જલ્સા કરોને જેંતીલાલ

ઇન્ડિયા વિ. પાકિસ્તાનની મેચમાં પ્રેમીએ કર્યું પ્રેમીકાને પ્રપોઝ તો વળી એક યુગલે ઇન્ડિયા પાક બન્નેને કંઈક અલગ જ અંદાજમાં કર્યો સપોર્ટ

ક્રિકેટ મેચ ચાલતી હોય અને એમાં પણ વળી મુકાબલો ઇન્ડિયા વિ. પાકિસ્તાનનો હોય અને તે પણ વર્લ્ડકપનો મુકાબલો હોય તો તો પછી ભારતીય ક્રીકેટ રસિયાઓના એક્સાઇટમેન્ટની તો કોઈ સીમા જ ન રહે.


જ્યારે ક્યારેય પણ ઇન્ડિયા વિ. પાકિસ્તાનની મેચ હોય તેના અઠવાડિયાઓ પહેલાં ફેન્સ તેની આતુરતાથી રાહ જોતા હોય છે અને વિવિધ જાતની તૈયારી કરતા હોય છે.


પણ આ યુગલે તો પોતાના જીવનના અતિ મહત્ત્વના પ્રસંગને ભારત-પાકિસ્તાન મેચ સાથે એવોં તે જોડી દીધો કે આ યુગલ તો શું પણ તેમની આસપાસ બેસનારા લોકો પણ તેને ક્યારેય નહીં ભૂલે.

બન્યું હતું એવું કે ઇન્ડિયન જર્સી ધારણ કરેલું આ યુગલ ઇન્ડિયા-પાકિસ્તાનની મેચ જોવા આવ્યું હતું અને બધાની જેમ ખુબ જ એક્સાઇટેડ હતું. અને આ સુંદર ઘટના ઘટી. છોકરાએ મેચ ચાલુ હતી તે જ દરમિયાન છોકરીનો હાથ પકડ્યો અને તેણીને ઉભી કરી. પોતે ગોઠણ ભેર બેસી ગયો અને પછી છોકરી સામે એંગેજમેન્ટ રીંગ ધરી પોતાની સાથે લગ્ન કરવા માટેનો પ્રસ્તાવ મુક્યો.

અને છોકરીએ તરત જ તેને હા પાડી દીધી અને છોકરાએ તરત જ તેણીને વીંટી પહેરાવી દીધી. છેને યાદગાર પ્રપોઝલ. આ પ્રસંગ તેમને જીવનભર યાદ રહેશે જેને તેઓ આજીવન મમળાવ્યા કરશે. તો આપણી પણ આ કપલને શુભેચ્છા છે કે તેઓ એકબીજા સાથે હંમેશા ખુશ રહે.


બીજો પ્રસંગ પણ એક યુગલનો જ છે જો કે અહીં કોઈએ કંઈ પ્રપોઝ નથી કર્યું. કારણ કે આ યુગલ તો ઓલરેડી પતિ-પત્ની જ છે. પણ આ બન્નેએ એક સાથે ઇન્ડિયા અને પાકિસ્તાન બન્નેને મેચમાં સપોર્ટ કર્યો હતો.


અને તેમનો બન્ને મેચને સપોર્ટ કરવાનો અંદાજ પણ નિરાળો હતો. તેમણે બન્નેએ અરધી ઇન્ડિયા અને અરધી પાકિસ્તાની જર્સી પહેરી હતી.

હવે તમે એ જાણવા માગતા હશો કે આવું કેમ ? બન્ને ટીમને સપોર્ટ કરવાની શું જરૂરી છે ? તો તમને જણાવી દઈએ કે આ યુગલ એક પતિ-પત્ની છે અને અહીં પત્ની એક ભારતીય છે અને પતિ એક પાકિસ્તાની છે.

પતિ-પત્ની નક્કી નહોતા કરતી શકતાં કે તેમણે કઈ ટીમને સપોર્ટ કરવો છેવટે તેમણે એક અનોખો આઇડિયા શોધી લીધો. અને તેમણે પોતાના માટે એક અલગ જ જર્સી તૈયાર કરવાનું નક્કી કર્યું.


તેમણે ઇન્ડિયા-પાકિસ્તાનની જર્સીને અરધી-અરધી કરીને તેને એક બીજા સાથે સીવી લીધી અને પોતાનો બન્ને દેશ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો.

અમે તમને એ પણ જણાવી દઈએ કે આ કપલ કંઈ બ્રિટેનમાં નથી રહેતું પણ તે એક કેનેડિયન કપલ છે. અને તેઓ સ્પેશિયલ ઇન્ડિયા-પાકિસ્તાનની મેચ જોવા બ્રિટેનમાં આવ્યું હતું.


આ અનોખા કપલને ત્યાં મેચ જોવા આવેલી લક્ષ્મી કૌલે જોયા અને તેમની આ ક્રિએટીવીટીથી તેણી ઇમ્પ્રેસ થઈ ગઈ અને તેમની આ તસ્વીરને તેમણે પોતાના ટ્વીટર અકાઉન્ટ પર શેયર કરી. આ તસ્વીરે આજે લાખો લોકોના દીલ જીતી લીધા છે.


આ તસ્વીરને લાખો લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે અને હજારો લોકો તેને શેયર પણ કરી રહ્યા છે. અને તેમને સાબાશી આપતા કેટલાકે કંઈક આવા ટ્વીટ કર્યા છે.


એક જણે લખ્યું છે “આ લોકો મને બહુ ગમી ગયા, મોટા ભાગના ભારતીય અને પાકિસ્તાનીઓ વહેંચાઈ ગયા છે અને આ લોકો કેવા એક છે.”
તો આપણે તો માત્ર મેચ જ જોતા હોઈએ છીએ અને આપણી ટીમને સપોર્ટ કરતા હોઈએ છીએ. પણ મેચ ઉપરાંત પણ સ્ટેડિયમમાં ઘણું બધું ચાલી રહ્યું હોય છે. તે જાણીને તમને પણ નવાઈ લાગી હશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ

Exit mobile version