કોરોનાની મહામારીના કારણે ઇટાલીમાં ફસાયેલી ભારતીય દીકરીને ભારતીય સરકારે બચાવી

કોરોનાની મહામારીના કારણે ઇટાલીમાં ફસાયેલી ભારતીય દીકરીને ભારતીય સરકારે બચાવી

image source

કોરોનાની મહામારીના કારણે આખુંએ વિશ્વ જાણે લોકડાઉનની સ્થિતિમાં આવી ગયું છે. વિશ્વના મોટા ભાગના દેશોની સરહદો સીલ કરી દેવામા આવી છે. હવાઈ તેમજ જળ માર્ગે થતાં વ્યવહારો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. એરપોર્ટ પણ બંધ કરી દેવામા આવ્યા છે અને ક્રૂઝ શીપ્સને પણ ક્યાંય પ્રવેશવા દેવામાં નથી આવી રહ્યા અને તેના કારણે હજારો લોકો પોતાના વતન પાછા નથી ફરી શકતાં પછી તે ભારતીય હોય કે કોઈ પણ વિદેશી હોય.

ભારતના મહારાષ્ટ્રના પૂણેમાં રહેતા માતાપિતા સાથે પણ તેવું જ કંઈક બન્યું છે. હાલ વિશ્વમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ ઇટાલીની છે. અહીં દીવસેને દીવસે મૃતકાંક વધી રહ્યો છે તો કોરોનાના પોઝિટીવ કેસોની સંખ્યામાં પણ સેંકડોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના સુરેશ માંજરેકર (નામ બદલેલ છે) તે છેલ્લા ઘણા સમયથી ભારતીય સરકારની નિંદા કરતાં હતા પણ આજે તેમની સાથે સરકારે જે વર્તન કર્યું છે તેનાથી તેઓ સરકારની પ્રશંસા કરતા થાકતા નથી.

image source

તેમની દીકરી છેલ્લા કેટલાક દિવસથી ઇટાલીના શહેર મિલાનમાં અભ્યાસ કરી રહી છે. અને કોરોનાના કારણે જ્યારે દેશ-વિદેશના હવાઈ વ્યવહારો બંધ કરવામાં આવ્યા હોવાથી તેમની દીકરી ત્યાં ફસાઈ ગઈ હતી. અને તેમને પોતાની દીકરીને પાછી મેળવવાની કોઈ જ આશા નહોતી દેખાતી તેવા સમયે ભારત સરકારે તેમની દીકરીને ભારત પાછી લાવીને મોટી મદદ કરી હતી.

માંજરેકર સરકારનો આભાર માનતા થાકતા નથી, તેઓએ જણાવ્યુ હતું કે તેમની દીકરી માસ્ટર્સના અભ્યાસ માટે 4થી ફેબ્રુઆરીના રોજ ઇટાલીના મિલાન શહેરમાં ગઈ હતી. ત્યાં 20મી તારીખથી તેની ટર્મ શરૂ થવાની હતી, પણ કોરોના વાયરસના કારણે કોલેજો બંધ થઈ ગઈ હતી.

image source

માત્ર ગણતરીના દિવસોનો જ જરૂરિયાતનો સામાન

28 ફેબ્રુઆરીના રોજ દીકરીએ ફોન દ્વારા પીતાને જણાવ્યું હતું કે ત્યાં તેણી સારી રીતે ગોઠવાઈ ગઈ છે અને આગળના રોકાણ માટે તે પોતાના રેન્ટ એગ્રીમેન્ટને 4 મહિના માટે વધારી રહી છે. પણ હજું તો તેણી ઇટાલીમાં સેટ થાય ત્યાં 10મી માર્ચના રોજ સરકારે બધી જ દુકાનો બંધ કરી દીધી હતી. તેની પાસે માત્ર 15 દિવસ ચાલે તેટલું જ રાશનપાણી હતું.

image source

સુરેશે તરત જ પોતાની દીકરીને પાછા આવવાનું કહ્યું પણ ઇટાલીની સરકારે ભારત પાછા ફરવા માટે તેણી પાસે સર્ટીફીકેટ માંગી જે માત્ર ભારતીય દૂતાવાસ પાસેથી જ મળી શકે તેમ હતું. પણ ભારતીય એમ્બેસી પણ બંધ કરી દેવામાં આવી હતી.

દીકરીને પાછી લાવવા ઘણી મુશ્કેલીઓનો કરવો પડ્યો સામનો

image source

ભારતીય દૂતાવાસનો સંપર્ક ન થતાં પિતાએ કંઈ પણ કરીને ઇટાલી ખાતેના ભારતીય દૂતાવાસના 8 કર્મચારીઓના ઇમેઈલ આઈડી શોધી કાઢ્યા અને તેમને મેલ કરીને તેમની દીકરીની તકલીફ જણાવી સાથે સાથે તેમણે પોતાની દીકરીની વિગતો પણ મેઇલ કરી હતી.

મેઈલ કર્યો તે દિવસે રાત્રે તેમના પર તેમની દીકરીનો ફોન આવ્યો કે ભારતીય એમ્બેસીએ તેણીનો સંપર્ક કર્યો હતો અને તેઓ બીજા દિવસે તેણીના ભારત આવવાની વ્યવસ્થા કરી રહ્યા છે. અને છેવટે ભારતીય સરકારની તકેદારી અને ઝડપી વ્યવસ્થાના કારણે તેમની દીકરી 15 માર્ચના રોજ પાછી આવી ગઈ. અને દીકરીને જોતાં જ પિતાના ચહેરા પરની ચિંતાની રેખાઓ દૂર થઈ ગઈ હતી અને ચહેરા પર ખુશી છવાઈ ગઈ હતી.

image source

તેઓ આ મદદ બદલ ભારત સરકાર તેમજ ભારતીય એમ્બેસીનો આભાર માનતા થાકતા નથી. અને તેમની સરકાર માટેની બધી જ નારાજગી પણ દૂર થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ