આજનો દિવસ :- ૩ ડિસેમ્બર – આઁતરરાષ્ટ્રીય વિકલાઁગ (અપઁગ) દિવસ (Inrernational Day of Persons with Disabilities)

ઇંગ્લેન્ડના મધ્યમ પરિવારમાં જન્મેલો એક છોકરો ભણવામાં અત્યંત નબળો હતો. ૧૩ વર્ષ સુધી વારંવાર નાપાસ થતો રહ્યો કારણ કે એ ડીસ્લેક્સિયા( તારે જમી પે માં ઇશાનને જે રોગ હતો તે)નો પેસન્ટ હતો. પરંતું તેની માં પોતાના દિકરાના અભ્યાસ કરતા પણ તેના સર્વાંગી વિકાસમાં ખુબ ધ્યાન આપતી. પોતાનો આ છોકરો નિર્ણયો જાતે લે એ માટે એને તૈયાર કરતી.

આ છોકરાની શાળાથી ૩ કી.મી. દુર ક્રોસીંગ પર એને એકલો મુકી દેતી અને એને એની જાતે શાળા શોધવાનું કહેતી. ડીસ્લેક્સિયાના દર્દીને એકલો મુકવાથી કેવા ગંભિર પરિણામ આવે તે એ જાણતી જ હશે પણ એને તો પોતાના દિકરાને દુનિયાની સામે ઉભો રાખવો હતો. પેલો મહામહેનતે એની સ્કુલ સુધી પહોંચી શકતો ક્યારેક રસ્તો પણ ભટકી જતો આમ છતા એ એને એકલો જ મુકતી.

૧૩ વર્ષની ઉંમર પછી એને એકે બોર્ડીંગ સ્કુલમાં બેસાડવામાં આવ્યો પણ તેના પરફોર્મન્સના કારણે એને ૧૬માં વર્ષે સ્કૂલમાંથી કાઢી મુકવામાં આવ્યો. એની માં હિંમત આપવા માટે સાથે હતી. આ છોકરાને બિઝનેશ શરુ કરવો હતો તો પોતાની બધી જ અંગત બચત આ માં એ ૧૬ વર્ષના દિકરાના હાથમાં મુકી દીધી. છોકરાએ ‘સ્ટુડન્ટ’ નામનું મેગેઝીન શરુ કર્યુ પરંતું વાંચનાર કોઇ નહોતું એટલે ગાંઠનું ગોપી ચંદન ખર્ચીને એની ૫૦૦૦૦ કોપી મફતમાં વહેંચી.

દિકરાની દરેક નિષ્ફળતા વખતે માં તેની સાથે રહી ડિસલેક્સિક દિકરાને સધિયારો આપતી રહી. આ દિકરાને પોતાની માં ના સપના સાકાર કર્યા અને એક ડિસ્લેક્સિક બાળક શું કરી શકે તેનો દુનિયાને પરિચય કરાવ્યો.

આ છોકરો એટલે વર્ઝીન ગૃપની ૪૦૦ કંપનીઓનો માલિક અને ૨૮૦૦૦ કરોડથી વધુ સંપતિ ધરાવતો ઇંગ્લેન્ડનો ચોથાનંબરનો ધનકુબેર રીચાર્ડ બેનસન.

વિશ્વ વિજ્ઞાન દિવસ નિમિત્તે એક સરસ મજાનુ કાર્ટુન જોવા મળેલુ. શોપિઁગમોલમાઁ ઓટેમેટિક સીડી પર ટોળુ જઇ રહ્યુ હતુ અને અઁતે એક પગેથી વિકલાઁગ વ્યક્તિ સ્થિર સીડીનો ઉપયોગ કરીને ઉપર જઇ રહ્યો હોય છે. નીચે લખાણ હતુ કે, “જયાઁ સુધી યોગ્ય વ્યક્તિ સુધી વિજ્ઞાન ન પહોઁચે ત્યાઁ સુધી એ વિજ્ઞાનનો કોઇ અર્થ નથી.” ખરેખર કાર્ટુનિસ્ટને આવી સુક્ષ્મ દ્રષ્ટ્રી માટે ધન્યવાદ આપવાનુ મન થઇ જાય એવુ કાર્ટુન હતુ. જેમાઁ મેઁ થોડુ એડીટ કરીને વાઇરલ કરેલુ.

આજે વિકલાઁગ લોકો વિશે ચર્ચા કરવાનુ કારણ આઁતરરાષ્ટ્રીય વિકલાઁક દિવસ. વિશ્વમાઁ અપઁગ-વિકલાઁગ લોકોને ગૌરવ, હકો અને સુખાકારી ના હેતુ માટે યુનાઇટેડ નેશન્સ દ્રારા દર વર્ષે 3જી ડિસેમ્બરના રોજ આઁતરરાષ્ટ્રીય વિકલાઁગ દિવસ ઉજવવામાઁ આવે છે. ઇ.સ. ૧૯૮૧ થી આ દિવસ ઉજવવા માટે પ્રયત્નો થયા હતા. જયારે ઇ.સ. ૧૯૮૩-૧૯૯૨ ના દસકાને તો યુનાઇટેડ નેશન્સ દ્રારા ડિસેબલ્ડ વ્યક્તિ માટેનો દસકો જાહેર કરેલ હતો. ઇ.સ. ૧૯૯૨ થી દર વર્ષે નિયમિત રીતે ઉજવવામાઁ આવે છે. વિશ્વના અઁદાજિત ૧૫% લોકો અપઁગતા ધરાવે છે. આ લોકો જે-તે પડકારોનો સામનો કરે છે. આ દિવસનો મુખ્ય હેતુ અપઁગતા મુદ્દાઓની સમજને પ્રોત્સાહન આપવાનો છે. જેથી વિકલાઁગ લોકોમાઁ જાગૃતતા આવે. આ માટે આ દિવસ જુદી-જુદી થીમ દ્રારા ઉજવવામાઁ આવે છે.

અપઁગતા કે વિકલાઁગતાને ભારતમાઁ તો જાણે અભિશાપ ગણવામાઁ આવે છે. આપણે ઘણી વખત સાઁભળવા મળતુ હોય છે કે, “એ તો ગયા જન્મના પાપ ભોગવે છે”,”ભગવાન નાડ જોઇને જ નસ્તર(સોટી) મારે છે.” વગેરે વગેરે… … … ., પરઁતુ મારુ માનવુ તો એમ જ છે કે ભગવાને ભલે નાડ જોઇને નસ્તર મારી હોય કે ગયા જન્મના પાપ હોય આપણે શા માટે અન્યાય કરવો ?, શા માટે એમના માટે એમનુ જીવન ભાર રુપ હોય એવુ અનુભવવા દેવુ ? કેટલાક પ્રસઁગોમાઁ તો સામાજીક વર્તન ને લીધે અપઁગ વ્યકિત મોતને વહાલુ કરતા હોય છે. અપઁગ લોકોને પણ સામાન્ય વ્યકિતની જેમ જ આશાઓ, ભાવનાઓ, ઇચ્છાઓ હોય છે જ. એમને પણ સામાન્ય વ્યક્તિની જેમ જીવન જીવવાનો અધિકાર હોવો જ જોઇએ. વિકલાઁગતા કોઇને જન્મજાત હોય છે તો કોઇને અકસ્માત રુપે મળેલી હોય છે. આપણને અપઁગ વ્યક્તિ સાથે સદભાવનાપુર્વક વર્તન કરવુ જોઇએ. કોઇપણ શારીરિક ખોડખાપણ ધરાવતી વ્યક્તિઓને દયાભવથી નહિ પરઁતુ સમભાવથી જોવી જોઇએ. અપઁગતા-વિકલાઁગતા એ કોઇ મર્યાદા નથી. વિકલાઁગતા શરીરથી નહિ, મનથી હોય છે. જે માણસ મનથી વિકલાઁગ હોય એ શરીરથી ગમે તેટલો મજબુત હોય તો પણ કઁઇ ન કરી શકે અને જે માણસ મનથી મજબુત હોય એને સફળ થતા કોઇ શારીરિક વિકલાઁગતા કયારેય અટકાવી શકતી નથી.

આપણે ત્યાઁ અપઁગતા ઉપર ઘણીબધા ચલચિત્રો બનેલા છે પરઁતુ મારી દ્રષ્ટ્રીએ તો કલ્કી કોચલીનની “માર્ગારેથ- વિધ સ્ટ્રો” અને સઁજય લીલા ભણશાળીની ઋત્વિક રોશન અને ઐશ્વર્યા રાય અભિનીત “ગુજારિશ” ઉત્તમ ચલચિત્રો છે. ચાલો આપણે સૌ આજના દિવસે પ્રતીજ્ઞા લઇ કે “આપણે અપઁગો-વિકલાઁગ લોકોને એવો સમાજ પુરો પાડવા પ્રયત્નશીલ રહીશુ કે જેનાથી એમને એમના અધિકારો મળી રહે, ઉપરાઁત જીવન જીવવામાઁ અગવડતા ન પડે.”

— Vasim Landa – “વહાલા” ☺️
The Dust of Heaven ✍️

ટીપ્પણી