ખુશખબર! અબુધાબી અને દુબઈમાં બે દિવસ ફ્રીમાં રોકાય શકશે ભારતીયો, UAE સરકારનો નિર્ણય

યૂનાઈટેડ અરબ અમીરાત (UAE)એ ભારતીય ટૂરિસ્ટોને ધ્યાનમાં રાખીને બુધવારે એક મહત્વનો નિર્ણય લીધો છે. આ નિર્ણયના અનુસાર, તમને બે દિવસનાં ફ્રી ટ્રાંજિટ વીઝા મળશે. તમને જણાવી દઈએ કે, યૂએઈ સરકારને સમગ્ર દુનિયાના પર્યટકોને આકર્ષવા માટે આ નિર્ણય લીધો છે.

હવે દુબઈ અને અબુધાબી હોવા છતા દુનિયાના બીજા દેશોની યાત્રા કરનારા પર્યટકો દુબઈ અને અબુધાબીમાં 48 કલાક સુધી રોકાય શકે છે અને તેના માટે તેમને કોઈ પૈસા ખર્ચવાની પણ જરૂર નહીં પડે. યૂએઈના શહેરોમાં ભારતીય પર્યટકો અને યાત્રીઓની સંખ્યા સૌથી વધારે હોય છે. એટલા માટે તેનો સૌથી મોટો ફાયદો અહીં પહોંચનાર ભારતના યાત્રીઓને મળશે. યુનાઈટેડ અરબ અમીરાત (યૂએઈ) કેબિનેટનો આ નિર્ણય કર્યો છે.

યૂએઈની કેબિનેટે બુધવારે જે નિર્ણય લીધો, તેમાંથી એક આ પણ છે. મીડિયા રિપોર્ટનાં અનુસાર, ટ્રાંજિટ પેસેન્જરને 48 કલાક સુધી ફ્રી વીઝા મળશે. તેના પછી તેઓ થોડાક સમય માટે વીઝા વધારવા માંગતા હોય તો તેના માટે બહુ ઓછી ફી રાખવામાં આવી છે. જો યાત્રી બે દિવસ વધારે પોતાના વીઝાનો સમય વધારવા માંગતા હોય તો તેમને તેના માટે માત્ર 50 દિરહમ એટલે કે 930 રૂપિયા આપવાના રહશે. યાત્રી આ ટ્રાજિંટ વીઝાને કોઈ પણ યૂએઈ એરપોર્ટ પર બનાવામાં આવેલા પાસપોર્ટ કંટ્રોલ હોલમાંથી એક્સપ્રેસ કાઉન્ટર્સ પરથી મેળવી શકે છે.

લગભગ 25 ટકા ભારતીય ભારત થી ખાડીના અબૂધાબી, દુબઈ અને બીજા દેશોની યાત્રા કરે છે. ભારતની ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના અનુસાર, યૂએઈ સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાને ગેમચેંજર તરીકે જોવામાં આવી રહ્યો છે. આંકડાના અનુસાર જોવા જઈએ તો, આ સંખ્યા ગયા વર્ષ કરતા 11 ટકા વધારે છે. તે સિવાય કેબિનેટએ પ્રાઈવેટ સેક્ટરમાં ફોરેન વર્કર્સ ઈન્શયોરન્સ અને વીઝા સુવિધા માટે લેજિસલેટિવ પેકેજ આપવાનો નિર્ણય કર્યો છે.

યૂએઈને પહેલાથી ભારતીયોની પસંદ છે. 2017માં 3.60 લાખ ભારતીય પયર્ટકોએ અબુધાબીની યાત્રા કરી હતી. આ સંખ્યા ગયા વર્ષની સરખામણી કરતા 11 ટકા વધારે છે. યૂએઈ સિવાય અન્ય કેટલાંક દેશ છે, જે ભારતીય પર્યટકોને આકર્ષિત કરવા માટે વીઝાના નિયમોને સરળ કરી રહ્યા છે. આ લિસ્ટમાં ઈઝરાયલ, જાપાન, ઓમાન સહિત અન્ય દેશો પણ સામેલ છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી