જલ્સા કરોને જેંતીલાલ

આ ઇન્ડોનેશિયન યુવતીએ જબરા ધતિંગ કર્યા, ગુજરાતી યુવક સાથે લવ મેરેજ કરીને છેલ્લા આઠ-આઠ વર્ષથી….

આ ઘટના અમદાવાદની છે. અહીંની પોલીસે એક કેસ વિશે માહિતી આપી છે. આમ તો અવાર નવાર ફેક પાસપોર્ટ પર વિદેશ જતા લોકોને પકડી કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પણ આ ઘટના અલગ જ પ્રકારે બની છે. આ વખતે ક્રાઇમ બ્રાન્ચે એક એવો ગુનો નોંધ્યો છે જેમાં વર્ક પરમીટ વિઝા પર એક યુવતી ચેન્નઈ આવી હતી. મળેલી માહિતી મુજબ આ યુવતીના વર્ક પરમીટના વિઝા પૂર્ણ થતાં તે પરત ઇન્ડોનેશિયા ગઈ હતી અને બાદમાં પંદર દિવસના ટુરિસ્ટ વિઝા પર આવી અને ગુજરાતી યુવક સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ આ યુવતીએ તેનું નામ બદલી નાખ્યું હતું અને પોતાનું નામ ટીનુ રાખી લીધું હતું.

image source

ત્યારબાદની વાત કરીએ તો બાદમાં ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ સહિતના ખોટા ડોક્યુમેન્ટ બનાવડાવી તે અજી રેહતી હતી. થોડા સમય બાદ તેણે સંદીપ નામના એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા. સંદીપ સાથે રહેવા લાગી હતી ત્યારે તેને થયું હવે તેને પકડવાની સંભાવના ઘણી ઓછી છે, પરંતુ તેવું થયું નહિ. આખરે પોલીસને જાણકારી મળી અને આ રીતે ગેરકાયદે ભારતમાં રહેવું એ યુવતીને ભારે પડી ગયું. આ સાથે તેની સાથે લગ્ન કરીને તે યુવતીને પત્ની તરીકે રાખવી યુવકને પણ અઘરું પડી ગયું. સમગ્ર બાબતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હવે તપાસ શરૂ કરી દીધી છે. આ રીતે રેહવા માટે યુવતીએ ખોટા પુરાવા બનાવડાવ્યા હતા પણ તે પણ કામ ન લાગ્યાં.

image source

ક્રાઇમબ્રાન્ચના પીએસઆઇ એસ.બી.દેસાઈ અને તેમની ટીમને મળેલી માહિતી મુજબ વાત કરીએ તો ઇન્ડોનેશિયન નાગરિકત્વ ધરાવતી એક મહિલા ગેરકાયદે ભારતમાં રહે છે અને તેણે ભારતીય યુવક સાથે લગ્ન કર્યા છે. આ યુવતીએ ખોટા પુરાવા જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ બનાવડાવ્યા છે અને તે આધારે તેણે ભારતીય નાગરિકત્વ નો હક ઉભો કરવનો પ્રયત્ન કર્યો છે. હાલમાં આ યુવતી વિશે વાત કરીએ તો અદાણી શાંતિગ્રામમાં વોર્ટર લીલી ખાતે રહેતી હતી. જેથી આ મકાનમાં જઈને તપાસ કરતા ત્યાં ટીની સંદીપ જોશી નામની યુવતી અને તેનો પતિ સંદીપ મળી આવ્યા હતા.

image source

ત્યારબાદની વધુ તપાસ પરથી જાણવા મળ્યું કે 2013માં આ યુવતી ટુરિસ્ટ વિઝા પર ભારત આવી હતી. આ બંનેની પૂછપરછ કરતા તે પણ સામે આવ્યું કે ટુરિસ્ટ વિઝા પર ભારતમાં આવી હતી. બાદમાં સંદીપ જોશી સાથે લગ્ન કરી તેની સાથે રહેતી હતી. અને આ યુવતીએ ખોટા પુરાવા જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ બનાવડાવી અહીં વસવાટ કરવાનો હેતુ હતો. સંદીપને મળવાની વાત વિશે જણાવતા કહ્યું કે ચેન્નઇમાં તે બંને મળ્યા હતા.

image source

વર્ષ 2013માં જ્યારે સંદીપ ચેન્નઈ ગયો હતો ત્યારે ત્યાં તેને આ યુવતી નિલુ કેટવટ સાથે પરિચય થયો હતો. ત્યાં સંદીપ જે હોટલમાં રોકાયો હતો ત્યાં જ નીલુ વર્ક પરમીટ આધારે કામ કરતી હતી. નિલુના વર્ક પરમીટ વિઝા પુરા થતા તે પરત ઇન્ડોનેશિયા ગઈ હતી અને પંદરેક દિવસના ટુરિસ્ટ વિઝા પર પરત આ આવી હતી. અને બાદમાં સંદીપ સાથે લગ્ન કરી લીધા હતા. ગુનોએહતોકે તેના ટુરિસ્ટ વિઝા પૂર્ણ થઈ ગયા છતાંય સંદીપ એ તેને સાથે રાખી હતી. બાદમાં ભુજના નરેશ સોલંકી નામના વ્યક્તિ પાસે વર્ષ 2018માં ચૂંટણી કાર્ડ બનાવડાવ્યું હતું અને તે આધારે પાનકાર્ડ પણ કઢાવ્યું હતું. આ તમામ ડોક્યુમેન્ટમાં ટીની સંદીપ જોશી નામ કરાવવામાં આવ્યું હતું. ત્યારે હવે આ તમામ ફેક ડોક્યુમેન્ટ આધારે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી બંનેની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. આ સાથે જ એક વાત ચર્ચામાં આવી છે કે આવા તો કેટલાય લોકો હશે જે રહેતા હશે. એમને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ

Exit mobile version