12 વર્ષના ભારતીય કિશોરે નોંધાવ્યું ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ, કામ એવું કર્યુ કે જે જાણીને તમે પણ બોલી ઉઠશો WOW!

વર્તમાન સમયમાં નાના બાળકોના આઈક્યું લેવલ જોઈને ભલભલા લોકો દંગ રહી જાય છે. આવો જ એક કિશોર છે સિદ્ધાંત. જેની યાદશકિત કોઈ કમ્પ્યુટરથી કમ નથી. અત્યારે યુએઈમાં રહે છે અને તેનું મુળ વતન હરિયાણા છે. સંયુક્ત આરબ અમીરાતમાં રહેતા 12 વર્ષના બાળકે એક મિનિટમાં સૌથી વધુ હવાઈ જહાજ ટેલ્સ (પાછળનો ભાગ) ની ઓળખ કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

image soucre

એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. સિદ્ધાંત ગુબેર નામનો આ બાળક તેના પરિવાર સાથે અબુધાબીમાં રહે છે. તે હોમ સ્કૂલિંગ કરે છે. સિદ્ધાંતે 60 સેકંડમાં 39 વિમાનની 39 ટેલ્સની ઓળખ કરી હતી. ગલ્ફ ન્યૂઝના અહેવાલ પ્રમાણે, સિદ્ધાંત ટોચની 100 ઉંચી ઇમારતોની ઓળખ કરનાર સૌથી યુવા ભારતીય પણ છે.

સિદ્ધાંતનું નામ ઈન્ડિયા બુકમાં પણ નોંધાયેલું છે

image soucre

મૂળરૂપે હરિયાણાના વતની સિદ્ધાંતનું નામ અગાઉ ઈન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ચુક્યું છે. ગયા મહિને તેનું નામ ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું છે. સિદ્ધાંતનું નામ ઈન્ડિયા બુકમાં પણ નોંધાયેલું છે. તેમા તેનું નામ વિશ્વની ટોચની 100 ઉંચી ઇમારતોની ઓળખ તેની લંબાઈ અને સ્થાનની સાથે કરવા બદલ તેનું નામ નોંધાયું છે.

વિવિધ મોડેલો બનાવવામાં ઘણો સમય પસાર કર્યો

image soucre

એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં સિદ્ધાંત ગુબેરે કહ્યું કે, હું જ્યારે નાનો હતો ત્યારથી મને લોગો બલ્ફ પ્રત્યે રસ હતો અને મારા પિતા અને મેં વિવિધ મોડેલો બનાવવામાં ઘણો સમય પસાર કર્યો છે. જેમ કે રોકેટ, વિમાન, ઇમારતો અને વાહનોના નમૂનાઓ. હું વિમાનના પાછળના ભાગોને ઓળખવામાં સમર્થ હતો અને મારી માતાએ તેમને પાવર સ્લાઇડમાં એક કરવા મદદ કરી હતી જેથી હું તેમને ઓળખી શકું.

વિમાનની ટેલ્સની ઓળખ કરવામાં ફક્ત 1.5 સેકન્ડનો સમય લાગ્યો

image soucre

સિદ્ધાંત ગુંબેરની માતા મોનિષા કહે છે કે તેમનો પુત્ર હંમેશાં સંકેતો, પ્રતીકો અને લોગોમાં રસ રાખે છે. તે કહે છે, ‘તેની પાસે અદ્ભુત પિક્ચર મેમરી છે અને તે એકવાર કોઈ ચિત્રને જોઈ લે છે તો તે તેને ક્યારેય ભુલતો નથી. તેણે તેના પર ઘણુ કામ કર્યું છે અને તેને તેના વિશે ઉંડાણથી જાણવામાં પણ ઘણો રસ છે. જેમ કે હવાઈ જહાજ. તેને દેશનો ધ્વજ ઘણો પસંદ છે, અમે ગિનીસ રેકોર્ડ માટે વિમાનની ટેલ્સ પર વધુ ધ્યાન આપ્યું કેમ કે એકદમ અનોખું હતુ. તેમણે કહ્યું કે સિદ્ધાંતને દરેક વિમાનની પૂંછડી (ટેલ્સ)ની ઓળખ કરવામાં ફક્ત 1.5 સેકન્ડનો સમય લાગ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!