Good News: મીનલ ભોંસલેને ફેબ્રુઆરીમાં ચાલુ પ્રેગનન્સી દરમ્યાન કોમ્પ્લિકેશન સામે આવ્યા, અને ફેબ્રુઆરીમાં જ કોરોના કીટ બનાવવાની ચેલેન્જ ઉપાડી..

કોરોના વાયરસની ટેસ્ટીંગ કીટ

image source

ભારતમાં બનાવવામાં આવેલ પ્રથમ કોરોના વાયરસ ટેસ્ટીંગ કીટ હવે બજારમાં મળવા લાગી છે. પુણે શહેરની માય લેબ ડીસ્કવરી ભારતની પહેલી એવી કંપની છે જેણે કોરોના વાયરસની ટેસ્ટીંગ કીટના પ્રોડક્શન અને વેચાણ માટેની પરવાનગી મેળવી લીધી છે. આ કોરોના વાયરસની ટેસ્ટીંગ કીટ હાલમાં પુણે, મુંબઈ, દિલ્લી, ગોવા અને બેંગલુરુ જેવા શહેરોમાં ૧૫૦ જેટલી કોરોના વાયરસની ટેસ્ટીંગ કીટ પહોચાડી દેવામાં આવી છે.

image source

આ મોલેક્યુલર ડાયગ્નોસ્ટીક કંપની કોરોના વાયરસની ટેસ્ટીંગ કીટની સાથે સાથે એચઆઈવી, હેપેટાઈટીસ બી અને સી સહિતની તમામ બીમારીઓ માટેની પણ ટેસ્ટીંગ કીટનું પણ ઉત્પાદન કરે છે. કંપનીએ દાવો કર્યો છે કે, તે એક સપ્તાહમાં એક લાખ જેટલી કોવિડ-૧૯ની ટેસ્ટીંગ કીટ પૂરી પાડવામાં આવશે. ઉપરાંત કંપની વધારે જરૂરિયાત પડશે તો બે લાખ જેટલી ટેસ્ટીંગ કીટ પણ બનાવીને તૈયાર કરીને પૂરી પાડી શકે છે.

image source

માય લેબ દ્વારા બનાવવામાં આવેલ દરેક કોરોના વાયરસ ટેસ્ટીંગ કીટ દ્વારા આશરે ૧૦૦ જેટલા સેમ્પલની ચકાસણી કરી શકાય છે. માય લેબ કંપનીના પીઆરઓ દીપક કુમારના જણાવ્યા મુજબ આ કોરોના વાયરસ ટેસ્ટીંગ એક કીટની કીમત ૪૫૦૦ રૂપિયા છે. માય લેબ ડીસ્કવરીના રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હેડ વાયરોલોજીસ્ટ મીનલ દખાવે ભોસલે જણાવે છે કે, અમારી આ કોરોના વાયરસ ટેસ્ટીંગ કીટ કોરોના વાયરસના ઈન્ફેકશનને ૨:૩૦ કલાકમાં તપાસ કરી શકવા માટે સક્ષમ છે.

image source

જયારે વિદેશી કંપનીઓ દ્વારા બનાવેલ કોરોના વાયરસ ટેસ્ટીંગ દ્વારા તપાસનો સમય આશરે ૬-૭ કલાક જેટલો લાગે છે. મીનલ દખાવે ભોસલે આ કોરોના વાયરસ ટેસ્ટીંગ કીટ (પાથો ડિટેકટ) બનાવનાર ટીમના હેડ તરીકે કાર્ય કરે છે. કોરોના વાયરસ ટેસ્ટીંગ કીટ તૈયાર કરવા માટે સામાન્ય રીતે ૪ મહિના જેટલો સમય લાગે છે, તેમ છતાં અમારી અ ટીમે ૬ અઠવાડિયા જેટલા રેકોર્ડ સમયમાં કીટ બનાવી દેવામાં આવી છે.

image source

ભારતની સૌપ્રથમ સ્વદેશી કોરોના વાયરસ ટેસ્ટીંગ કીટને વિકસિત કરનાર આજનો એક યુવાન ચેહરો સામે આવ્યો છે. માય લેબ કંપનીની રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના હેડ એવા વાયરોલોજીસ્ટ મીનલ દખાવે ભોસલે અને તેઓની દસ વ્યક્તિઓની ટીમ સાથે મળીને રાત- દિવસ એક કરીને ફક્ત દોઢ મહિના જેટલા ઓછા સમયગાળામાં કોરોના વાયરસ ટેસ્ટીંગ કીટને તૈયાર કરી દેવામાં આવી છે. ભારતને અત્યાર સુધી વિદેશથી આયાત કરવામાં આવેલ કોરોના ટેસ્ટીંગ કીટનો જ સહારો લેવો પડતો હતો.

image source

વિદેશી ટેસ્ટીંગ કીટ ૪૫૦૦ રૂપિયાની આવે છે અને તેમાં એકસાથે સો સેમ્પલ ટેસ્ટ કરી શકાય છે ઉપરાંત આ વિદેશી ટેસ્ટીંગ કીટનું રીઝલ્ટ આવવામાં આશરે ૬-૭ કલાક જેટલો સમય લાગતો હતો ત્યાં જ આ સ્વદેશી કોરોના વાયરસ ટેસ્ટીંગ કીટ ફક્ત ૧૨૦૦ રૂપિયામાં પડી શકે છે અને આ કીટમાં પણ એકસાથે સો સેમ્પલ ટેસ્ટ કરી શકવાની ક્ષમતા ધરાવે છે સાથે જ આ કોરોના ટેસ્ટીંગ કીટમાં રીઝલ્ટ આવવામાં ફક્ત અઢી કલાક જેટલા સમય જણાવી શકાય છે કે, વ્યક્તિને કોરોના વાયરસથી અસરગ્રસ્ત છે કે નહી.

રેસ અગેઈન્સ્ટ ટાઈમ :

image source

અન્ય રસપ્રદ બાબત એવી છે કે, માય લેબ કંપનીના રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ વિભાગના હેડ એવા મીનલ દખાવે ભોસલેને તે સમયે પુરા મહિને પ્રેગ્નેટ હતા. મીનલને ફેબ્રુઆરી મહિનામાં પ્રેગ્નેંસીમાં પ્રોબ્લમ આવતા તેમને હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઉપરાંત મીનલને હોસ્પિટલ માંથી ડીસ્ચાર્જ મળી ગયા પછી ઘરે જવાને બદલે સીધા જ કંપનીમાં હાજર થઈને કોરોના વાયરસની ટેસ્ટીંગ કીટ બનાવવાના કામ લાગી જાય છે.

મીનલ અને તેઓની ટીમે ૧૮ માર્ચ, ૨૦૨૦ના રોજ આ કોરોના વાયરસ ટેસ્ટીંગ કીટનું કામ પૂરું કરી દેવામાં આવ્યું. ત્યાર બાદ આ કીટને ‘નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજી’ (NIV)માં ઈવેલ્યુએશન માટે સબમિટ કરાવી દેવામાં આવી. આ કીટ સબમિટ કરાયાના બીજા દિવસે મીનલએ સિઝેરિયન ઓપરેશન કરાવીને પોતાની દીકરીને જન્મ આપ્યો.

image source

તેમ છતાં બીજા દિવસે સિઝેરિયન ઓપરેશન માટે હોસ્પિટલ જવાના એક કલાક પહેલા ભારતીય FDA અને ડ્રગ્સ કંટ્રોલ ઓથોરીટી પાસે આ કોરોના વાયરસ કીટના કમર્શિયલ ઉત્પાદન કરવા માટે પ્રપોઝલ પણ મોકલી દેવામાં આવ્યું હતું. મીનલ દખાવે ભોસલેના પોતાના કામ પ્રત્યેના જુસ્સા અને કોરોના વાયરસના ફેલાવના સમય અને પોતાની પ્રસુતિના સમય સામે લડત આપવાનો જુસ્સો જોઈ શકાય છે.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન મીનલએ જણાવ્યું છે કે, ‘જો આપ કોઈ એક સેમ્પલને દસ વખત ટેસ્ટ કરો છો તો દસે દસ વખત એક જ રીઝલ્ટ આવવું જરૂરી છે. જે અમે સિદ્ધ કરી દીધું છે. એટલે કે અમારી આ કોરોના વાયરસ ટેસ્ટીંગ કીટ પરફેક્ટ છે.’ ભારત સરકાર હસ્તકની ‘કાઉન્સિલ ફોર મેડીકલ રીસર્ચ’ (ICMR) તરફથી પણ આ કોરોના વાયરસ ટેસ્ટીંગ કીટને ૧૦૦ પ્રતિશત પરફેક્ટ હોવાનું સર્ટીફીકેટ આપવામાં આવ્યું છે.

image source

માય લેબને ભારત સરકાર દ્વારા કોરોના ટેસ્ટીંગ કીટના પ્રોડક્શન અને વેચાણની મંજુરી આપી દેવામાં આવી છે. માય લેબ કંપની એક સપ્તાહમાં આશરે એક લાખથી બે લાખ કોરોના વાયરસ ટેસ્ટ કીટનું ઉત્પાદન કરવા માટે સુસજજ છે. માય લેબ કંપની દ્વારા HIV, હિપેટાઈટીસ બી અને સી જેવી ઘણી બીમારીઓ માટે ટેસ્ટીંગ કીટ પણ બનાવે છે. ઉપરાંત હવે માય લેબની આ બધી કીટમાં કોરોના વાયરસ ટેસ્ટીંગ કીટનો પણ સમાવેશ થઈ ગયો છે.

મેક્સિમમ ટેસ્ટીંગ અને મીનીમમ ફેલાવો :

સાઉથ કોરિયાએ પોતાના દેશમાં કોરોના વાયરસને ફેલાવાને ખુબ જ અસરકારક રીતે ડામી દીધું છે, તેનું મુખ્ય કારણ છે વ્યાપક ટેસ્ટીંગ. સાઉથ કોરિયાએ જાન્યુઆરી મહિનાથી જ કોરોના વાયરસ ટેસ્ટીંગ કીટનું ઉત્પાદન કરવાનું શરુ કરી દીધું હતું. સાઉથ કોરિયામાં ૬૫૦ જેટલી લેબોરેટરીને કોરોના વાયરસ ટેસ્ટીંગની મંજુરી આપી દેવામાં આવી છે.

image source

સાઉથ કોરિયામાં ફક્ત દસ જ મીનીટમાં રીઝલ્ટ આપી શકે એવા ટેલીફોન બુથ જેવા ટેસ્ટીંગ કિઓસ્કને પણ ઉભા કરી દેવામાં આવ્યા છે. જેટલા વધારે ટેસ્ટ એટલુ જ વધારે જલ્દી અને વેહલું ડિટેકશન થાય છે. એટલે પોઝેટીવ દર્દીઓને આઇસોલેટે કરીને કોરોના વાયરસના ઇન્ફેકશનને ફેલાવાથી રોકી શકાય છે.

સાઉથ કોરિયામાં આટલી અસરકારક કામગીરી છતાં પણ ત્યાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ૯ હજારને પાર કરી ગઈ છે. ત્યારે ભારતમાં અત્યારે કેટલાક દિવસ પહેલા જ દેશની ૧૧૮ સરકારી લેબોરેટરીમાં જ કોરોના વાયરસના સેમ્પલ ટેસ્ટીંગ કરવામાં આવતા હતા જયારે હવે ૫૦ જેટલી ખાનગી લેબોરેટરીને પણ હવે કોરોના વાયરસના સેમ્પલ ટેસ્ટીંગ કરવાની મંજુરી આપવામાં આવી છે.

image source

આશા રાખીએ છીએ કે, માય લેબ દ્વારા બનાવવામાં આવેલ નવી કોરોના વાયરસ ટેસ્ટીંગ કીટના ઉપયોગથી વધુમાં વધુ લોકોનું ટેસ્ટીંગ કરીને, કોરોના વાયરસના ઇન્ફેકશનને આપણે જડમૂળ માંથી ખતમ કરી શકીશું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ