અક્ષય કુમાર – કેટરીના કૈફની સૂર્યવંશી બોક્ષઓફિસ પર લાવી શકે છે ભૂકંપ
અક્ષય કુમાર દ્વારા અભિનિત સૂર્યવંશી ફિલ્મ રોહીત શેટ્ટીની કોપ યુનિવર્સનો નવો ભાગ છે. આ પહેલાં તેણે અજય દેવગન સાથે સિંઘમ સિરિઝ કરી ત્યાર બાદ રણવીર સિંહ સાથે સિંબા કરી અને હવે તે અક્ષય કુમાર સાથે સૂર્યવંશી લાવી રહ્યો છે. આ ત્રણે ફિલ્મોના કેન્દ્રમાં ભારતની પોલીસ ફોર્સ રહી છે. આમ તો સૂર્યવંશીનો અણસાર તમને સિંબા ફિલ્મમાં આપી દેવામાં જ આવ્યો હતો. હાલ જ સૂર્યવંશીનું ટ્રેલર લોન્ચ થયું છે અને લોકોને તે ખૂબ પસંદ આવ્યું છે.

આ વખતે રોહિત શેટ્ટી કરપ્ટ નેતાઓ કે કરપ્ટ પોલીસ અધિકારીઓ કે પછી ગુંડાઓને ધૂળ ચંડાડવાના થીમ સાથે નથી આવ્યા પણ આ વખતે ફિલ્મનું થીમ વિશાળ છે અને તેમાં પોલીસ ફોર્સ લડશે આતંકવાદી હૂમલા વિરુદ્ધ. ફિલ્મના ટ્રેલરમાં જણાવી દેવામાં આવ્યું છે કે મુંબઈમાં ત્રણ આતંકવાદી હૂમલા થઈ ગયા છે પણ હજુ ચોથો અને સૌથી મોટો હૂમલો થવાનો બાકી છે.

બીજી બાજુ ટ્રેલરમાં એ પણ દર્શાવવામાં આવ્યું છે કે 1993માં આતંકવાદી હૂમલા માટે 1 ટન આરડીએક્સ લાવવામાં આવ્યો હતો જેમાંથી માત્ર 400 કી.ગ્રામ જ ઉપયોગમાં લેવાયો છે બાકીનો 600 કી.ગ્રામ બાકી છે જેને મુંબઈમાં જ ક્યાંક છૂપાવીને રાખવામાં આવ્યો છે.
માટે એ તો પાક્કું જ છે કે હૂમલો તો થવાનો જ છે પણ આ હૂમલાને રોકવો કેવી રીતે અને અહીં ચિત્રમાં આવે છે આપણો હીરો એટલે કે અક્ષય કુમાર છે. અક્ષય કુમારની જ ફિલ્મ હોલીડેની જેમ જ અહીં પણ સ્લિપર સેલ જ આતંકવાદી હૂમલાને અંજાબ આપશે અને તેમાંના એકને તો અક્ષયે પકડી પણ લીધો છે જે તમે ટ્રેલરમાં જોઈ શકો છો. પણ તેના જેવા બીજા 40 આતંકવાદીઓને શોધવાના હજૂ બાકી છે.

એક બાજુ પ્રામાણીક પોલીસ અધિકારી અક્ષય કુમાર આતંકવાદી હૂમલા વિરુદ્ધ આકાશ પાતાળ એક કરી રહ્યો છે તે જ દરમિયાન તેની દીકરીને કંઈક થઈ જાય છે આમ તેણે એક સાથે બે-બે યુદ્ધ લડવાના છે જે લડાઈમાં તેની સાથે સિંબા અને સિંઘમ બન્ને તેનો સાથ આપી રહ્યા છે.
આ ફિલ્મમાં રોહીત શેટ્ટીની આગલી ફીલ્મોની જેમ સ્કોર્પિયો નહીં પણ હેલીકોપ્ટર બતાવવામાં આવ્યા છે અને તેના પર અક્ષય કુમારને લટકતો પણ બતાવવામાં આવ્યો છે.

આ ફિલ્મની સૌથી મોટી ખાસવાત એ છે કે ઘણા સમય બાદ મોટા પરદા પર તમે ત્રણ-ત્રણ સુપર સ્ટારને એક સાથે એક્શન કરતાં જોઈ શકશો. પહેલાંના સમયમાં એટલે કે 70-80માં તમે બે-બે, ત્રણ-ત્રણ સુપર સ્ટાર્સને એક સાથે મોટી ફિલ્મોમાં જોતાં હશો જેમ કે , અમર અકબર એન્થની, નસીબ, દોસ્તાના, પરવરિશ વિગેરે પણ આ વખતે દર્શકોને આ ત્રણે સૂપર સ્ટાર્સને એક સાથે એક્શન કરતાં જોવાની મજા આવશે.
કેટરીના અને અક્ષય તીસ મારખાન ફિલ્મ બાદ 9 વર્ષે એક સાથે રૂપેરી પરદા પર જોડી જમાવતા જોવા મળશે. દર્શકોને આ બન્નેની જોડી પહેલેથી જ ખૂબ પસંદ છે.

ફિલ્મના હીરોની વાત થઈ ગઈ પણ આ ફિલ્મના વિલન પણ કંઈ ઓછા ઉતરે તેવા નથી. વિલનમાં છે જગ્ગુ દાદા એટલે કે જેકી શ્રોફ, ગુલ્શન ગ્રોવર, અભિમન્યુ, અને નિકેતન ધીર છે. આમ હીરોને બરાબરની ટક્કર આપવા માટે આ ધાકડ વિલન પણ તમને જબરજસ્ત એન્ટટેઇનમેન્ટ પુરુ પાડશે તેની ગેરેન્ટી છે.
રોહીત શેટ્ટી એક ગેરેંટીડ સફળ ફિલ્મો આપતો ડીરેક્ટર છે તેની ફિલ્મો સુપર હીટથી લઈને સુપર ડુપર હીટની કેટેગરીમાં આવે છે. તેની દરેકે દરેક ફિલ્મોએ સેંકડો કરોડો રૂપિયાનો ધંધો કર્યો છે. બોલીવૂડના દીગ્ગજો તેની સાથે કામ કરવા માટે પટાપડી કરે છે.

જો તમે આ ફિલ્મ જોવા માટે આતુર હોવ તો આ ફિલ્મ 24 માર્ચે દેશ ભરના સિનેમાઘરોમાં રિલિઝ થવા જઈ રહી છે અને તેના બૂકીંગ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. માટે જો તમને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવાનો શોખ હોય તો બૂકીંગ વહેલું જ કરાવી લેજો.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ