દુનિયાના આ અબજોપતિઓની અબજોની કમાણી પાછળ છે ઇન્ટરનેટનો ! ઇન્ટરનેટના બાદશાહ છે આ લોકો

આજે દુનિયાના મોટા ભાગના વ્યવહારો જેમ કે આર્થિક વ્યવહારો, સામાજિક વ્યવહારો, મનોરંજન, જ્ઞાન આપવા લેવાના વ્યવહારો વિગેરેનો મોટા ભાગનો આધાર ઇન્ટરનેટ પર છે. આપણા વિસ્તારોમાં જ્યારે રમખાણ ફાટી નીકળે અને સ્થાનિક સરકારો દ્વારા જ્યારે ઇન્ટેરનેટની સેવા બંધ કરી દેવામાં આવે છે ત્યારે આપણે ઇન્ટરનેટ વગર રહી નથી શકતાં તો હવે તમને ઇન્ટરનેટનું મહત્ત્વ સમજાઈ ગયું હશે. અને આજ ઇન્ટરનેટના સહારે દુનિયાના સૌથી ધનાઢ્ય લોકો અબજોપતિ બની ગયા છે તો ચાલો જાણીએ આ અબજોપતિઓ વિષે.

દુનિયાનો સૌથી ધનાડ્ય વ્યક્તિ જૈફ બેજોસ, એમેઝોન કંપની

જેફ બેજોસ વિશ્વની સૌથી વધું કમાણી કરતી એમેઝોન કંપની ધરાવે છે. તેનો બધો જ ધંધો ઇન્ટરનેટ પર આધાર રાખે છે. ઇન્ટરનેટના કારણે અબજો પતિ બનવામાં તેનું નામ મોખરે આવે છે. તેની કુલ નેટવર્થ 131 અબજ ડોલર છે. આટલું લખતાં સુધીમા તો તેમાં બીજા 25-50 કરોડનો ઉમેરો થઈ ગયો હશે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જેફ બેજોઝ એક સેકંડના પોણા બે લાખ રૂપિયાની કમાણી કરે છે.

ફેસબુક, માર્ક ઝકરબર્ગ

આજે વૃદ્ધ, આદેડ, યુવાન, કીશોર કે પછી બાળકો બધા જ ફેસબુક પર પોતાના અકાઉન્ટ ધરાવે છે. આજે વિશ્વના સેંકડો કરોડો લોકો ફેસબુકમાં પોતાનું અકાઉન્ટ ધરાવે છે જેમાંથી એક્ટીવ એટલે કે જેઓ નિયમિત ફેસબુકનો ઉપોયગ કરતાં હોય તેવા યુઝર્સ 2.41 અબજ છે. માર્ક ઝકરબર્ગની નેટવર્થ 62.3 અબજ ડૉલર છે. જેમાં પણ દર સેકંડે લાખોનો ઉમેરો થઈ રહ્યો છે.

ગુગલ સ્થાપક, લેરી પેજ

ગુગલની સ્થાપના 4, સપ્ટેમ્બર 1998માં કરવામાં આવી હતી. જેમાં લેરી પેજ એક કો ફાઉન્ડર છે. જેની કુલ નેટવર્થ છે 50.8 અબજ ડૉલર. આજે પૃથ્વી પર વસતા લગભગ બધા જ લોકો ગુગલ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે. અને તેના પર રોજ અઢળક બાબતો વિષે સર્ચ કરે છે. એક આંકડા પ્રમાણે ગુગલ પર દર સેકન્ડે 40,000 સર્ચ કરવામાં આવે છે અને એક દિવસમાં 3.5 અબજ વાર કોઈને કોઈ બાબત પર સર્ચ કરવામાં આવે છે. ઇન્ટરનેટ દ્વારા સૌથી વધારે કમાણી કરતી વ્યક્તિમાં લેરી પેજનો નંબર ત્રીજો આવે છે.

સર્ગેઈ બ્રીન, ગુગલના સહ સંસ્થાપક

તમને જણાવી દઈએ કે ગુગલની પેટા કંપનીમાં યુ ટ્યુબનો પણ સમાવેશ થાય છે અને તેના પર પણ એક દિવસમાં કરોડો બાબતો વિષે સર્ચ કરવામાં આવે છે. અને તેના પરની દરેક વિડિયોમાં આવતી જાહેરાતોમાંથી યુ-ટ્યુબ અને ગુગલ દીવસની કરોડો રૂપિયાની કમાણી કરે છે. સર્ગેઈ બ્રીન ગુગલના સહસંસ્થાપક છે જેમની નેટવર્થ છે 49.8 અબજ ડૉલર.

મા હોતેંગ, ટેસેન્ટ કંપનીના સ્થાપક અને સીઈઓ.

હોતેંગને પોની મા તરીકે પણ ઓળખવામાં આવે છે તે ચાઈનીઝ કંપની ટેસેન્ટના સીઈઓ છે. તેઓ એક ઇનવેસ્ટર, પોલિટિશિનય, ફિલાન્થ્રોપિસ્ટ, એજિનિયર તેમજ ઇન્ટરનેટ ટેક્નોલોજી આંતરપ્રિન્યોર પણ છે. તેમની નેટવર્થ 38.70 અબજ ડૉલર છે. તેમની કંપની ઇન્ટરનેટ, મનોરંજન, આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેક્નોલોજીનો મુખ્ય બિઝનેસ ધરાવે છે. જે માત્ર ચાઈના નહીં પણ સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે.

જેક મા, અલિબાબા ગૃપ, સહસંસ્થાપક

જેક માને, મા યુન તરીકે પણ ઓળખવામાં આવે છે તે એક ચાઈનીઝ બિઝનેસ, ઇનવેસ્ટર અને પોલિટિશિયન છે. અલિબાબા ગૃપ ચાઈનાની મલ્ટીનેશનલ કંપની છે જે ઇ કોમર્સ, રીટેઈલ, ઇન્ટરનેટ અને ટેક્નોલોજીમાં બિઝનેસ કરે છે. જેક મા આ કંપનીના સહસંસ્થાપક છે અને હાલ એક્ઝિક્યુટીવ ચેર પરસન પણ છે. તેમની નેટવર્થ 38.40 અબજ ડોલર છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ