આ રીતે ઘરે બનાવો ‘ઇન્સ્ટન્ટ ખમણ’, બધા ખાતા રહી જશે

ઇન્સ્ટન્ટ ખમણ (Instant Khaman)

ગુજરાત અને ગુજરાતીઓનું નામ આવે એટલે સાથે સાથે આપોઆપ ખમણ અને ઢોકળાં જોડાઈ જ જાય. કારણકે, એમાં વપરાતી સામગ્રી લગભગ દરેક ગુજરાતી ઘરમાં ઉપલબ્ધ હોય જ છે અને ફટાફટ બની જાય છે.

તો ચાલો આજે ખુબ જ ઓછા સમયમાં ગરમા ગરમ નાસ્તો બનાવીએ….

સામગ્રી:

1 કપ ચણાનો લોટ,
1/2 tsp હળદર,
1/3 tsp લીંબુના ફૂલ (સિટ્રિક એસિડ),
1 tbsp દળેલી ખાંડ,
1 tbsp ઇનો,
મીઠું,
1/3 કપ પાણી,
2 tbsp તેલ,
1 tsp રાય,
1/2 tsp હિંગ,
3 લીલા મરચા,
કોથમીર.

રીત:

એક બાઉલમાં ચણાનો લોટ, હળદર, ખાંડ, લીંબુના ફૂલ અને મીઠું લેવું.
પછી પાણી ઉમેરી નહિ ઠીક કે નહિ પાતળું એવું ખીરું બનાવવું.
પછી ઇનો ઉમેરી એક જ ડીશમાં હલાવી બરાબર મિક્સ કરી તરત ડોકળીયાની પ્લેટમાં રેડી દેવું.
15 મિનિટ માટે ઢોકળિયામાં ચડવા દેવા.
પછી કટ કરી લેવા.

હવે એક વઘારિયામાં તેલ લઇ તેમાં રાય, લીલા મરચા, હિંગનો વઘાર કરી ક્ટ કરેલ ખમણ પર રેડી દઈ કોથમીર ભભરાવી.

તો તૈયાર છે એકદમ ફટાફટ ખમણ.

નોંધ: વધારે ટેસ્ટ માટે 1 ચમચી પાઉંભાજી મસાલો અને 1 ચમચી ચાટ મસાલો છાંટવો.

રસોઈની રાણી: પીનલ પંડયા

સાભાર: હિરલ રાકેશ ગામી (જામનગર)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

હવે, તમે પણ તમારી વાનગી લાખો લોકો સુધી પહોચાડી શકો છો ! તમારી ઓરીજીનલ વાનગી અને ઓરીજીનલ ફોટો અમને ઈમેઈલ કરો અમે તે વાનગી ફેસબુક પેઈજ અને “રસોઈની રાણી” એપ પર તમારા નામ અને શહેર સાથે મુકીશું ! આજે જ ઈમેઈલ કરો – [email protected]

ટીપ્પણી