શ્રીરામ સાથે જ યુદ્ધ પર નીકળ્યા હતા હનુમાનજી, જે વાતથી દરેક લોકો છે અજાણ

શ્રીરામ સાથે જ યુદ્ધ પર નીકળ્યા હતા હનુમાન, જાણો રોચક વાર્તા

image source

મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ હનુમાનજીના હૃદયમાં વાસ કરતાં હતા. આ વાત સૌ કોઈ જાણે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું હતું કે પવનસુત હનુમાન શ્રીરામ સાથે જ લડાઈ કરવા નીકળ્યા હતા? આ વાતથી મોટાભાગે ભક્તો અજાણ હોય છે પરંતુ આ સત્ય છે અને આ ઘટનાનો ઉલ્લેખ શ્રીરામ કથામાં પણ કરવામાં આવ્યો છે.

આ કથા કરતાં પણ રોચક વાત એ છે કે શ્રીરામના સૌગંધના કારણે જ હનુમાનજીને તેમની સામે લડાઈ કરવા જવું પડ્યું હતું. આવું શા માટે થયું હતું ચાલો વિગતવાર જણાવીએ તમને.

image source

એક સમયની વાત છે જ્યારે સુમેરૂ પર્વત પર તમામ સંતોની સભા ભરાઈ હતી. કૈવર્ત દેશના રાજા સુકંત પણ તેમાં હાજર હતા. રસ્તામાં તેમને દેવર્ષિ નારદ મળ્યા. રાજા સુકંતએ તેમને પ્રણામ કર્યા, નારદજીએ તેમને યાત્રાનું પ્રયોજન પુછ્યું. રાજા સુકંતએ તેમને જણાવ્યું કે તેઓ સંત સભામાં જઈ રહ્યા છે.

image source

સુકંત જ્યારે સભા માટે નીકળ્યા ત્યારે નારદજીએ જણાવ્યું કે સભામાં દરેક સંતને તેમના પ્રણામ કરે પરંતુ વિશ્વામિત્રને અભિવાદન ન કરે. આમ શા માટે કરવું તેનું કારણ સુકંતએ પુછ્યું તો નારદજીએ જણાવ્યું કે તું રાજા છે તે પણ પહેલા રાજા હતો હવે સંત બન્યા છે. તેથી તેને પ્રણામ ન કરે. સુકંતએ પણ આમ જ કર્યું.

image source

સભા સમાપ્ત થયા પછી વિશ્વામિત્ર શ્રીરામને મળવા પહોંચ્યા. તેમણે શ્રીરામને જણાવ્યું કે કેવી રીતે સભામાં તેમનું અપમાન થયું. રામજીએ ગુરુના ચરણના સૌગંધ લીધા અને પ્રતિજ્ઞા કરી કે જેણે તેના ચરણમાં નમન નથી કર્યું તેનો વધ થશે.

image source

શ્રીરામની સૌગંધની ખબર સુકંતને પડી તો તે નારદજીને શોધવા લાગ્યા. નારદજી જ્યારે પ્રગટ થયા તો સુકંતએ તેને શ્રીરામની પ્રતિજ્ઞા વિશે જણાવ્યું. નારદજીએ સુકંતને માતા અંજનીના શરણમાં જવા કહ્યું. સુકંતએ જીવ બચાવવા નારદજીના કહ્યા અનુસાર જ કર્યું.

image source

રાજા સુકંત માતા અંજની પાસે પહોંચ્યા અને રડવા લાગ્યા. રાજાને જોઈ માતા અંજનીએ તેની ચિંતાનું કારણ પુછ્યું તો તેણે જણાવ્યું કે વિશ્વામિત્ર તેમને મારી નાંખશે. માતા અંજનીએ તેની શાંત થવાનું કહી વચન આપ્યું કે તેના પ્રાણની રક્ષા તે કરશે.

image source

સંધ્યા સમયે હનુમાનજી માતા પાસે પહોંચ્યા ત્યારે અંજની માતાએ સુકંતની રક્ષા માટે આપેલા વચન વિશે તેમને જણાવ્યું. હનુમાનજીએ અજાણતા શ્રીરામના ચરણની સૌગંધ લઈ કહ્યું કે તેના પ્રાણની રક્ષા તેઓ કરશે. હનુમાનજીએ ત્યારબાદ પુછ્યું કે તેના પ્રાણ કોણ લેવા ઈચ્છે છે.

image source

ત્યારે સુકંતએ જણાવ્યું કે શ્રીરામએ તેના પ્રાણ લેવાની સૌગંધ લીધી છે. આ વાત સાંભળી હનુમાનજી શ્રીરામ પાસે પહોંચ્યા. શ્રીરામ સુકંતને મારવા નીકળ્યા તો હનુમાનજીએ તેમને રોક્યા અને કહ્યું કે તેનો વધ ન કરે. શ્રીરામએ કહ્યું કે તેણે તેના ગુરુના સમ ખાધા છે એટલે તેનો વધ તો કરવો જ પડશે.

image source

હનુમાનજી રાજા સુકંતને લઈ પર્વત પર પહોંચ્યા અને રામ નામના કીર્તન કરવા લાગ્યા. તેની પાછળ શ્રીરામ અને હનુમાનજી પણ પર્વત પર પહોંચી ગયા. સુકંત રાજા ડરી ગયો. પરંતુ હનુમાનજીએ તેને કહ્યું કે રામ નામ જપતા રહે. હનુમાનજીએ શ્રીરામના નામ વચ્ચે સુકંતને બેસાડી દીધો. શ્રીરામએ જ્યારે બાણ ચલાવ્યા તો રામનામના કારણે બાણ વિફળ થઈ ગયા.

image source

શ્રીરામનું એક બાણ જ્યારે હનુમાનજીને લાગ્યું તો તે મુર્છિત થઈ ગયા. તેમની ચિંતામાં શ્રીરામએ હનુમાનજીને પોતાના ખોળામાં સુવડાવી તેમના માથા પર હાથ ફેરવ્યો ત્યારે હનુમાનજીએ સુકંત રાજાને પોતાના સ્થાને રાખી દીધો. ત્યારબાદ શ્રીરામને કહ્યું કે પ્રભુ હવે તેના પર તમારો હાથ છે તેથી તેના પ્રાણની રક્ષા કરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ