉઠાવવી.

image source

હવે પોતાના પગને આગળની તરફ ખેંચવા. હવે સંતુલન બનાવતા સામે જોવું. આ આસનને કરવા માટે થોડા અભ્યાસની જરૂર છે. એટલા માટે ધીરે ધીરે અભ્યાસ કરવો. ૧૫ થી ૨૦ સેકન્ડ પછી શ્વાસ છોડતા, પોતાના પગ અને છાતીને ધીરે ધીરે જમીન તરફ લાવવા.

હલાસન:

image source

આ આસનનો અભ્યાસ કરતા પહેલા જમીન પર આસન પાથરી લેવું. ત્યારપછી જમીન પર પાથરેલ આસન પર સીધા સુઈ જવું. હવે પોતાના બન્ને હાથને જમીન પર રાખી દેવા અને પગને એકબીજા સાથે જોડી દેવા.

હવે આપના બન્ને પગને ધીરેથી ઉઠાવવા. આ સાથે જ નિતમ્બને પણ થોડાક ઉપર ઉઠાવવા. હવે પોતાના હાથની મદદથી પોતાના પગને માથાની પાછળની તરફ જમીન પર લઈ જવા. હવે પગ અને ઘૂંટણને સીધા રાખવા અને હાથને નિતમ્બની બાજુમાં રાખવા.

image source

આ સ્થિતિમાં થોડીવાર રહ્યા પછી પાછા યોગ્ય સ્થિતિમાં આવી જવું. હલાસનના અભ્યાસથી કરોડરજ્જુમાં લચીલાપણું યથાવત રહે છે અને શરીરમાં સ્ફૂર્તિ આવી જાય છે. આ સાથેજ આ આસનના અભ્યાસથી પાચનતંત્ર અને માંસપેશીઓને શક્તિ મળે છે અને પેટનો સોજો ઓછો થાય છે.

મત્સ્યાસન:

image source

મત્સ્યાસન કરવા માટે દંડાસનમાં બેસીને જમણા પગને ડાબા પગ પર રાખીને પોતાની કરોડરજ્જુને સીધી રાખવી. હવે પોતાના હાથનો સહારો લઈને પાછળની બાજુ કોણીનો ટેકો લઈને સુઈ જવું. પીઠ અને છાતીને ઉપરની તરફ ઉભરેલા રાખવા અને ઘૂંટણને જમીન પર અડાડી રાખવા.

image source

હવે પોતાના હાથથી અંગુઠા પકડવો અને ઊંડા શ્વાસ લેવા. ધ્યાન રાખવું કે કોણી જમીનને અડેલી હોવી જોઈએ. આ આસન શરીરનો થાક ઓછો કરે છે, પેટનો સોજો ઓછો કરે છે. આ આસન પેટ અને પેડુને ઉતેજીત કરીને પેટની ગેસ, સોજો અને અપચામાંથી મુક્તિ અપાવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ