હવે સમય આવી ગયો ઈન્ફ્રોગ્રાફિક બાયોડેટા બનાવવાનો, કંપની જોઈને જ ઈમ્પ્રેસ થઈ જશે…

જોબ ઈન્ટરવ્યૂમાં જવા માટે બહુ જ ચીજો અનિવાર્ય હોય છે, જેમ કે રિઝ્યુમ, જેને આપણે બાયોડેટા કહીએ છીએ. જ્યારે એક કંપની પોતાને ત્યાં વેકેન્સી હોવાની જાહેરાત કરે છે, તો ત્યાં ઘણા બધા લોકો અરજી કરે છે. હવે જ્યારે એક કંપની પાસે બહુ જ વધુ અરજીઓ આવે છે, ત્યારે તેને પસંદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવે છે. હવે પ્રશ્ન ઊઠે છે કે, આપણાંમાં એવી કઈ કઈ ખૂબીઓ છે, જેમાં આપણો બાયોડેટા અન્ય લોકોના બાયોડેટાથી અલગ પડે છે.

આમ તો આપણે જાણીએ છીએ કે, આપણો પહેલો પ્રભાવ, અંતિમ પ્રભાવ હોય છે. તેથી જ્યારે તમે જોબ માટે એપ્લીકેશન કરો છો, ત્યારે બાયોડેટા સૌથી પહેલાં કંપની પર પ્રભાવ પાડે છે. બાયોડેટા અરજી કરતી વખતે તથા ઈન્ટરવ્યૂ સમયે બહુ જ જરૂરી હોય છે. જરા વિચારો કે, ઢગલાબંધ અરજીઓમાં તમારા બાયોડેટા પર કેમ પસંદ કરવામાં આવે. એ પણ ત્યારે જ્યારે અનેક લોકોના બાયોડેટા આવ્યો હોય. આજે આપણે જાણીશું કે, બાયોડેટાને આપણે સૌથી હટકે, અલગ અને રચનાત્મક કેવી રીતે બનાવી શકશો. કહેવાય છે કે, એક તસવીરો લાખો શબ્દો રજૂ કરે છે. ત્યારે આજના સમયમાં હવે ઈન્ફોગ્રાફિક બાયોડેટા બનાવવાની જરૂર આવી ગઈ છે. ઈન્ફોગ્રાફિક બાયોડેટા ગ્રાફ્સ, ડાયાગ્રામનો ઉપયોગ કરે છે, જેને તમારી બધી ખૂબી સંક્ષેપ અને પ્રભાવદાયક રૂપમથી રજૂ કરવામાં આવે છે.

તેમાં તમારી તમામ ખૂબીઓનો સારાશં ગ્રાફના માધ્યમથી રજૂ કરવામાં આવે છે. તો આવો જાણીએ, કે આવો બાયોડેટા કેવી રીતે બનાવવામાં આવે છે.

પિક્ચર્સનો ઉપયોગ કરો

બાર ગ્રાફ, પાઈ ડાયાગ્રામ વગેરેના માધ્યમથી તમે મુશ્કેલભરી બાબતો પણ બહુ જ સરળતાથી અને રચનાત્મક ભાવથી દર્શાવી શકો છો.

રંગોનો ઉપયોગ

દુનિયા રંગોથી સજાયેલી છે, તેથી રંગોનો ઉપયોગ તમારા બાયોડેટામાં કરો. આવું પહેલા ક્યારેય કરાયું નથી, તેથી તમે બાયોડેટમાં રંગો નાખીને તેને પ્રભાવશાળી બનાવી શકો છો.

જ્યારે તમે એક પારંપારિક રૂપથી કામ કરનારી કંપનીમાં અરજી કરો છો, અને ઈન્ટરવ્યૂ માટે જાઓ છો તો તેઓ એ અપેક્ષા રાખશે કે એક પારંપિરક રૂપનો બાયોડેટા તેમની સામે હોય. કદાચ ત્યારે તેમને તમારો આ ઈન્ફોગ્રાફિકવાળો બાયોડેટા પસંદગી ન આપો. આવી સ્થિતિમાં એક પારંપરિક બાયોડેટા તમારી સાથે રાખો. જેથી તમે ઈન્ફોગ્રાફિક બાયોડેટાની સાથે સરળ બાયોડેટા તેમની બતાવી શકો છો.

ક્યારે ઉપયોગમાં લેવો

જ્યારે તમે એક સ્ટાર્ટઅપ કંપનીમાં અરજી કરી રહ્યા છો, અથવા તો કોઈ એવી ઈન્ડસ્ટ્રી જ્યાં ક્રિએટિવ કામ થાય છે ત્યાં આવા પ્રકારના બાયોડેટા મોકલો. દરેક કંપની અરજીકર્તાનો અનુભવ, તેની આવડત, તેનું યોગદાન અને કંપનીને તેનાથી શું ફાયદો થશે, તે જાણવા માંગે છે. તમે આ જ ચીજોને ઈન્ફોગ્રાફિક્સના માધ્યમથી બહુ જ બેસ્ટ રીતે બતાવી શકશો.

અંતમા યાદ રોખો કે, રિઝ્યુમ જ બધું હોય છે. તે તમારી ઓળખ છે. તેથી જરા સંભાળીને અને ક્રિએટિવલી બનાવો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક ઉપયોગી અને રસપ્રદ માહિતી વાંચો ફક્ત આપણા પેજ પર.

ટીપ્પણી