એકવાર જરૂરથી અજમાવો આ નુસખા, અનિદ્રાની સમસ્યાથી ઝડપથી મળશે છુટકારો

એક વાર જરૂરથી અજમાવો આ નુસખા, અનિદ્રાની સમસ્યાથી ઝડપથી મળશે છુટકારો

અત્યારની જીવનશૈલી અને તનાવના કારણે કેટલાંક લોકો અનિદ્રાનો શિકાર બની જાય છે. સામાન્ય રીતે થોડી વધારે ઉંઘ આવે તો તે ચિંતાનો વિષય નથી પરંતુ અપુરતી ઉંઘથી ઘણી સમસ્યા સર્જાઈ શકે છે. આ સમસ્યાને થવાથી આો દિવસ માથું ભારે રહે છે, બગાસા આવે છે, તેમજ કોઈ પણ કામમાં મન નથી લાગતું. કેટલાંક લોકો અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે ઉંઘની ગોળી લેતા હોય છે. જેની આદત પડી ગયા પછી તેની અસર ઓછી થઈ જાય છે. તે સિવાય ઉંઘની ગોળી લેવાથી ઘણી સાઈડ ઈફેક્ટ પણ થાય છે.

સૂતા પહેલા જો કેટલીક ખાસ વસ્તુઓ ખાવામાં આવે તો અનિદ્રાની સમસ્યાને દૂર કરી શકાય છે. આ સમયે કાર્બોહાઈડ્રેટ લેવાથી મગજ શાંત રહે છે. જ્યારે તમારુ મગજ શાંત રહેશે તો ઉંઘ પણ સારી આવશે. ડિનરમાં કેલ્શિયમની માત્રા વધારવી પણ તમારા માટે ફાયદાકારી બની શકે છે.

મધ-અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે દૂધમાં મધ મિક્સ કરીને તેને પીવાથી ફાયદો થાય છે. તેમાં રહેલાં તત્ત્તવો ઇન્સ્યુલિનના સ્ત્રાવને નિયંત્રિત કરે છે. જેના કારણે ટ્રિપ્ટોફેનથી મગજમાં યોગ્ય પ્રમાણમાં સ્ત્રાવ થાય છે. ટ્રિપ્ટોફેન સિરોટોનિનમાં ફેરફાર થાય છે અને સિરટોનિન, મેલેટોનિનમાં ફેરફાર થવાથી મગજને રાહત મળે છે. જેનાથી અનિદ્રાની સમસ્યા દૂર થઈ જાય છે.

જટામાસી-જટામાસી દિમાગ અને નસના રોગો માટે બહુ ફાયદાકારક ઔષધી છે. તે ધીમે-ધીમે જરૂર કામ કરે છે, પરંતુ તે રામબાણ ઈલાજ છે. અનિદ્રાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે દરરોજ એક ચમચી જટામાસીના મૂળિયાનું ચૂરણ પાણીની સાથે રાતે સૂવાના એક કલાક પહેલાં પીવું.

શંખપુષ્પી –શંખપુષ્પી મગજ માટે એકદમ અકસીર ઈલાજ છે. તનાવને દૂર કરવા માટે તે સૌથી બેસ્ટ ઔષધી માનવામાં આવે છે. અનિદ્રાની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે શંખપુષ્પીના પાનનું ચૂરણ, જીરું, અને દૂધની સાથે મિક્સ કરીને પીવાથી અનેક ફાયદા થાય છે.

અશ્વગંધા-

અશ્વગંધાના પાન, અને તેના મૂળિયા બહુ ફાયદાકારક છે. તે થાકને દૂર કરીને સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ કરવા માટે સર્પગંધા, અશ્વગંધા અને ભાંગને બરાબર માત્રામાં લઈને તેને ક્રશ કરીને તેનું ચૂરણ બનાવું. તેને રાતે સૂતા પહેલાં 3-4 ગ્રામ ચૂરણ પાણીની સાથે લેવું. તેનાથી ઉંઘ પણ સારી આવશે.

વરિયાળી-સારી ઉંઘ માટે વરિયાળી એકદમ બેસ્ટ ઉપાય છે. ઉંઘ ન આવવી અથવા આખો દિવસ સુસ્ત રહેવા માટે 10 ગ્રામ વરિયાળીને અડધા લીટર પાણીમાં ઉકાળવી. તેને ત્યાંર સુઘી ઉકાળવી જ્યાંર સુઘી પાણી અડધુ ન થાય. સવાર-સાંજ આ પાણીમાં મીઠું નાખીને પીવું.

તુલસી-તુલસીમાં ઘણા બધા ઔષઘીય ગુણો હોય છે. તે અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે ફાયદાકારક છે. ઉંઘ ન આવતી હોય તો તેના પાંચ પાન ખાવા અને તેને તકિયાની આજુ-બાજુમાં રાખવા. તેની સુગંધીથી સારી ઉંઘ આવે છે.

બદામ-બદામમાં મેગ્નેશિયમ, મધમાં અમિનો એસિડ અને દૂધમાં ટ્રિપ્ટોફેન હોય છે. જેનાથી મગજ શાંત રહે છે. અને ઉંઘ પણ સારી આવે છે. તેમજ યાદશક્તિ પણ સારી રહે છે. બદામ અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે એકદમ બેસ્ટ છે.

હળદરવાળું દૂધ-હળદર અનિદ્રાની બીમારીને દૂર કરવા માટે રામબાણ ઈલાજ છે. હળદરમાં રહેલાં ક્કર્યૂમિન બોડીનાં ટ્રિપ્ટોફેન અમિનો એસિડ બનાવે છે. જે અનિદ્રાની તકલીફને હંમેશા માટે દૂર કરે છે. તેમજ હળદક વાળું દૂધ પીવાથી શરીર પણ એકદમ સ્વસ્થ રહે છે.

જ્યૂર પીવો- ચેરીમાં મેલેટોનિન હોય છે. જે સારી ઉંઘ લાવવામાં મદદ કરે છે. તેનો જ્યૂસ બનાવી પીવાથી શરીર આખો દિવસ ફ્રેશ રહે છે અને થાક નથી લાગતો. તેમજ શરીર પણ એકદમ તદુંરસ્ત રહે છે. તે સિવાય ફુદીનામાં મેન્થોલ હોય છે. જે ટેન્શનને દૂર કરવામાં મદદ કરે છે અને સારી ઉંઘ લાવવામાં બહુ ફાયદાકારક છે.

લેખન. સંકલન : અશ્વિની ઠક્કર 

હેલ્થને લગતી માહિતી તેમજ ઘરગથ્થું ઉપાયો જાણવા ને વાંચવા માટે આજે જ લાઈક કરો અમારું પેજ 

ટીપ્પણી