તમે પણ વિદેશ ફરવા માંગો છો તો જાવ અહિયાં, એટલો સસ્તો છે આ દેશ, કે ભીખારીઓ પણ જઈ શકે છે…

આપણને લાગે છે કે મોંઘવારી બહુ જ વધી ગઈ છે. ત્યારે આખા પરિવાર સાથે ક્યાંય પણ ફરવા જવું મુશ્કેલ બની ગયું છે. પરંતુ દરેક જગ્યા પર ફરવા માટે વધુ રૂપિયાની જરૂર હોય છે, તેવું નછી. ઘણી એવી જગ્યાઓ છે, જ્યાં તમે ઓછા રૂપિયામાં આરામથી ફરી શકો છો. આજે અમે તમને આવી જ એક જગ્યા વિશે જણાવશું, જ્યાં ભારતનો ભીખારી પણ હોલિડે ટ્રિપ કરી શકે છે. આ કોઈ ખોટી વાત નથી, પણ સત્ય હકીકત છે. આ દેશનું નામ ઈન્ડોનેશિયા છે.

આ દેશમાં ફરવું એટલું સરળ છે તે આજે અમે તમને બતાવીએ. અહીંની કરન્સી બહુ જ સસ્તી છે. ભારતના એક રૂપિયાના અહી 203 ઈન્ડોનેશિયા કરન્સી થાય છે. અહીં તમે મસ્તમગન થઈને આખા પરિવાર સાથે ફરી શકો છો. ઈન્ડોનેશિયા પોતાના સુંદર બીચ માટે ફેમસ છે. તમારો આખો પરિવાર અહી જઈ શકો છો. અહીંના સમુદ્ર કિનારા તમારો માનસિક તણાવ દૂર કરી દેશે. શુદ્ધ હવા અને ત્યાંની શુદ્ધ ખાવાની વસ્તુઓ તમારું સ્વાસ્થ્ય સુધારી દેશે. તો ચાલો જોઈએ, અહીંના કયા વિસ્તારો ફરવા જેવા છે.

જાકાર્તા

ઈન્ડોનેશિયાની રાજધાની જાકાર્તા બહુ જ સુંદર શહેર છે. તે બહુ જ પ્રેમથી વસાવવામાં આવ્યુઁ છે. અહીંની ઈમારતો તમને મંત્રમુગ્ધ કરી દેશે.

યોગ્યકર્તા

જો તમને અહીંના આર્ટ અને કલ્ચર વિશે જાણવું છે, તો તમે આ જગ્યા પર સો ટકા જજો. અહીં બુદ્ધની વિશાળ કદની પ્રતિમા તમને સંમોહિત કરે તેવી છે. અહીં તમને ઈન્ડોનેશિયાની પ્રાચીન ચીજો વિશે જાણકારી મળશે.

ગીલી આઈલેન્ડ

અહીં તમને દરેક જગ્યાએ સ્વર્ગ નજર આવશે. અહીંના આબોહવા ભારતીયોને બહુ જ પસંદ આવે છે. અહીં આખો વર્ષ મુસાફરોની ભીડ લાગેલી રહે છે.

કુટા

આ બીચ ઈન્ડોનેશિયાનો ફેમસ બીચ છે. અહીંની સુંદર પળ કેમેરામાં કંડારવાનુ ન ભૂલતા.

આ એ દેશ છે, જ્યાં તમે ઓછા રૂપિયામાં ફરી શકો છો. તો, હવે બેગ પેક કરો અને નીકળી પડો.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ માહિતી દરેક પ્રવાસપ્રેમી મિત્ર સાથે.

ટીપ્પણી