આપણે રોજબરોજ દૂધની થેલીથી માંડીને નવી નક્કોર કાર ખરીદવા જે ભારતીય કરન્સી વાપરીએ છીએ તેના વિશે ઘણી બધી એવી વાતો છે જે મોટાભાગના લોકો નથી જાણતા.
ચલણી સિક્કા હોય કે નાની મોટી મૂલ્યની ચલણી નોટ દરેક ભારતીય કરન્સીનો એક જાણવા જેવો ભૂતકાળ અને વર્તમાન છે.
આવો આજના આ જાણવા જેવું વિભાગના આ માહિતીપ્રદ આર્ટિકલમાં આપણે ભારતીય કરન્સી વિશે રોચક વાતો જાણીએ

1). વર્ષ 1954 થી 1978 દરમિયાન ભારતીય ચલણી નોટોમાં 5000 અને 10000 રૂપિયાના મૂલ્યની નોટો પણ અસ્તિત્વમાં હતી.

2). આઝાદી બાદ પણ પાકિસ્તાન પોતાના ચલણ માટે ભારતીય કરન્સી પર પોતાનો સિક્કો લગાવી ઉપયોગ કરતું અને આ ક્રમ ત્યાં સુધી ચાલુ રહ્યો જ્યાં સુધી પાકિસ્તાન પાસે પોતાના ચલણની નોટો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન થઈ.

3). એક રૂપિયાની ભારતીય ચલણી નોટ ભારતના નાણાં મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવતી અને તેના પર સચિવના હસ્તાક્ષર હતા.
4). ભારતમાં એક સમયે ચલણી એવી 500 અને 1000 ની જૂની નોટો તે સમયે નેપાળમાં પ્રતિબંધિત હતી.

5). વર્ષ 2007 માં કોલકત્તામાં પાંચ રૂપિયાના ચલણી સિક્કાની ભારે અછત ઉભી થઇ હતી.
6). 10 રૂપિયાનો એક સિક્કો બનાવવા પાછળ 6.10 રૂપિયા ખર્ચ આવે છે.

7). ચલણી નોટની આગળની તરફ અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષા લખેલી હોય છે જ્યારે પાછળની તરફ અસમિયા, ગુજરાતી, બંગાળી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મલયાલમ, મરાઠી, નેપાળી, ઉડીયા, પંજાબી, સંસ્કૃત, તમિલ, તેલુગુ અને ઉર્દુ એમ 15 ભાષાઓ લખેલી હોય છે.

8). જો તમારી પાસે ફાટેલી ચલણી નોટ છે અને તેનો 51 ટકા ભાગ તમારી પાસે હોય તો તમે તેને બેંકમાં બદલી નવી નોટ લઈ શકો છો.

9). દરેક ભારતીય ચલણી નોટ પાછળ ભારતના કોઈ એક સ્થળનું દ્રશ્ય હોય છે. જેમ કે 20 રૂપિયાની નોટ પાછળ આંદામાન દ્વીપનું ચિત્ર છે.
10). ફિફ્થ પિલર નામના એક એનજીઓએ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા એક વખત 0 રૂપિયાની નોટ પણ બહાર પાડી હતી.

11). વર્ષ 1971 માં ભારતીય રૂપિયો ડોલરથી પણ વધુ કિંમત ધરાવતો હતો. તે સમયે 13 ડોલર બરાબર એક ભારતીય રૂપિયો હતો.
12). ભારતની ચલણી નોટોમાં છપાતી ગાંધીજીની તસ્વીર હાથ વડે ચિત્રિત કરાયેલ નથી પરંતુ વર્ષ 1947 માં કેમેરા દ્વારા લેવાયેલ તસ્વીર છે.

13). ભારતીય ચલણી નોટો બનાવવા માટે કાગળ નહીં પરંતુ કપાસનો ઉપયોગ કરવામાં આવે છે.

14). કોઈપણ સિક્કામાં એક ખાસ નાનું નિશાન હોય છે જે તે સિક્કો ક્યાં બનાવવામાં આવ્યો છે તે દર્શાવે છે. જો તે નિશાન નાનો ડાયમંડ હોય તો મુંબઇ, સ્ટાર હોય તો હૈદરાબાદ, બિંદુ હોય તો નોઈડા અને કોઈ નિશાન ન હોય તો તે સિક્કો કોલકત્તામાં નિર્મિત થયો હોય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !