કોલેજના એ દિવસોમાં તમે પણ આમાંના એક હતા જ ચેક કરો લીસ્ટ…

કેન્ટીન અને કોલેજ, આ બંને શબ્દો એકબીજાથી સમાંતર થઈ ગયા છે. આપણે કોલેજમાંથી કેન્ટીનને અને કેન્ટીનમાંથી કોલેજને ક્યારેય અલગ કરી શક્તા નથી. જો તમે એવું વિચારી રહ્યા છો કે, આપણે કેન્ટીનને એટલું મહત્ત્વ કેમ આપી રહ્યાં છે. કેમ કે, તે ખાવાનો સ્ત્રોત છે, તો તમે ખોટા છો. કેન્ટીનની એવી મેમરીઝ બને છે, જે આપણા જીવનમાં દિલમાં સ્થાન આપીએ છીએ. જો વિશ્વાસ ન હોય તો કોઈ પણ વિદ્યાર્થીને પૂછી લેજો. કેન્ટીનની વાત જ કંઈક અલગ છે. તે મટરગસ્તી, પાગલપન, દોસ્તી, પ્રેમ વગેરે…. તો આજે આપણે એ જાણીશું કે, તેમને દુનિયાનામાં કેવા કેવા પ્રકારના લોકો કેન્ટીનમાં મળી આવે છે.

– કેન્ટીનને લાઈબ્રેરી સમજનારા

તમે હંમેશા એવા લોકોને કેન્ટીનમાં જોશો, જે કેન્ટીનમાં બેસીને પોતાનું એસાઈનમેન્ટ પૂરું કરી રહ્યા હોય છે, અથવા તો કંઈક વાંચી રહ્યા હોય. મોટાભાગના આવા વિદ્યાર્થીઓ સાયન્સના હોય છે. અને બાકીના કેટલાક એવા હોય છે, જેમની એસાઈમેન્ટની છેલ્લી તારીખ એક દિવસ પહેલા જ પૂરી થઈ ગઈ હોય છે અને તેઓ એક દિવસ ટીચર પાસેથી માંગીને પોતાનું એસાઈનમેન્ટ લખી રહ્યા હયો છે, તેમ છતાં તે અધૂરુ રહી જાય છે.

– ઘરનું ટીફિન ખાનારા લોકો

ઘરના ડબ્બાનો સ્વાદ કોને નથી ગમતો. પરંતુ કેન્ટીનમાં જઈને કેન્ટીનના ભોજનને બદલે ઘરથી લાવવામાં આવેલું ખાવાનું ખાતા લોકો તમને વધારે મળશે.

– પ્રેમી જોડા

મોટાભાગની લવ સ્ટોરીજ કોલેજની અંદર જ શરૂ થાય છે અને તેમાં મોટાભાગની કહાનીઓ ત્યાં જ રહી જાય છે. જે કહાનીઓ આગળ વધે છે, તેમના માટે કોલેજની કેન્ટીન સ્વર્ગ સમાન હોય છે.

– યુવતીઓનું દિલ તોડનારા રોમિયો

કટેલાક ખુશનસીબોને જલ્દી જ પ્રેમ મળી જાય છે, પણ કેટલાક લોકો એવા હોય છે જે લાખ પ્રયાસો કરવા છતાં પણ મેળવી શક્તા નથી. બસ, આવા લોકોની પ્રેમની ખોજ કોલેજની કેન્ટીનમાં સમાપ્ત થાય છે.

– બીજાના ખાવા પર હાથ મારનારા

કેટલાક એવા હોય છે, જે પોતે તો કેન્ટીનમાં કંઈ નહિ ખરીદે, પરંતુ બધા મિત્રોના ડબ્બામાં હાથ જરૂર મારશે અને આખા કેન્ટીનમાં ફરતા રહેશે.

અરિજીત સિંહ અને કૈલાશ ખૈર

ઈન્ડિયન આઈડલ બનવાના ખ્વાબ જોનારા કલાકારો પણ કેન્ટીનમાં જોવા મળશે. પોતાની પ્રેમિકાઓ માટે અથવા દોસ્તી માટે, અથવા તો બસ એમ જ ગીતો ગાનારાનાઓથી તો કેન્ટીન ભરાયેલી હોય છે.

– ફિકસ્ડ ટેબલ

આજે તમે કોલેજથી ઘર જઈને બીજા દિવસે પાછા આવશો, તો પણ કેટલાક લોકો તમને કેન્ટીનમાં જ મળશે. તેમનું એક ફિકસ્ડ ટેબલ હોય છે, રોજ તેઓ ત્યાં જ ખાશે, આવારાગર્દી કરશે અને પછી કેન્ટીનના ખાવાની કે અન્ય લોકોની બુરાઈ કરશે.

– મિસ ઈન્ડિયા અથવા મિસ યુનિવર્સ સમજનારી

ભલે ય તે ઘરથી વાળ બનાવીને આવી હોય, પણ કેન્ટીનમાં આવીને પોતાના વાળ ફરીથી બનાવનારી યુવતીઓ તમને ખાસ જોવા મળશે. તેઓ એટલું સજીધજીને આવે છે કે, પોતાની જાતને પ્રિયંકા ચોપરા અને કરીના કપૂર જ સમજતી હોય છે.

-ક્લાસ બંક કરીને કેન્ટીનમાં બેસનારા

કોલેજની બ્લેક લિસ્ટમાં તેમનું નામ તમને જરૂર જોવા મળશે. તેમની ચર્ચા કોલેજમાં સૌથી વધુ થતી હોય છે. અને તેઓ દરેક વાતની જાણકારી રાખતા હોય છે. પછી તે દીપિકાની ફિલ્મ હોય કે, પછી વડાપ્રધાને લીધેલા નિર્ણયો હોય.

-નવા નવા વિદ્યાર્થી

આવા લોકો કોલેજમાં તો ખાસ કોઈને ઓળખતા નથી હોતા, તેથી નવી ઓળખ બનાવવા માટે કેન્ટીનમાં આવે છે.

BTW તમે કોલેજમાં હતા ત્યારે કેવા હતા? કોમેન્ટમાં જણાવજો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી