IAS,IPS નાં ઈન્ટરવ્યુમાં અમુક ખૂબ મહત્વનાં સવાલ પૂછવામાં આવે છે.

સામાન્યરીતે અમુક પ્રશ્ન એ પ્રકારનાં હોય છે જે લગભગ દરેક સ્પર્ધા પરિક્ષામાં પૂછવામાં આવતા હોય છે.પરંતુ સિવિલ સર્વિસીઝ જેમ કે IAS,IPSનાં ઈન્ટરવ્યુમાં અમુક ખૂબ ખાસ પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે,જેમના ઉતર ન જણાવવામાં આવે તો તમે તરત રિજેક્ટ પણ થઈ શકો છો.

પ્રશ્ન (૧) – ભારતે પોતાનો એક દિવસીય ક્રિકેટ મેચ ક્યારે રમ્યો?

image source

ભારતે પોતાનો પ્રથમ આંતરરાષ્ટ્રીય એક દિવસીય મેચ ૨૩ જુલાઈ ૧૯૭૪ નાં રોજ ઈંગ્લેન્ડ વિરુદ્ધ હૈડિંગ્લેમાં રમ્યો હતો.આ પ્રૂડેંશિયલ ટ્રોફીનો પ્રથમ મેચ હતો.તેની અંદર ઈંગ્લેન્ડે ભારતને ચાર વિકેટથી હરાવી દીધું હતું.

પ્રશ્ન (૨)- ઓલંપિકમાં ક્રિકેટ શા માટે નથી?

image source

વર્ષ ૧૮૯૬ માં એથેંસમાં થયેલા પ્રથમ ઓલંપિક રમતોમાં ક્રિકેટને પણ શામેલ કરવામાં આવ્યો હતો,પરંતુ પૂરતી સંખ્યામાં ટીમ ન આવી શકવાને કારણે ક્રિકેટ પ્રતિયોગિતા રદ થવા પામી હતી.વર્ષ ૧૯૦૦ માં પેરિસમાં થયેલા દ્વિતીય ઓ લંપિકમાં ચાર ટીમો ઉતરી હતી,પરંતુ બેલ્જીયમ અને નેધરલેન્ડે પોતાનું નામ પરત લઈ લીધુ હતુ,જ્યારે બાદ ફક્ત ફ્રાન્સ અને ઈંગલેન્ડની ટીમ જ બચી.તેમના વચ્ચે મુકાબલો થયો,જેની અંદર ઈંગલેન્ડની ટીમ ચેમ્પીયન બની હતી.હવે આશા બાંધવામાં આવી રહી છે કે ૨૦૨૪ ની ઓ લંપિક રમતોમાં ટી-૨૦ ક્રિકેટને શામેલ કરવામાં આવે.

પ્રશ્ન(૩) – ફૈટ જીન શું છે?

image source

બ્રિટિશ વૈજ્ઞાનિકોએ ફેટીઓ ‘ વિશેષ કોશિકા શોધી કાઢી છે,જેના કારણવશ જાડાપણું ,હ્દયઘાત તેમજ મધુમેહ જેવી બિમારીઓ જોવા મળતી હોય છે.જેમનાં શરીરની અંદર આ ખાસ પ્રકારનું જીન મળી આવે છે,તેમને જો એક પ્રકારનો આહાર આપવામાં આવે ,તો તે એ લોકોની તુલનામાં પોતાનું વજન વધેલું અનુભવ કરતા હોય છે,જેમના શરીરની અંદર આ જીન નથી હોતું.વૈજ્ઞાનિકોનો આ પણ દાવો છે કે એ જીનને શોધી કાઢવામાં આવ્યું છે,જે કોશિકાઓ ની અંદર ચરબી જમા થવા માટે જવાબદાર છે.તેને ફેટ-૧ અને ફેટ-૨( ફૈટ ઈંડ્યૂસિંગ ટ્રાંસક્રિપ્ટ ૧-૨) જીન કહેવામાં આવે છે.

પ્રશ્ન (૪)- પ્રશંસકનાં અર્થમાં ફૈન શબ્દ કઇ રીતે બન્યો?

image source

ત્રણ વર્ષ પૂર્વ આવેલી ફિલ્મ “ફૈન”નાં નાયક હતા શાહરૂખ ખાન. વ્યકિતગત વાતચીતમાં ક્યાંક શાહરૂખ ખાને જણાવ્યું,ફૈન શબ્દ મને પસંદ નથી.એ મનું કહેવાનું હતુ કે,ફૈન શબ્દ ફૈનેટિલ(ઉન્માદી)થી નિકળેલો છે.આ ઘણીવાર નકારાત્મક પણ હોય છે.તમે અવારનવાર લોકોને આ કહેતા પણ સાંભળ્યા હશે કે હું અમિતાભ નો ફૈન છું કે સચીન તેંડુલકર ,રેખા કે વિરાટ કોહલીનો ફેન છું.અમુક લોકો મજાકમાં કહે છે કે હું તમારો પંખો છું કારણ કે ફૈનનો સર્વાધિક પ્રચલિત અર્થ પંખો જ છે.’ફૈન’ નો અર્થ ઉત્સાહી સમર્થક કે ખૂબ મોટા પ્રશંસક પણ થાય છે,પરંતુ તેનો આ અર્થ હમેંશાથી ન હતો.

image source

જોવામાં આવે તો આ શબ્દનો જન્મ અમેરિકામાં બેસબોલનાં મેદાનમાં થયો.તેનો પ્રથમવાર ઉપયોગ કર્યો હતો ટેડ સુલીવોને,જે સેંટ લુઈસ બ્રાઉન્ઝ બેસબોલ ટીમનાં મેનેજર હતા.વર્ષ ૧૮૮૭માં ફિલાડેલ્ફીયાનાં એક રમત પત્રિકા’સ્પોર્ટિંગ લાઈફ’ માં આ શબ્દ વિશે જાણકારી આપવામાં આવી હતી.તેની અંદર જણાવવામાં આવ્યું હતુ કે ફૈન શબ્દ ‘ફૈનેટિક’નું સંક્ષિપ્ત રૂપ થાય છે.પહેલા આ શબ્દ અમેરિકી રમત પ્રેમીઓ માટે જ પ્રયોગ થતો રહ્યો,પરંતુ બાદમાં આ બીજી રમતો અને પછી જીવનનાં દરેક ક્ષેત્રોમાં છવાઈ ગયો.આ શબ્દ દ્વારા ફેનડમ શબ્દ પણ બન્યો.ત્યારબાદ ફૈન મેલ,ફૈન લેટર અને હવે ફૈન ક્લબ પણ બની ગયા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ