તે નહોતી ઇચ્છતી કે લોકો તેને દયાની નજરે જુએ, આજે દરેક તેના જુસ્સાને સલામ કરી રહ્યું છે

આપણે આપણા જીવનમાં નાની-મોટી મુશ્કેલીઓથી ગભરાઈ જતા હોઈએ છીએ. કોઈ પોતાના કામથી ખુશ નથી, કોઈ પોતાના દેખાવથી ખુશ નથી. પણ તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે ભગવાન જ કોઈને શારીરિક રીતે નબળા બનાવ્યા હોય તો તેમનું જીવન કેટલું મુશ્કેલ હોય છે. સમાજમાં શારીરિક રીતે અક્ષમ અથવા દિવ્યાંગ લોકોને એક અલગ જ નજરે જોવામા આવે છે. ક્યાંકને ક્યાંક એક સામાન્ય વ્યક્તિના મનમાં આવા લોકો પ્રત્યે નકારાત્મક ભાવના હોય છે. અને આ જ નકારાત્મક વિચારશરણીના કારણે આવા દિવ્યાંગોના મનમાં એક કુંઠા ઉત્પન્ન થઈ જાય છે. પણ એવું ક્યારેય નથી હોતું કે શારીરિક રીતે નબળી વ્યક્તિમાં પ્રતિભા ન હોય. ઉલટાનું તેમંની પ્રતિભા અને એકાગ્રતા તો એક સામાન્ય વ્યક્તિની સરખામણીએ વધારે હોય છે. માત્ર શારીરિક અને સામાજિક દબાણના કારણે તેમના માટે મુશ્કેલીઓ સામાન્ય વ્યક્તિ કરતાં બેગણી વધી જાય છે.

Image result for inspiring-model-kanya-sesserઆજના આ લેખમાં અમે એક એવી યુવતીની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે આ બધી જ મુશ્કેલ પરિસ્થિતિઓનો અડગરીતે સામનો કર્યો અને તેના બન્ને પગ ન હોવા છતાં તેણીએ પોતાને એક ટોપ મોડેલ તરીકે સ્થાપિત કરી.

23 વર્ષિય કાન્યા લોસ એન્જેલસમાં રહે છે. કાન્યા સેસર વ્યવસાયે એક લૉન્જરી મોડેલ છે અને મોડલિંગના ક્ષેત્રમાં તેનું ઘણું નામ છે. પણ મુખ્ય વાત એ છે કે આ ટોપ લૉન્જરી મોડેલના બન્ને પગ નથી. તમને કદાચ આશ્ચર્ય થશે કે પગ વગર કોઈ મોડેલ કેવી રીતે બની શકે, પણ આ વાત સાચી છે. જન્મ સમયથી જ કાન્યાના બન્ને પગ નહોતા. થાઇલેન્ડના એક બૌદ્ધ મંદિરના પગથીયેથી કાન્યાના જીવનની શરૂઆત થઈ હતી. લોકો તેને અપંગ બોલાવતા હતા કારણ કે તે ચાલી નહોતી શકતી. તેમ છતાં તેમનામાં આત્મવિશ્વાસની કોઈ કમી નહોતી. આ જ આત્મવિશ્વાસના જોરે કાન્યાએ એક ઉંચુ સ્થાન મેળવ્યું છે.

Image result for inspiring-model-kanya-sesserકાન્યાના મૂળ માતાપિતાએ તેને અપંગ સમજીને થાઇલેન્ડના બૌદ્ધ મંદિરમાં છોડી દીધી હતી. જ્યાં બૌદ્ધ ભિક્ષુઓએ તેનો ઉછેર કર્યો. તે સમયે તેની ઉંમર ખુબ નાની હતી. બન્ને પગ નહીં હોવાના કારણે મોટાભાગના કુટુંબ તેને દત્તક લેવા માગતા નહોતા. પણ એક દિવસ એક દંપત્તિ તેની માટે દૂત બનીને આવ્યું. જ્યારે તેણી પાંચ વર્ષની હતી ત્યારે 56 વર્ષીય જેન સેસર અને 57 વર્ષીય દેવ સેસરે તેને દત્તક લીધી અને પોતાનું નામ આપ્યું. તેમણે ઇન્ટરનેશનલ એડોપ્શન મેગેઝીનમાં તેની તસ્વીર જોઈ હતી.

Image result for inspiring-model-kanya-sesserકાન્યા પોતાના નવા કુટુંબીજનો સાથે ઓરેગનના પોર્ટલેન્ડ જતી રહી. ત્યારથી જ તેણીનું નામ કાન્યા સેસર થઈ ગયું. તેમણે કાન્યાને ખુબ પ્રેમથી મોટી કરી અને તેને પુરતી સુવિધાઓ આપી. થોડા મોટા થયા બાદ તેમણે કાન્યાને વ્હીલચેર પર બેસવાનું અને ચલાવવાનું પણ શીખવી દીધું. પણ કાન્યાને તો પોતાના જોરે કંઈક હાંસિલ કરવું હતું, તે નહોતી ઇચ્છતી કે લોકો માત્ર તેને સહાનુભૂતિની નજરે જુએ.

Image result for inspiring-model-kanya-sesserબાળપણમાં કાન્યાને સ્કેટિંગમાં ખુબ રસ હતો. માત્ર 9 વર્ષની ઉંમરમાં જ તેણીએ સ્કેટબોર્ડ શીખવાનું નક્કી કર્યું અને એક સ્કેટબોર્ડિંગ ઇન્સ્ટિટ્યુટમાં એડમિશન લઈ લીધું. પોતાની મહેનત અને લગનના જોરે તેણી થોડાક મહીનામાં સ્કેટિંગમાં માહિર થઈ ગઈ. તે હવે ક્યાંય આવવા જવા માટે વ્હીલચેયરની જગ્યાએ સ્કેટબોર્ડનો ઉપયોગ કરે છે. તે સ્કેટબોર્ડિંગ સાથે વિવિધ પ્રકારના સ્ટંટ કરે છે. લોકો તેની સ્કેટિંગની આ આવડત જોઈ ચકિત થઈ જાય છે. કાન્યાને સ્પોર્ટ્સમાં ખુબ રસ છે. તે બાસ્કેટબોલ રમી લે છે અને સ્કિંઇંગ પણ કરી લે છે. કાન્યા પેરાલિમ્પિક્સ રમતોમાં ભાગ લઈ ચુકી છે. 2011માં 100 અને 200 મીટર રેસમાં ત્રીજી સૌથી ઝડપી સ્પર્ધક હતી. પેરાલિમ્પિકમાં 100, 200 અને 400 મીટર માટે પ્રયાસ કર્યો હતો પણ તેણી તેમાં સફળ ન રહી.

Related imageકાન્યાનો એક સ્પોર્ટ્સ ફોટોગ્રાફર અને એજન્ટે સંપર્ક કર્યો હતો અને તેમને ફોટોશૂટ કરાવવા કહ્યું હતું. ત્યાર બાદ તેમણે 15 વર્ષની ઉંમરમાં પોતાનો પહેલો ફોટોશૂટ કરાવ્યો હતો. તેમણે બિકીનીમાં તસ્વીરો ખેંચાવી અને ત્યાર બાદ તેમની ખુબ પ્રશંસા થઈ. તેના એક વર્ષ બાદ તેમણે પોતાનો લૉન્જરી શૂટ કર્યો, ત્યાર બાદ તેમને લૉન્જરીની મોડેલિંગ માટે મોટી-મોટી બ્રાન્ડ પાસેથી ઓફરો મળવા લાગી.

Image result for inspiring-model-kanya-sesser

કાન્યા લૉન્જરી ફોટશૂટ માટે 1000 ડોલર પ્રતિ દિવસનો ચાર્જ કરે છે. આજે તે દુનિયાની ટોપ લૉન્જરી બ્રાન્ડ્સ સાથે કામ કરી ચૂકી છે. તેણી એક મોડેલની સાથે સાથે, સ્કેટ, મોટિવેશનલ સ્પીકર અને એથલીટ પણ છે. તે પોતાના જીવન પર એક પુસ્તક પણ લખી રહી છે જે પ્રકાશિત થવાનું છે.

તેમનું કહેવું છે કે તે અન્ય લોકો કરતાં અલગ હોવા છતાં ખુશ છે. તેમને સારું દેખાવા માટે પગની કોઈ જરૂર નથી. કાન્યાનો આ જ જુસ્સો અને આત્મવિશ્વાસ તેમને બીજાઓથી અલગ દર્શાવે છે અને વિશિષ્ટ બનાવે છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી