ભારતના આ મિનારામાં લોહીનો સંબંધ ધરાવતા વ્યક્તિઓ એકસાથે જઈ શક્તા નથી…

ગરમીની રજાઓ શરૂ થઈ ગઈ છે. આવામાં તમે ક્યાં જવું તેનું પ્લાનિંગ કરવામાં બિઝી હશો. દરેક પરિવાર એવી જગ્યા પર જવા માંગે છે, જ્યાં ખુશી ડબલ થઈ જાય છે, પણ ઉત્તર પ્રદેશમાં એક જગ્યા એવી છે, જ્યાં લોહીના સંબંધોને એકસાથે જવા દેવામાં નથી આવતા. આ એક મિનાર છે. આખરે એવું શુ છે આ મિનારની અંદર, જ્યાં આખો પરિવાર એકસાથે જઈ શક્તો નથી. તેની પાછળ એક રસપ્રદ વાર્તા છે. હકીકતમાં મિનારમાં જ્યારે નીચેથી ઉપરની તરફ જઈએ છીએ, ત્યારે પરિવારના બે લોકો એકસાથે જઈ શક્તા નથી.આ મિનારની અંદર અલગ અલગ લોકો જ જઈ શકે છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત તો એ છે કે, તેની અંદર લોહીના સંબંધો ધરાવતા બે લોકો એકસાથે જઈ શક્તા નથી. યુપીના જલૌનમાં 210 ફીટ ઊંચો લંકા મિનાર આવેલો છે. તેની અંદર રાવણના આખા પરિવારનું ચિત્રણ કરવામાં આવ્યું છે. આ લંકા મિનારનું નિર્માણ મથુરા પ્રસાદે કરાવ્યું હતું, જે રામલીલામાં દશકો સુધી રાવણનો રોલ કરતા હતા. રાવણનું પાત્ર તેમના મનમાં એટલી હદે છવાઈ ગયું હતું, કે તેમણે રાવણની યાદમાં લંકા મિનારનું નિર્માણ કરાવ્યું હતું.

લંકા મિનારને જોવા માટે દૂરદૂરથી લોકો આવે છે, પણ એ બધા જ નિરાશ થઈને પરત ફરે છે, જ્યારે તેમને એકસાથે અંદર જવા દેવાતું નથી.

આ છે લંકાનું સુંદર મિનાર1875માં મથુરા પ્રસાદ ન માત્ર રામલીલાનું આયોજન કરતા હતા, પરંતુ તેમાં રાવણનું પાત્ર પોતે જ નિભાવતા હતા. જેથી તેમણે લંકા નામ આપ્યું હતું. મંદોદરીની ભૂમિકા ઘસીટીબાઈ નામની એક મુસ્લિમ મહિલા કરતી હતી.

છીપલા, અડદની દાળ, શંખ અને કોડીઓથી બનેલા આ મિનારને બનાવવામાં 20 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. તે સમયે તેના નિર્માણનો ખર્ચ 1 લાખ 75 હજાર રૂપિયા આંકવામાં આવ્યો હતો. તેમાં 100 ફીટ કુંભકર્ણ અને 65 ફીટ ઊંચા મેઘનાદની પ્રતિમાઓ લગાવવામાં આવી છે. તો મિનારની સામે ભગવાન ચિત્રગુપ્ત અને ભગવાન શંકરની મૂર્તિ છે.

આ મિનારમાં પરિવારના જે બે લોકો એકસાથે નથી જઈ શક્તા, તે ભાઈ-બહેન છે. જી હા, આ મિનારની એવી માન્યતા છે કે, જે અંતર્ગત અહી ભાઈ-બહેન એકસાથે જઈ શક્તા નથી. તેનું કારણ એ છે કે, લંકા મિનારની નીચેથી ઉપર સુધીની ચઢાણમા સાત પરિક્રમાઓ કરવી પડે છે. જે ભાઈ-બહેન નથી કરી શક્તા. આ ફેરા માત્ર પતિ-પત્ની દ્વારા માન્ય માનવામાં આવ્યા છે.

તો હવે તમને સમજમાં આવી ગયુ હશે ને કે, આખરે પરિવારના બે સંતાનો એટલે કે ભાઈ અને બહેનને એકસાથે કેમ મિનારની અંદર જવાની અનુમતિ કેમ નથી. હવે તમે પરિવારની સાથે ફરવા જોઈ તો, આ મિનારની મુલાકાત જરૂર લેજો. પણ, પ્રયાસ કરો કે ભાઈ-બહેન એકસાથે મિનારમાં ન જાય. કદાય આ દુનિયાની પહેલી એવી જગ્યા છે, જ્યાં પરિવારના સદસ્યો એકસાથે જઈ શક્તા નથી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી જગ્યાઓની માહિતી વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી