આયુર્વેદે કોરોના સામે લડવાની તૈયારી બતાવી, 1000થી વધુ દર્દીઓ પર થયો અશ્વગંધા અને મૂલેઠી જેવી ઔષધિઓનો પ્રયોગ, વાંચો વધુમાં

1.આયુર્વેદ દ્વારા કોરોના સામે લડત, 1000 દર્દીઓ પર અશ્વગંધા અને મૂલેઠી સહિત ચાર ઔષધિઓનો પ્રયોગ.

image source

2.1000થી વધુ કોરોના પીડિત પર થયો અશ્વગંધા અને મૂલેઠી સહિત ચાર ઔષધિઓનો પ્રયોગ, કેવી રહી આયુર્વેદની કોરોના સામે લડત એ વાંચો.

3.આયુર્વેદે કોરોના સામે લડવાની તૈયારી બતાવી, 1000થી વધુ દર્દીઓ પર થયો અશ્વગંધા અને મૂલેઠી જેવી ઔષધિઓનો પ્રયોગ.

image source

કોરોના વાયરસ સામેની લડતમાં દુનિયાભરના વૈજ્ઞાનિકો એનું નિદાન શોધવામાં લાગી ગયા છે.કોરોના વાયરસની વેકસીન અનેં દવાઓ પર સતત પ્રયોગો થઈ રહ્યા છે અને જલ્દી જ એના હકારાત્મક પરિણામ મળવાની આશા છે. દુનિયાભરના ઘણા દેશો કોરોનાનું નિદાન શોધી રહ્યા છે. અલગ અલગ પ્રકારની દવાઓના પ્રયોગ થઈ રહયા છે. અત્યારસુધી મેલેરિયાથી લઈને એચઆઈવી જેવી અલગ અલગ બીમારીઓની દવાનો પ્રયોગ કોરોના દર્દીઓ પર થઈ ચુક્યો છે. તો હવે કોરોના સામેની આ લડતમાં આયુર્વેદે પણ એક આશા બતાવી છે. આયુર્વેદની ચાર ઔષધિઓનો કોરોનાના દર્દી પર પ્રયોગ થવા જઈ રહ્યો છે. જો આ પ્રયોગ સફળ રહ્યો તો કોરોના સામેની લડતમાં એક મોટી સફળતા મળશે.

image source

ચાર આયુષ દવાઓનો 1000 દર્દીઓ પર જલ્દી જ પ્રયોગ શરૂ થશે, જેનું પરિણામ લગભગ 12 અઠવાડિયા પછી મળશે. CSRI સાથે મળીને આયુષ મંત્રાલય આ પ્રયોગ કરી રહ્યું છે. આયુષ મંત્રાલયના મુખ્ય વૈદ રાજેશ કોટેચાએ જણાવ્યું કે સ્વાસ્થ્ય અને આયુષ મંત્રાલય અને CSRI સાથે મળીને ત્રણ પ્રકારના અભ્યાસ કરી રહ્યું છે.એમાંથી એક છે ચાર દવાઓ દ્વારા કોરોનાના દર્દીઓ પર પ્રયોગ. જ્યારે 50 લાખ લોકો પર રોગપ્રતિકારક શક્તિ વધારવા બીજા કેટલાક આયુર્વેદિક ઉત્પાદનનો અભ્યાસ થઈ રહ્યો છે.

યોગ અને હોમિયોપથીનો પણ પ્રયોગ.

image source

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધન અને કેન્દ્રીય આયુષ મંત્રી શ્રીપદ યેસો નાયકે સંજીવની મોબાઈલ એપને પણ લોન્ચ કરી છે, જેના દ્વારા વધુમાં વધુ લોકોના સંપર્કમાં આવી શકાય છે. જે ચાર દવાઓનો પ્રયોગ કરવાનો છે એ છે અશ્વગંધા, ગીલોઇ, પીપલી અને મુલેઠી. આ સિવાય યોગ અને હોમિયોપેથીના પણ પ્રયોગ શરૂ થઈ ચૂક્યા છે.

ઔષધીયોએ કોરોના વાયરસ સામે લડવામાં બતાવી છે એક આશા.

image source

આયુર્વેદમાં અશ્વગંધાના ઘણા ફાયદા બતાવ્યા છે.એ તણાવ દૂર કરવાથી લઈને કેન્સરને રોકવામાં પણ અસરકારક સાબિત થયું છે. પેટ અને ઊંઘ સંબંધિત તકલીફોમાં પણ એ રાહત આપે છે. તો ગિલોયને તો જીવનરક્ષક ગણવામાં આવે છે.એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીઈંફ્લેમેટ્રી ગુણથી ભરેલા ગીલોયમાં ગ્લુકોસાઈડ, ફોસ્ફરસ, કોપર, કેલ્શિયમ, ઝીંક અને મેગ્નેશિયમ જેવા મિનરલ્સ હોય છે, જે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ નીવડે છે.હવે આ ઔષધિયોએ કોરોના વાયરસ સામે લડવામાં એક આશાનું કિરણ દેખાડ્યું છે.

source : amarujala

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ