ભારતના 12 પોપ્યુલર ટૂરિસ્ટ સ્પોર્ટસ સુંદરતાને લીધે બહુ મોટી કિમત ચૂકાવે છે, કારણ જાણીને થઈ જશો હેરાન

ભારતમાં એવા ઘણા સ્થળો છે જ્યાં પ્રાકૃતિક સૌંદર્ય જોવાની મજા જ કંઈક અલગ છે. દેશના ઉત્તરના ભાગમાં ઘરતીનું સ્વર્ગ કશમીર છે તો દક્ષિણમાં ભગવાનનો દેશ કેરળ છે. એક બાજુ રણ, તો બીજી બાજુ લીલોતરી જોવા મળે છે દેશમાં ઉત્તર પૂર્વ રાજ્યમાં. દેશની અલગ અલગ જગ્યાએ ફરવા માટે દર વર્ષે લાખો લોકો દેશ વિદેશથી આવે છે. પ્રવાસીએ આવે છે થોડાક દિવસ રોકાય છે અને ફરીને જતા રહેતા હોય છે. તેના પછી તે જગ્યાની હાલત કેવી થાય છે તે તો ત્યાં રહેતા લોકોને જ ખબર હોય છે. ટૂરિસ્ટ લોકો પૈસા લઈને તો આવે છે પરંતુ તેના બદલામાં ઘણી બધી સમસ્યાઓ અને કચરો મફતમાં આપીને જાય છે.

આજે અમે તમને જણાવીશું કેટલાંક એવાં ટૂરિસ્ટ ડેસ્ટિનેશન વિશે જે પોતાની સુંદરતાને કારણે મશહૂર હોવાને કારણે બહુ મોટી કિંમત ચૂકાવે છે.

1.શિમલા-

શિમલા વિશે તો તમને બધાને ખબર જ હશે. શિમલાના કેટલાંક વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી પણ નથી મળતું. મોલ રોડની પ્રખ્યાત કેફે અને રેસ્ટોરન્ટમાં જે લોકો જાય છે તેમને વોશરૂમનો ઉપયોગ પણ કરવા નથી દેતા. સૂત્રોના અનુસાર, ત્યાં વીવીઆઈપી વિસ્તારોમાં પાણીની સગવડ કરી આપવામાં આવે છે અને સામાન્ય માણસની સમસ્યાને નજરઅંદાજ કરવામાં આવે છે.

2.નૈનીતાલ-
નૈનીતાલની વાત કરીએ તો ત્યાં દેશ વિદેશથી દર વર્ષે લાખો લોકો આવે છે. પણ અત્યારે નૈનીતાલની હાલત પહેલા જેવી નથી રહી. ત્યાં હવે કચરાના ઢગલા જોવા મળે છે. આભાર વ્યક્ત કરવો જોઈએ પ્રવાસીઓનો અને કનસ્ટ્રક્શન વર્કનો. નૈનીતાલમાં વર્ષ 2000 પહેલા માત્ર બે વખત પાણીનું લેવલ શૂન્ય સુધીં પહોંચ્યું હતું. 2000 પછી 15 વખત અહીં પાણીનું લેવલ શૂન્ય સુધી પહોંચી ગયું છે.

3. ત્રિઉંડ-
દર વર્ષે લોકો ટ્રેકિંગ માટે હજારો ટૂરિસ્ટો આવે છે. પરંતુ પાછા જતી વખતે તેઓ અહીં ગંદકી ફેલાઈને જાય છે. ભાગસુનાગથી 9 કિમી દૂર એક કેમ્પ સાઈટ છે, જ્યાં દર વર્ષે લગભગ 1 લાખ પ્રવાસીઓ આવે છે. આ લોકો એટલો કચરો કરીને જાય છે કે તેને ગધેડા પર નાંખીને દૂર કરવામાં આવે છે.

4. દાર્જલિંગ-
દેશનાં સૌથી પ્રદૂષિત હિલ સ્ટેશનસમાં દાર્જલિંગનો પણ સમાવેશ થાય છે. અહીં પ્રવાસીઓની સંખ્યા વધારવા માટે અધિકારીઓ પોતાની મરજી મુજબ કન્સ્ટ્રકશન વર્ક કરાવ્યું છે જેથી અહીંની જમીનની હાલત ખરાબ થઈ ગઈ છે. એક રિસર્ચ અનુસાર, દાર્જલિંગની હવા કલકત્તાથી પણ વધારે પ્રદૂષિત છે.

5. જયપુર-
ગુલાબી શહેર જયપુરની વાત કરીએ તો WHOના રિપોર્ટ અનુસાર, રાજધાની જયપુર, રાજસ્થાનનું સૌથી પ્રદૂષિત શહેર છે. અહીંના રસ્તા પર કચરાના ઢગલા જોવા મળે છે. હાલત એટલી ખરાબ છે કે 15 ઓગસ્ટથી અહીં પણ ઘરે ઘરે કચરો ભેગો કરવાની સિસ્ટમ શરૂ કરવામાં આવશે.

6. વારાણસી-
કાશી જ્યાં એવું કહેવામાં આવે છે જેના અંતિમ સંસ્કાર ત્યાં કરવામાં આવે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ઘાટના શહેર બનારસની કેટલીક ચોંકાવનારી વાતો કેટલાંક વર્ષો પહેલા જાણવા મળી હતી. તમને જાણીને કદાચ આંચકો લાગશે પણ અહીં કેટલાંક અડધા બળેલા મૃતદેહને ગંગા નદીમાં નાખી દેવામાં આવે છે. આજથી કેટલાંક વર્ષો પહેલાં અહીં ઘાટની સાફાઈની જવાબદારી સ્થાનિક નિવાસી અને એનજીઓએ લીધી હતી. ગંગા નદીની સફાઈ માટે એક અલગ મંત્રાલય બનાવામાં આવ્યું હતું. તેમજ હજારો કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો. પરંતુ હકીકત કંઈક અલગ જ હતી. 2016માં એક રિપોર્ટ અનુસાર, કાશીની હવામાં ઝેરી ત્તત્ત્તવો હોય છે અહીં આ પવિત્ર જગ્યાને ઝેરી કોણે બનાવ્યું તેનો જ્વાબ કોઈની પાસે નથી.

7. કસોલી-
કસોલીની હવામાં નશો છે. અહીં સારો એવો સ્ટફ મળે છે. અહીં પ્રવાસીઓ ફરતા ફરતા સિગરેટના ટૂકડા, પ્લાસ્ટિકની કોથળીઓ ફેંકતા જાય છે અને આ સુંદર જગ્યા પર ગંદકી ફેલાવતા જાય છે. ટૂરિસ્ટો પાર્ટી કરે છે, મોટા મોટા અવાજથી મ્યૂઝિક વગાડે છે, જેનાથી સ્થાનિક લોકો અને જંગલમાં રહેતા પ્રાણીઓને મુશ્કેલી થાય છે.

8. ગોવા-
ગોવા જવા માટે તમે કેટલાય પ્લાન કેન્સલ કર્યા હશે, પરંતુ બધાના પ્લાન કેન્સલ નથી થતા. વેજ ઓફ ઈન્ડિયા ટૂરિસ્ટોની ભીડને કારણે પ્રદૂષિત થઈ ગયો છે. દર વર્ષે સમગ્ર વિશ્વમાંથી લગભગ 5 મિલિયન ટૂરિસ્ટો ગોવામાં આવે છે. નેશનલ જીયોગ્રાફીએ કેટલાંક વર્ષો પહેલાં ગોવાના દરિયાના કિનારાને વિશ્વના સૌથી પ્રદૂષિત બીચ લિસ્ટમાં રાખવામાં આવ્યા હતા. ગોવાના દરિયા કિનારા અત્યારે ડસ્ટબિન બની રહી ગયા છે. કેમ કે, બીચ પર લોકો કચરો ફેંકીને જતા રહે છે જેના કારણે ત્યાં બહું ગંદકી છે.

9. શ્રીનગર-
તમને જાણીને નવાઈ લાગશે પણ દુનિયામાં શ્રીનગર 10માં નંબરનું સૌથી પ્રદૂષિત શહેર છે. ઘરતીનું સ્વર્ગ આજે પ્રવાસીઓના કારણે નરક બની ગયું છે જેના કારણે ત્યાં પ્રદૂષણ બહુ છે.

10. આગરા-
આગરા એટલે કે તાજ મહેલ. તાજ મહેલ પીળો થવાની વાત આપણે વર્ષો પહેલા સ્કૂલમાં વાંચી હતીં. તાજની આજુબાજુ કારખાનામાંથી નીકળતા ઝેરી ધુમાડાને કારણે સફેદ માર્બલથી બનાવામાં આવેલો તાજમહેલ પીળો થઈ ગયો હતો. જો કે તાજમહેલ પીળો થઈ જવાનું કારણ માત્ર ત્યાંના કારખાના નથીં. ટૂરિસ્ટોની ગાડીઓ પણ છે. 1985માં આગરામાં 40 હજાર વાહન આવ્યા હતા, જે વધીને 10 લાખ થઈ ગયા. જેના લીધે આગરાની હવામાં પ્રદૂષણ વધવા લાગ્યું જેની અસર તાજમેહલ પર થઈ હતી.

11. મૈકલોડગંજ-
છેલ્લા કેટલાય વર્ષોથી આ હિલ સ્ટેશન પર પ્રવાસીઓની સંખ્યા વધી ગઈ છે. અહીંની સુંદરતાને પણ નજર લાગી ગઈ છે. ટ્રેકિંગના રસ્તામાં ટૂરિસ્ટો પ્લાસ્ટિકની કોથળીઓ ફેંકતા હોય છે. જેના કારણે હવે આ હિલ સ્ટેશન પણ કચરાનો ઢગલો બની ગયો છે.

12. મસૂરી-
મસૂરીની વાત કરીએ તો ત્યાં પહાડો જોઈને તમને એવું જ લાગે કે તમે યુરોપમાં આવી ગયા છે. અહીં દરરોજ 25-30 મેટ્રીક ટોન કચરો થાય છે, જેને સરખી રીતે ડિસ્પોસ પણ નથી કરવામાં આવતો. દરેક જગ્યાએ પ્લાસિટકની કોથળીઓ જોવા મળે છે. તેમજ મસૂરીમાં પાણીની પણ કમી છે. લોકો અહીં ફરવા આવે છે ખાવાનું ખાય છે પણ જે તે જગ્યાએ કચરો નાંખીને જતા રહે છે. જેના કારણે આજે આ ટૂરિસ્ટ સ્પોટ પ્રદૂષણમાં ફેરવાય ગયા છે.

લેખન સંકલન- પ્રિયંકા પંચાલ

ટીપ્પણી