માત્ર 3 જ દિવસમાં ભારત આ મામલે અમેરિકાને પાડી દેશે પાછળ, સ્વાસ્થ્ય મંત્રાલયે આપ્યા સારા સમાચાર

દેશભરમાં કોરોના મહામારીની લડાઈને લઈને વેક્સીનેશનની શરૂઆત થઈ છે ત્યારે હવે પીએમ મોદીએ 16 જાન્યુઆરીથી દેશમાં વેક્સીનેશનનો પ્રારંત્ર કરી દીધો છે. આ વેક્સીનનેશનનો પ્રારંભ એ દેશમાં કોરોના માટે મોટી સિદ્ધિ સાબિત થઈ છે. દેશમાં સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા અનુસાર 4 લાખ 54 હજાર 49 લોકોને રસી અપાઈ ચૂકી છે. આ સાથે અહીં કેટલીક આડઅસરના કેસ પણ સામે આવ્યા છે. આ સાઈડ ઈફેક્ટમાં ખાસ કરીને માથુ દુઃખવું કે છાતીમાં દુઃખાવો થવાની સમસ્યા જોવા મળી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયેના કહેવા અનુસાર આ સામાન્ય લક્ષણો હોઈ શકે છે. તેને લઈને ચિંતાની કોઈ વાત નથી. આ લક્ષણો થોડા સમયમાં સારા થઈ જાય છે.

image source

મળતી માહિતી અુસાર અમેરિકામાં ઘણા સમય પહેલાંથી વેક્સીનેશનનો પ્રારંભ શરૂ થો છે. આ સિવાય અહીં પહેલા અઠવાચિયામાં 5 લાખ 56 હજાર અને 208 લોકોને વેક્સીન અપાઈ છે. જો કે ભારતમાં જે રીતે જોર શોરથી વેક્સીનેશનનું કામ શરૂ થયું છે તેને જોતાં ભારત આ આંકડો આગામી 3 દિવસમાં પાર કરી લે તેવી શક્યતા છે. એટલે કે કોરોના મહામારીના વેક્સીનેશનને લઈને ભારત અમેરિકાથી પણ આગળ નીકળી જશે. દેશના નાગરિકોને ઝડપથી રાહત મળી રહી છે. આ સાથે દેશમાં આડઅસરના કેસ પણ ઘટતા જોવા મળી રહ્યા છે.

image source

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ભારતમાં 16થી 19 જાન્યુઆરી સુધીમાં 4 લાખ 54 હજાર 49 લોકોને કોરોનાની વેક્સીનનો પહેલો ડોઝ અપાયો છે. એક જ દિવસમાં ભારતમાં 2 લાખ 7 હજાર 229 લોકોને વેક્સીન આપી દેવામાં આવી છે. આ સાથે તમામ વેક્સીનેશનમાં ફક્ત 0.18 ટકા કેસમાં વેક્સીનની સાઈડ ઈફેક્ટ જોવા મળી રહી છે.

image source

યૂનિયન હેલ્થ સેક્રેટરી રાજેશ ભૂષણે વેક્સીનેશનને લઈને કહ્યું છે કે આડઅસરના કોઈ ખાસ કેસ જોવા મળી રહ્યા નથી તે પણ દેશ માટે સારી વાત છે. અહીં 0.18 ટકા કેસમાં સાઈડઈફેક્ટ આવ્યા બાદ ભારત જલ્દી જ અમેરિકાથી પણ આગળ નીકળી જશે. અમેરિકામાં વેક્સીનેશન શરૂ થયા ના પહેલાં અઠવાડિયામાં 5 લાખ 56 હજાર 208 લોકોને કોરોનાની વેક્સીન અપાઈ હતી. તા ભારતમાં આ આંક આગામી દિવસોમાં પૂરો થઈ જશે. જે એક સારું પાસું ગણવામાં આવી રહ્યુ ંછે.

image source

નીતિ આયોગે બંને વેક્સીનને લઈને નિવેદન આપ્યું છે અને કહ્યું છે કે કોવૈક્સીન અને કોવિશિલ્ડના ડેટા જોયા બાદ કહી શકાય છે કે બંને વેક્સીન નાગરિકોને સારી રીતે સૂટ થઈ રહી છે. આ મહામારીને લઈને કોઈ મુંઝવણ રાખવી નહીં. સાથે મળીને આ મહામારીને હટાવવાની છે. તો કોઈ ચિંતા કરવી નહીં. હાલમાં બંને વેક્સીનના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે.

image soucre

આ સાથે નીતિ આયોગે કહ્યું છે કે એસ નેસલ રસીની દિશામાં કામ કરી રહ્યું છે. ફેઝ 1 અને ફેઝ 2 ટ્રાયલ માટે આ વિચાર કામ કરી લેશે તો વેક્સીન ઝડપથી દેશના નાગરિકોને મદદ કરીને ગેમ ચેન્જરનું કામ કરી લેશે. ભારતમાં આ બંને વેક્સીનને મંજૂરી આપી દેવાઈ છે. જેનો ઉપયોગ નાગરિકો કરી રહ્યા છે. દેશમાં હાલમાં ફ્રન્ટ લાઈન વર્કર્સ અને હેલ્થ વર્કર્સને પ્રાયોરિટીના ધોરણે વેક્સીન આપવામાં આવી રહી છે અને ત્યાર બાદ ચૂંટણી પંચના ડેટાના આધારે 50 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ અને સાથે જ ગંભીર બીમારીઓથી પીડાતા લોકોને આ વેક્સીન આપવામાં આવશે. આ પછી સામાન્ય લોકો કે જેઓ કોવિન એપ પર રજિસ્ટ્રેશન કરાવશે તેમને વેક્સીન મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ