મોડુ કર્યા વગર, હાલ જ ક્લિક કરીને વાંચી લો, જો તમારા ઘરમાં કોરોનાથી કોઇનું મૃત્યુ થયુ હોય તો પરિવારને વીમાના પૈસા મળશે કે નહિં?

ઇન્સ્યોરન્સ ન્યુઝ

image source

ભારત દેશમાં લાઈફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ દ્વારા ઇન્સ્યોરન્સ પોલીસી હોલ્ડર માટે એક રાહતના સમાચાર આપતા જણાવે છે કે, દેશની કોઇપણ ઇન્સ્યોરન્સ કંપની કોવિડ-19 કે નોવેલ કોરોના વાયરસના સંક્રમણના લીધે મૃત્યુ થયેલ વ્યક્તિના ક્લેમને નકારી શકશે નહી. તેમજ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ બન્ને પ્રકારની વીમા કંપનીઓએ કોરોના વાયરસથી થયેલ મૃત્યુના ક્લેમની જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવાની રહેશે અને નોમિનીને ડેથ બેનિફિટ અંતર્ગત પૂર્ણ રકમ મેળવવા પાત્ર છે.

image source

લાઈફ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ દ્વારા જાહેરાતના સંદર્ભમાં એક નિવેદન બહાર પાડ્યું છે જેમાં તેઓ જણાવે છે કે, પ્રાઈવેટ અને સરકારી જીવન વીમા કંપનીઓએ કોવિડ-19 કે પછી નોવેલ કોરોના વાયરસને લગતા કોઈ પણ ડેથ ક્લેમના નિકાલ માટે પ્રતિબદ્ધ છે. આ વિષે કાઉન્સિલ વધુ જણાવતા મુજબ, કોવિડ-19 કે કોરોના વાયરસથી થયેલ ડેથ ક્લેમના મામલામાં ‘ફોર્સ મેજ્યોર ક્લેમ’ની જોગવાઈ લાગુ કરી શકશે નહી.

‘ફોર્સ મેજ્યોર’ ક્લેમ શું છે?

image source

ફોર્સ મેજ્યોર’ એટલે કે એકાએક કે અણધારી ઘટનાઓ જેવી કે, એક્ટ ઓફ ગોડ, કુદરતી આફતો, યુદ્ધ કે પછી એવી કોઇપણ પરિસ્થિતિ જેવી કે, રોગચાળો, મહામારી, હડતાલ જેવી સ્થિતિઓ સામેલ હોય છે. જયારે વીમા કંપનીઓ દ્વારા કરવામાં આવેલ કોન્ટ્રાકટનું પાલન કરવા માટે બંધન કર્તા નથી હોતી.

વીમા પોલીસીના પ્રીમીયમ ભરવા માટે વધારાના ૩૦ દિવસનો સમય આપવામાં આવ્યો.:

image source

આખા દેશમાં જ્યાં નોવેલ કોરોના વાયરસના લીધે લોકડાઉનની સ્થિતી ચાલી રહી છે જેના લીધે થઈને અત્યારે ધંધા-રોજગાર બંધ હોવાથી અને લોકોને પડી રહેલ તકલીફોને ધ્યાનમાં રાખીને ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરીટી ઓફ ઇન્ડિયા (IRDA) દ્વારા લાઈફ ઇન્સ્યોરન્સ પોલીસી ધારકોને પોલીસીના પ્રીમિયમની ચુકવણી કરવા માટે વધારાના ૩૦ દિવસનો સમય આપવામાં આવ્યો છે.

જેનો સીધો ફાયદો પોલીસી ધારકોને મળશે. કેમ કે, પોલીસી ધારકોએ લીધેલ પોલીસીની રીન્યુઅલ ડેટ માર્ચ અને એપ્રિલ મહિનામાં આવતી હોવાથી પોલીસી ધારકો જો પોતે લીધેલ પોલીસીના પ્રીમીયમની રકમ ભરવા માટે વધારાના ૩૦ દિવસોનો સમય મળી શકશે.

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ