હૈદરાબાદ રેપ કેસ પીડીતાને તાબડતોડ મળ્યો ન્યાય, ચારે આરોપી એન્કાઉન્ટરમાં ઠાર મરાયા…

હૈદરાબાદ રેપ પીડીતાને તાબડતોડ મળ્યો ન્યાય, ભાગવાના પ્રયાસમાં પોલીસે ચારે આરોપીને ગોળીએ વિંધી નાખ્યા

image source

તેલંગાણાના હૈદરાબાદ ખાતે ચાર નરાધમોએ અરધી રાત્રે 26 વર્ષિય દીશા કે જેણી વેટરનરી ડોક્ટર હતી તેના પર બળાત્કાર ગુજારીને હત્યા કર્યા બાદ તેણીને સળગાવી મુકી હતી. આ દુઃખદ તેમજ આઘાત જનક ઘટતાથી સમગ્ર દેશમાં શોકનો, આક્રોશનો માહોલ છવાઈ ગયો છે. લોકો સરકાર પાસે ન્યાય માગી રહ્યા હતા અને લોકો સરકાર પાસે તાબડતોડ ન્યાયની અપેક્ષા રાખી રહ્યા હતા.

image source

પણ તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે જ્યારે આ ચારે આરોપીને આજે વહેલી સવારે પોલીસ ઘટનાને રીક્રીએટ કરવા માટે એક બસમાં ચારે આરોપીને બેસાડીને ઘટના સ્થળ એટલે કે તે ફ્લાઇ ઓવર નીચે લઈ ગઈ હતી જ્યાં ચારે આરોપીએ પિડિતાને બળાત્કાર બાદ બાળી નાખી હતી. આ દરમિયાન આરોપીઓએ પોલીસ પાસેથી હથિયાર ઝૂંટવી લઈને ગોળીબાર કરવાનો પ્રયાસ કરીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તેના જવાબમાં પોલીસે તેમના પર ફાયરીંગ કરવું પડ્યું હતું જેમાં ચારે આરોપીઓનું ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું.

image source

મળતી માહિતિ પ્રમાણે આ ચારે આરોપીઓને સવારે વહેલા ત્રણ વાગે ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં તેમણે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસ પાસેથી હથિયાર ઝૂંટવીને તેમની પર ફાયરીંગનો પણ પ્રયાસ કર્યો હતો અને તેના જવાબમાં પોલીસે ક્રોસ ફાયરીંગ કરવું પડ્યું હતું.

image source

28 નવેમ્બરના રોજ 26 વર્ષિય દીશાનો બળીને ખાખ થઈ ગયેલો મૃતદેહ હૈદરાબાદના બહાર આવેલા હૈદરાબાદ-બેંગલુરુ નેશનલ હાઇવે પરના અન્ડરપાસ પાસે મળી આવ્યો હતો. તેણી પર 27 નવેમ્બરની રાત્રે અપહરણ કરીને બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને ત્યાર બાદ તેણીની હત્યા કરી દેવામાં આવી હતી આ અન્ટર પાસ પાસે કે જ્યાં રાત્રીના સમયે કોઈ જ અવરજવર નહોતી રહેતી ત્યાં તેના મૃતદેહને લાવીને પેટ્રોલ છાંટીને ચાર નરાધમો દ્વારા બાળી નાખવામા આવ્યો હતો.

image source

સાઇબરાબાદના પોલીસના જણાવ્યા પ્રમાણે આ ચાર આરોપીઓએ દીશાનું ટુ વ્હિલર પંક્ચર કરી દીધું હતું અને ત્યાર બાદ તેણીને ફસાવવા માટે તેણીને મદદ કરવાની ઓફર કરી હતી, અને ત્યાર બાદ તેણીને ખેંચી જઈને ટોલ પ્લાઝા નજીક આવેલી એકાંત જગ્યા પર તેણી પર બળાત્કાર ગુજાર્યો હતો. અને પોસ્ટમોર્ટમ દ્વારા જાણવા મળ્યું હતું કે તેણીનું ગુંગણામણથી મૃત્યુ થયું હતું અને ત્યાર બાદ તેણીના મૃતદેહને બાળી નાખવામાં આવ્યો હતો.

image source

29 નવેમ્બરે પોલીસે આ અપરાધમાં સંડોવાયેલા ચાર શકમંદોની ધરપકડ કરી હતી. જેમાંના મુખ્ય આરોપીનું નામ મોહમ્મદ આરિફ હતું, જ્યારે બાકીના ત્રણ જોલૂ શિવા, જોલૂ નવીન અને ચિંતાકુંટા ચંન્નાકેશવુલુ હતું. મુખ્ય આરોપીન મેહમ્મદ આરિફની ઉંમર 26 વર્ષની હતી. આ બધા જ આરોપીઓ ટ્રક ડ્રાઈવર અને ક્લીનરનુ કામ કરતા હતા. તેમણે અપરાધ કરતી વખતે ખુબ જ દારૂ પીધો હતો અને પિડિતાને પણ બળજબરી દારૂ પીવડાવવાનો પ્રયાસ કર્યો હતો.

image source

હાલ આ બળાત્કારના આરોપીઓને 14 દિવસ માટે પૉલિસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા અને તે અંતરગત જ તેમની પુછપરછ અને ઘટનાની વિગતે જાણકારી મેળવવા માટે પોલીસ ઘટનાને રિક્રીએટ કરવા માટે તેમને ઘટના સ્થળે લઈ ગઈ હતી. અને જે સ્થળે તેમણે પિડિતાને બાળી નાખી હતી તે જ સ્થળે તેમનું એન્કાઉન્ટર થયું હતું. આમ છેવટે દીશાને તાબડતોડ ન્યાય મળી જ ગયો. આ એન્કાઉન્ટર બાબતે તમારું શું કહેવું છે ?

image source

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ