ભારતની બધી નદીઓ પ્રદૂષિત છે તેવી માન્યતા દૂર કરો, અહીં જ વહે છે કાચ જેવી પારદર્શક નદી…

ભારત નદીઓનો દેશ કહેવાય છે. ગંગા, નર્મદા, સરસ્વતી, બ્રહ્મપુત્રા વગેરે અનેક નદીઓ અહી આવેલી છે. ભારતમાં નદીઓ દેવીની જેમ પૂજાય છે. શ્રદ્ધાથી નદીઓમાં ડુબકી લગાવે છે. પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે, લોકોને ડુબકી તો શું, નદીમાં પગ મૂકવાનું પણ ગમતુ નથી. કારણ છે તેની ગંદકી. ભારતની મોટાભાગની નદીઓ એટલી પ્રદૂષિત થઈ ગઈ છે કે, લોકો નદીઓ જોઈને મોઢું બગાડે છે. ત્યારે ભારતમાં એવી એક નદી છે, જે હજી પણ પ્રદૂષણથી દૂર છે.

પ્રાકૃતિક નજારા અને સુંદરતાથી ભરેલી અનેક જગ્યાઓ તમે ભારતમાં જોઈ હશે, પણ શું તમે એવી કોઈ નદી જોઈ છે, જે આખેઆખી કાચની જેમ લાગે છે. હા, ભારતમાં જ એવી એક નદી છે, જે કાચની જેમ ચમકે છે. આ જગ્યા પર સેંકડો લોકો દૂરદૂરથી આવે છે. તેઓ અહીં માત્ર બોટિંગ માટે જ આવે છે, અને પારદર્શક પાણીનો નજારો જુએ છે.

હકીકતમાં આ નદીનું નામ ઉમનઘાટ નદી છે. જે ભારત-બાંગ્લાદેશ સીમા પાસે પૂર્વીય જયંતિયા હિલ્સ જિલ્લાનું નાનકડું ગામ દાવકીની વચ્ચેથી વહે છે. આ ગામડું મેઘાલયની રાજધાની શિલાંગથી 95 કિલોમીટર દૂર છે. આ નદી કાચ જેવી પારદર્શક છે.

દાવકી ગામડું ભારત અને બાંગ્લાદેશની વચ્ચે એક વ્યસ્ત વેપાર માર્ગ છે. ઉમનઘાટની આસપાસ માછીમારોની માછલી પકડવા માટે અનેક મહત્ત્વની જગ્યાઓ છે. આ નદી પર બોટિંગ કરો તો એવું લાગે છે કે, જાણી આપણે કાચ પર તરી રહ્યાં છીએ. તમે બોટિંગ માટે જશો તો એવું જ લાગશે કે તમારી નદી હવામાં લટકી રહેશે. એડવેન્ચરના શોખીનો માટે આ રોમાંચ બહુ જ આહલાદક બની રહે છે.

આ નદી પર સાફસફાઈ માટે કડક કાયદા બનાવવામાં આવેલા છે. જેને કારણે જ અત્યાર સુધી આ નદી પ્રદૂષિત દેખાતી નથી. ઉમનઘાટ નદીમાં સફાઈ માટે કડકાઈથી તમામ નિયમોનું પાલન કરવામાં અને કરાવવામાં આવે છે.

કેવી રીતે જશોભારત સરકાર દ્વારા હવે પૂર્વોત્તર રાજ્યોના ટુરિઝમ વિકસાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. તેથી હવે મેઘાલય સુધી પહોંચવું બહુ જ સરળ છે. મેઘાયલ ટુરિઝમમાં ઉમનઘાટ નદી પણ શામેલ કરાઈ છે. ઉમનઘાટ ટ્રેનથી જવા માટે ગુવાહાટી રેલવે સ્ટેશન અહીંથી સૌથી નજીકનું સ્ટેશન છે.

આ વિસ્તારમા કોઈ જાળી કે ડેમ બનાવ્યો ન હોવાથી તેને સીમા પાર કરવું બહુ જ આસાન છે. સ્થાનિક લોકો અનુસાર, થોડા સમય પહેલા સુધી બાંગ્લાદેશી લોકો ભારતીય ક્ષેત્રોમાં માછલીઓ પકડવા આવતા હતા, પરંતુ હવે તેની પરમિશન નથી.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ આવી અનેક અવનવી જગ્યાઓની માહિતી અને જાણવા જેવી પોસ્ટ વાંચો ફક્ત અમારા પેજ પર.

ટીપ્પણી