? આજનો દિવસ : ૪ ડિસેમ્બર ભારતીય નૌકાદળ દિવસ…

પહેલાનો સમય હતો કે જયારે પાયદળ જ મહત્વનુ હતુ. ત્યારબાદ દરિયાઇ સેવાઓના વિકાસ થતાઁ સાથે સાથે દરેક દેશનુ નૌકાદળ પણ અસ્તિત્ત્વમાઁ આવ્યુ. આજના આધુનિક યુગમાઁ તો પાયદળ, નૌકાદળ અને વાયુદળ તો દરેક દેશ માટે અવિભાજ્ય અઁગ ગણી શકાય. જમીન અને આકાશથી અલગ સમુદ્રી જળસીમાઓ પર દેશની રક્ષા કરનાર સૈનિકોની દુનિયા જ જહાજ હોય છે. તેઓ જ્યારે કોઇ દુશ્મન જહાજને ડુબાડે કે હરાવે એ દિવસ એમના માટે કોઇ પર્વથી ઓછો હોતો નથી. આપણે શાઁતિથી ઊઘી શકીએ, તહેવારો ઉજવી શકીએ તેમજ આઝાદી પુર્વક જીવન જીવી શકીએ વગેરે બાબતો માટે જેટલા આપણે સરહદી સૈનિકોના આભારી છીએ એટલા જ આપણે નૌકાદળના જ આભારી છીએ.

મિત્રો આજે આપણે આપણા નૌકાદળ વિશે વાત કરવી છે. કારણકે ૪ ડિસેમ્બર દર વર્ષે નિયમિત રીતે ભારતીય નૌકાદળ દિવસ તરીકે ઉજવવામાઁ આવે છે. વિશ્વની પાઁચમી સૌથી મોટી નૌકાદળ સેના આપણી ગણાય છે. ૧૭મી સદીના છત્રપતિ શિવાજી ભોઁસલેના મરાઠા સમ્રાટને “ભારતીય નૌકાદળના પિતા” તરીકે ઓળખવામાઁ આવે છે. આપઁણુ ભારતીય નૌકાદળ દેશની દરિયાઇ સુરક્ષા તેમજ આઁતરરાષ્ટ્રીય સઁબઁધો વધારવામાઁ ચાવીરુપ ભુમિકાઓ ભજવે છે. ભારતીય મહાસાગરમાઁ ભારતની સ્થિતી સુધારવા માટે ઉત્તરોતર ભારતીય નૌકાદળનુ નવીનીકરણ કરવામાઁ આવે છે. નૌકાદળના ઇતિહાસમાઁ ૧૯૭૧ નુઁ યુધ્ધ અદ્રિતીય હતુ. આ યુધ્ધમાઁ આપણા નૌકાદળની યુધ્ધનીતિ ગજબની હતી, ૪ ડિસેમ્બર ૧૯૭૧ ના રોજ આ દિવસે ભારતીય નૌકાદળના ઇતિહાસમાઁ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયુ હતુ. આ દિવસે ભારતીય નૌકાદળે “ઓપરેશન ટ્રાઇડેન્ટ” હેઠળ કરાઁચી બઁદર પર જે હલ્લો બોલાવેલો એ વાત પાકિસ્તાનનુ નૌકાદળ તેમજ પાકિસ્તાન ભવિષ્યમાઁ પણ ભુલી નહિ શકે. કરાઁચી બઁદર પર હુમલાની ઉજવણી તેમજ યુધ્ધના તમામ શહીદોના માન આપવા માટે ભારતમાઁ ૪ ડિસેમ્બરને દર વર્ષે “ભારતીય નૌકાદળ દિવસ “ (ઇન્ડીયન નેવી ડે) તરીકે ઉજવવામાઁ આવે છે.

થોડી વિગતે વાત કરીએ એ સમયમાઁ પાકિસ્તાન બે ભાગમાઁ વિભાજીત હતુ. પાકિસ્તાન અને પુર્વ પાકિસ્તાન (જે હાલ બાઁગ્લાદેશ તરીકે ઓળખાય છે.) તો ૩ ડિસેમ્બરના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન સેના વિરુધ્ધ યુધ્ધની શરુઆત કરેલી. નૌકાદર ના પ્રમુખ એડમિરલ એસ. એમ. નઁદાએ ઓપરેશન ટ્રાઇડેન્ટ ની યોજના બનાવી હતી. આ યોજનાની જવાબદારી ૨૫મી સ્ક્વોર્ડના કમાન્ડર બબરુ ભાન યાદવને સોપવામાઁ આવી હતી. ૪ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ભારતીય નૌકાદળે કરાઁચી સ્થિત નેવી બેઝ પર હુમલો કરી દિધો. આ હુમલામાઁ ભારતીય સેનાએ સૌ પ્રથમ વખત એંન્ટીશીપ મિસાઇલનો ઉપયોગ કર્યો હતો. આ હુમલા દરમ્યાન પાકિસ્તાનના ઓઇલ ટેન્કરો સહિત ત્રણ જહાજો પણ ડુબાડી દિધા હતા. આ હુમલા દરમ્યાન કરાઁચી ઓઇલ ડેપોમાઁ જે આગ લાગી હતી એ ૬૦ કિ.મી. સુધી જોઇ શકાય એવી હતી. આ આગને સાત દિવસ સુધી બુઝાવી શકાઇ નહોતી. આ હુમલાથી પાકિસ્તાન નૌકાદળ સજાગ થઇ ગયુ હતુ અમે રાતદિવસ કરાઁચી બઁદર પર વિમાનો વડે દેખરેખ ચાલુ કરી દિધી હતી. (અબ પછતાએ હોવત કા, જબ ચીઁડીયા ચુગ ગઇ ખેત !) એવુ નથી કે આ હુમલામાઁ આપણે કશુ નુકશાન સહન કરવુ પડયુ ન હતુ. આ યુધ્ધમાઁ ભારતીય નૌકાદળનુ આઇએનએસ ખુકરી પણ ડુબી ગયુ હતુ. જેમાઁ ૧૮ અધિકારીઓ સહિત ૧૭૬ સૈનિકો પણ સેવા આપી રહ્યા હતા. આપણે વોરફિલ્મો બહુ ઓછી બને છે. પરઁતુ “અબ તુમ્હારે હવાલે વતન સાથિયો” અને છેલ્લે આવેલી “ધ ગાઝી અટેક” ખરેખર ભારતીય નૌકાદળની કામગીરી પર પ્રકાશ પાડવાનો ઉત્તમ પ્રયત્નો હતા. જો આપણા દેશ માટે શહીદ થનારાઓ માટે આભાર રુપે આ એક દિવસ પણ ઉજવવો એ ઓછો જ ગણાય. મારા માટે એમનુ યોગદાન અતુલનીય જ કહેવાય. કારણકે આ યુધ્ધમાઁ આપણે પાકિસ્તાનને બે ભાગમાઁ વિભાજીત કરી દિધુ હતુ. બીજો ભાગ આજે પણ વિશ્વમાઁ “બાગ્લાદેશ” તરીકે ઓળખાય છે.

ભારતીય નૌકાદળના બહાદુર જવાનોને વહાલા તરફથી વઁદન.

લેખક : વસીમ લાંડા

શેર કરો આ માહિતી દરેક ભારતીય સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી