ઈન્સટન્ટ લીંબુનું અથાણું ખૂબ ટેસ્ટી છે , એકવાર જરૂર બનાવજો !!

ઈન્સટન્ટ લીંબુનું અથાણું

અથાણું નામ સાભંળતા મોઢામાં ચટકારા બોલાવ્યા. આજે હું લીંબુ નું ટેસ્ટી , ટેન્ગી , ચટપટુ ઈન્સટન્ટ અથાણું લાવી છું જે મારું ફેવરેટ અથાણું છે.આ જલ્દી અને ઓછી સામગ્રી થી બની જાય છે. તો ચાલો બનાવી યે સ્ટેપ બાય સ્ટેપ ..

સામગ્રી : –

  • * ૫ થી ૬ લીંબુ,
  • * ૧ ટી.સ્પૂન લીંબુનો રસ,
  • * ૨ ટે.સ્પૂન લાલમરચું,
  • * ૧/૨ ટી.સ્પૂન હળદર,
  • * ૧ ટી.સ્પૂન રાઈના કુરીયા,
  • * મીઠું સ્વાદ પ્રમાણે,
  • * ૧ ટે.સ્પૂન તેલ,
  • * ૧/૪ ટી.સ્પૂન રાઈ,
  • * ૧/૪ ટી.સ્પૂન હીંગ.

રીત : –

સૌપ્રથમ લીંબુને ધોઈ લો. હવે કૂકરમાં લીંબુ અને પાણી નાખી ૩ થી ૪ વીસલ વગાડો.

હવે લીંબુને થાળીમાં કાઢી ઠંડુ થવા દો.

ત્યારબાદ લીંબુ ના ચાર કટકા કરી તેમાં થી બી કાઢી નાખો.

હવે આ લીંબુના કટકાને એક બાઉલમાં લઈ તેમાં બધો મસાલો અને લીંબુનો રસ નાખો.

ત્યારબાદ એક વઘારીયામાં તેલ લઈ તેમાં રાઈ અને હીંગ નાખી.

તે ગરમ તેલ અથાણાં માં નાખી મિકસ કરો.

તો તૈયાર છે ઈન્સટન્ટ લીંબુ નું અથાણું. જેને કોરી કાચની કે પ્લાસ્ટિક ની બરણીમાં ભરી દો.

નોંધ : –
* આ અથાણું ગળ્યું કરવું હોય તો ઝીણો સમારેલો ગોળ નાખી શકાય છે.
* આમાં લીલા મરચાની ચીરીયો નાખવી હોય તો પણ નાખી શકાય.

રસોઈની રાણી : કાજલ શેઠ (મોડાસા)

મિત્રો આપસોને મારી રેસીપી કેવી લાગી? કોમેન્ટમા અચૂક જણાવજો…..જેથી નવી વાનગી આપવામાં મને ઉત્સાહ રહે.

ટીપ્પણી