ભારતમાં સ્વિટ્ઝર્લૅન્ડ કરતા વધારે રમણીય સ્થળ, આ શિયાળામાં અહી જવાનું ના ભૂલતા…

હિમાલયના એ ગાઢ જંગલોમાં આવેલું એક નાનું રમણીય તળાવ અને તળાવની આસપાસની એ લીલોતરી મોહક અને ખુશનુમા છે. તેની ચોતરફ ઉતાર-ચઢાવવાળી ટેકરીઓએ જાણે લીલા ઘાસની અને શિયાળામાં બરફની સફેદ ચાદર ઓઢેલી હોય, એથીજ તો મુલાકાતીઓને ખૂબ જ આકર્ષે છે. મજા તો એ વાતની છે કે ફક્ત શિયાળામાં આ સ્થળે ૧૦૦૦થી વધુ ફિલ્મોના દૃશ્યો લેવાયેલા છે. આવું ભગવાનને પણ આવીને રહેવાનું મન થાય એવું ભારતનું આ સ્વિટ્ઝર્લૅન્ડ એટલે

ખજ્જિયાર(Khajjiar).

KRID Adventures દ્વારા લઇ જવામાં આવતી આ Campsite સ્વિટ્ઝર્લૅન્ડ જેવા સમાન ભૂસ્તરને કારણે તેણે ભારતનું સ્વિટ્ઝર્લૅન્ડ પણ કહેવાય છે, અવનવી વાનગીઓ અને સાથે રાત્રી રોકાણ ની ઉત્તમ સુવિધા પણ મળે છે. ક્રિડ ના Dalhousie Snow Trekking Expedition ના દરેક પ્રવાસીઓને એક પ્રશ્ન હોય છે, જીવી લેવું કે ખાઈ લેવું ?? આ બંનેનું અદભુત સમન્વય છે આ સ્થળ. નાનાં-મજાનાં સુંદર ઝરણાઓ ખજ્જિયાર(Khajjiar)ની ખૂબસુરતીને ઔર વધારી દે છે. શિયાળામાં આ સ્થળની મજા અનેરી હોય છે.

ખજ્જિયાર(Khajjiar) ફોટોગ્રાફી અને પ્રકૃતિની ઊંચી સોબત માણનારાઓ માટે સ્વર્ગ સમાન છે, જે આપ નીચે દર્શાવેલ ચિત્રોમાં થી જોઈ શકો છો.

દૈનકુંડ શિખરઊંચી

KRID Adventures ના Dalhousie Snow Trekking Expedition માં અદભુત ફરવાલાયક સ્થળ જે 9700 ફૂટ ઉંચાઈ પર આવેલ ડેલહાઉસી નું સૌથી ઊંચો પર્વત છે. જે સ્થળથી તમે 360 degree view થી સમગ્ર પ્રાકૃતિક સૌન્દર્યવાળું દ્રશ્ય જોઈ શકો છો અને ઊંડી ઊંડી ખીણો નિહાળી શકો છો.

અહીં ઊંચા ઊંચા ઝાડમાંથી પસાર થતી હવા મધુર સંગીત નો અવાજ ઉત્પન્ન કરે છે જેના કારણે આ શિખર “ગાયક પહાડી” તરીકે પણ ઓળખાય છે.

આ ટેકરીની શિરોબિંદુ ભારતીય વાયુ સેના સાથે જોડાયેલી છે અને ડાબે વળાંક લેતા પ્રવાસીઓને પોહલાની દેવીના મંદિરમાં લઈ જાય છે. આ મંદિર વિષે સૌથી સુખદ હકીકતતો માની એક એવી હકીકત છે કે આ મંદિરમાં ત્રિશુળ સિવાય મંદિરની અંદર કોઈ વસ્તુ નથી.

Dalhousie Expedition માં આવી આકર્ષક ટેકરીઓમાં પ્રવાસીઓ ટ્રેકિંગની મજા લેતા હોય છે. સમુદ્ર સપાટીથી દસ કિલોમીટર ઉપર આવેલા આ સ્થળને ડેલહાઉસીમાં સૌથી વધુ જોવા લાયક સ્થળોમાનું એક છે. ક્રિડ ની આ Campsiteના આ સુંદર દૃશ્યો દરેકના શ્વાસને હળવો કરે છે માટે જ તો લોકો અહીં ટ્રેકિંગ કરવાનું વધારે પસંદ કરે છે અને વારંવાર આવવાનું પસંદ કરે છે.

ડેલહાઉઝી

એ ભારતના હિમાચલ પ્રદેશમાં આવેલુ જાણીતું ગિરિમથક છે. ડેલહાઉઝીમાં આખા વર્ષ દરમ્યાન શિયાળા સમાન ઠંડુ વાતાવરણ રહે છે. શિયાળામાં ડિસેમ્બરથી જાન્યુઆરી દરમ્યાન અહીં બરફ પડે છે. આ એક ગિરિમથક છે અને ઠંડા વાતાવરણને કારણે પ્રસિદ્ધ છે.

ડેલહાઉઝીમાં ફરવાના ઘણાં સ્થળો છે. પ્રવાસીઓનીં પ્રિય સ્થળ અલ્લા નજીકનું ક્ષેત્ર છે. અહીંનું સ્થળ તેના પાણી માટે પ્રસિદ્ધ છે કે જેણે સુભાષ ચંદ્ર બોઝને સાજા કર્યાં હતાં. તેઓ ક્ષય થી પીડાતા હતાં. તેઓ એહીંના ઝરણાનું પાણી નિયમિત રીતે લેતા અને તેમનો રોગ સાજો થયો હતો.

સમસ્ત ગુજરાત માં બેસ્ટ ટ્રેકિંગ કરાવતી આ કંપની સાથે આપ સૌ પણ માણી શકશો એડવેન્ચરસ અનુભવ…આજે જ કોલ કરી બૂક કરાવો..

આ શહેર પાંચ ટેકરીઓ ઉપર અને તેની આસપાસ વસેલું છે. હિમાલયની ધૌલધાર પર્વતમાળાની પશ્ચિમ ધાર પર આ સ્થળ આવેલું છે. આ શહેર સુંદર હિમાચ્છાદિત ટેકરીઓના દ્રશ્યથી શોભે છે. આ શહેર સમુદ્ર સપાટીથી ૬,૦૦૦ થી ૯,૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું છે. અહીંની મુલાકાત લેવાનો ઉત્તમ સમય શિયાળા દરમ્યાન ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમ્યાન છે. છાલના હિમાચલ પ્રદેશમાં આવેલ ચંબા જિલ્લા તરીકે ઓળખાતા પ્રાચીન ચંબા પર્વતી રાજ્યનું ડેલહાઉઝી પ્રવેશ દ્વાર હતું. આ રજવાડું પ્રાચીન હિંદુ સંસ્કૃતિ,કલા, મંદિરો અને હસ્તકળાનો છઠ્ઠી સદીથી સંચય કરતું એકમાત્ર રાજ્ય હતું.

સૌજન્ય : દીપેન પટેલ

દરરોજ આવી અનેક માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી